કીર્તન મુક્તાવલી

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે

૧-૨૦૧: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

શ્રીહરિ જયંતી (ચૈત્ર સુદ - ૯)

પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે ꠶ટેક

કૌશલ દેશમાં ધર્યો અવતાર રે, નોમ અજવાળી રૂડો ચૈતર માસ રે,

તેડાવો જોશીને પૂછાવો નામ રે, નામ ધર્યું રૂડું શ્રી ઘનશ્યામ રે ꠶ ૧

મુખડું શોભે અતિ બાલુડે વેશ રે, સુંદર ભૂરા માથે નાના કેશ રે,

હરખે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે, માતાને મન વહેલા મોટા થાય રે ꠶ ૨

રડતા રમાડતા પારણિયે પોઢાડે રે, રેશમી દોરી લઈ હીંચકાવે રે,

પોઢો પોઢો પ્રભુ જગના આધાર રે, પ્રેમાનંદ નિત્ય નવી લીલા ગાવે રે ꠶ ૩

Pragaṭ thayā Prabhu Chhapaiyā gām re

1-201: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Shrīhari Jayantī (Chaitra Sud - 9)

Pragaṭ thayā Prabhu Chhapaiyā gām re,

 Bhakti mātā Dharma tātnu nām re...

Kaushal deshmā dharyo avatār re,

 Nom ajvāḷī rūḍo Chaitar mās re

Teḍāvo joshīne pūchhāvo nām re,

 Nām dharyu rūḍu Shrī Ghanshyām re... 1

Mukhḍu shobhe ati bāluḍe vesh re,

 Sundar bhurā māthe nānā kesh re

Harkhe jhulāve mātā dūdh sākar pāy re,

 Mātāne man vahelā moṭā thāy re... 2

Raḍtā ramāḍtā pāraṇiye poḍhāḍe re,

 Reshmī dorī laī hīchkāve re

Poḍho poḍho Prabhu jagnā ādhār re,

 Premānand nitya navī līlā gāve re... 3

loading