કીર્તન મુક્તાવલી

જમો થાળ જીવન જાઉં વારી

૧-૧૬૨: સદ્‍ગુરુ ભૂમાનંદ સ્વામી

Category: થાળ

રાગ: ભૂપાલી

જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ કરો ત્યારી ꠶ટેક

બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી;

 જળે ભર્યા ચંબુ ચોખાળી... જમો થાળ꠶ ૧

કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી;

 કાઢ્યો રસ કેરીનો ઘોળી... જમો થાળ꠶ ૨

ગળ્યાં સાટાં ઘેબર ફૂલવડી, દૂધપાક માલપૂઆ કઢી;

 પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી... જમો થાળ꠶ ૩

અથાણાં શાક સુંદર ભાજી, લાવી છું હું તરત કરી તાજી;

 દહીં ભાત સાકર છે ઝાઝી... જમો થાળ꠶ ૪

(પાંચ મિનિટ માનસી કરવી)

ચળું કરો લાવું જળઝારી, એલાયચી લવિંગ સોપારી;

 પાનબીડી બનાવી સારી... જમો થાળ꠶ ૫

મુખવાસ મનગમતાં લઈને, પ્રસાદીનો થાળ મુને દઈને;

 ભૂમાનંદ કહે રાજી થઈને... જમો થાળ꠶ ૬

Jamo thāḷ Jīvan jāu vārī

1-162: Sadguru Bhoomanand Swami

Category: Thal

Raag(s): Bhoopãli

Jamo thāḷ Jīvan jāu vārī, dhovu kar charaṇ karo tyārī...

Beso melyā bājoṭhiyā ḍhāḷī,

 Kaṭorā kanchannī thāḷī;

 Jaḷe bharyā chambu chokhāḷi... jamo thāḷ 1

Karī kāṭhā ghaunī poḷī,

 Melī ghrut sākarmā boḷī;

 Kāḍhyo ras kerīno ghoḷī... jamo thāḷ 2

Gaḷyā sātā ghebar fūlvaḍī,

 Dūdhpāk mālpūā kaḍhī;

  Pūrī pochī thaī chhe ghīmā chaḍhī... jamo thāḷ 3

Athāṇā shāk sundar bhājī,

 Lāvī chhu tarat karī tāji;

 Dahī bhāt sākar chhe jhājhi... jamo thāḷ 4

(Meditate for 5 minutes)

Chaḷu karo lāvu jaḷjhārī,

 Elāychī laving sopārī,

 Pānbīḍī banāvī sārī... jamo thāḷ 5

Mukhvās mangamtā laīne,

 Prasādīno thāḷ mune daine,

 Bhumānand kahe rājī thaīne... jamo thāḷ 6

loading