કીર્તન મુક્તાવલી

લાગો છો પ્યારા પ્યારા પ્રમુખસ્વામી

૧-૧૦૨૨: વનમાળીદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

લાગો છો પ્યારા પ્યારા પ્રમુખસ્વામી, લાગો છો પ્યારા પ્યારા,

 જીવન પ્રાણ અમારા પ્રમુખસ્વામી, લાગો છો... ꠶ટેક

કોટિ સૂરજનું તેજ ભર્યું આપમાં,

 અંતરનું તમ ટાળનારા... પ્રમુખસ્વામી꠶ ૧

વડવાનળ સમ અતિ બળવંતા,

 બ્રહ્મ પ્રકાશ રેલનારા... પ્રમુખસ્વામી꠶ ૨

અનંત ચંદ્રની શીતળતા આપમાં,

 તપતાં હૈયાંને ઠારનારા... પ્રમુખસ્વામી꠶ ૩

ગારુડીઓના ગારુડી આપ છો,

 મણિધર ડોલાવનારા... પ્રમુખસ્વામી꠶ ૪

સર્વે સામર્થી ઐશ્વર્ય દાબી,

 નમ્ર ભાવે વર્તનારા... પ્રમુખસ્વામી꠶ ૫

સ્વામી શ્રીજીના અખંડ ધારક,

 સાધુતા શોભાવનારા... પ્રમુખસ્વામી꠶ ૬

પરોપકારી સંત ગુરુહરિ,

 વનમાળીદાસના વહાલા... પ્રમુખસ્વામી꠶ ૭

Lāgo chho pyārā pyārā Pramukh Swāmī

1-1022: Vanmalidas

Category: Pramukh Swami Maharajna Pad

Lāgo chho pyārā pyārā Pramukh Swāmī,

lāgo chho pyārā pyārā,

 Jīvan prāṇ amārā Pramukh Swāmī, lāgo chho...

Koṭi sūrajnu tej bharyu āpmā,

 Antarnu tam ṭāḷnārā... Pramukh Swāmī 1

Vaḍvānaḷ sam ati baḷvantā,

 Brahma prakāsh relnārā... Pramukh Swāmī 2

Anant chandranī shītaḷtā āpmā,

 Taptā haiyā ne ṭhārnārā... Pramukh Swāmī 3

Gārūdī nā gārūdī āp chho,

 Maṇidhar ḍolāvnārā... Pramukh Swāmī 4

Sarve sāmarthī aīshvarya dābī,

 Namra bhāve vartnārā... Pramukh Swāmī 5

Swāmī Shrījīnā akhanḍ dhārak,

 Sādhutā shobhāvnārā... Pramukh Swāmī 6

Paropkārī sant guruhari,

 Vanmāḷīdāsnā vahālā... Pramukh Swāmī 7

loading