કીર્તન મુક્તાવલી

પોઢો પોઢો સહજાનંદ સ્વામી - શયન આરતી

૧-૧૯૭: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: વિવિધ આરતી

શયન આરતી

પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અંખિયાંમાં નીંદર ભરાણી રે ꠶ટેક

હાં રે તમે માથેથી પાઘ ઉતારો રે, પછી તમે બનાતની ટોપી ધારો રે꠶ ૧

હાં રે તમે જરકસી જામો ઉતારો રે, પછી હીરકોરી ધોતી ધારો રે꠶ ૨

હાં રે તમે કેડનો પટકો છોડો રે, પછી શાલ દુશાલા ઓઢો રે꠶ ૩

હાં રે પોઢ્યા પ્રેમાનંદના સ્વામી રે, સખી જોઈ જોઈ આનંદ પામી રે꠶ ૪

Poḍho poḍho Sahajānand Swāmī - Shayan Ārtī

1-197: Sadguru Premanand Swami

Category: Vividh Arti

Shayan Ārtī

Poḍho poḍho Sahajānand Swāmī,

 Akhiyāmā nīnḍar bharāṇī re

Hāre tame māthethī pāgh utāro re,

 Pachhī tame banātnī ṭopī dhāro re... 1

Hāre tame jarkasī jāmo utāro re,

 Pachhī hīrkorī dhotī dhāro re... 2

Hāre tame keḍno paṭko chhoḍo re,

 Pachhī shāl dushālā oḍho re... 3

Hāre poḍhyā Premānandnā Swāmī re,

 Sakhī joī joī ānand pāmī re... 4

loading