કીર્તન મુક્તાવલી

ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં ભૂલું તમને

૧-૫૩: રસિકદાસ

Category: પ્રાર્થના

રાગ: યમન (કલ્યાણ)

ભૂલીશ હું જગતની માયા, ગુરુજી નહીં ભૂલું તમને;

જીવન આધાર દીનબંધુ, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶ટેક

કદાપિ મહેલમાં સૂતો, રખડતો શહેર કે રસ્તે;

સુખી હઉં કે દુઃખી હઉં, પણ ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૧

બનું હું રંક કે રાજા, કદાપિ શેઠ દુનિયાનો;

અમીરી કે ફકીરીમાં, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૨

જીવનના ધમપછાડામાં, અગર મૃત્યુ બિછાનામાં;

મરણના શ્વાસ લેતાં પણ, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૩

દુઃખોના ડુંગરો તૂટે, કદી આખું જગત રૂઠે;

પરંતુ પ્રાણના ભોગે, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૪

પૂર્યા મન મંદિરે સ્વામી, પછીથી ક્યાં જવાના છો?

દીવાનો દાસ રસિક કહે છે, ગુરુજી નહીં ભૂલું તમને... ꠶૫

Bhūlīsh hu jagatanī māyā Gurujī nahī bhūlu tamne

1-53: Rasikdas

Category: Prarthana

Raag(s): Yaman (Kalyãn)

Bhūlīsh hu jagatnī māyā,

 Gurujī nahī bhulu tamne;

Jīvan ādhār Dīnbandhu,

 Gurujī nahī bhulu tamne...

Kadāpi mahelmā sūto,

 Rakhaḍto shaher ke raste;

Sukhī hau ke dukhī hau,

 Paṇ gurujī nahī bhulu tamne... 1

Banu hu rank ke rājā,

 Kadāpi sheth duniyāno;

Amīrī ke fakīrīmā,

 Gurujī nahī bhulu tamne... 2

Jīvannā dhampachhāḍāmā,

 Agar mrutyu bichhānāmā;

Maraṇnā shvās letā paṇ,

 Gurujī nahī bhulu tamne... 3

Dukhonā ḍungaro tūṭe,

 Kadi ākhu jagat ruṭhe;

Parantu prāṇnā bhoge,

 Gurujī nahī bhulu tamne... 4

Pūryā man mandire Swāmī,

 Pachhīthī kyā javānā chho?

Dīvāno dās Rasik kahe chhe,

 Gurujī nahī bhulu tamne... 5

loading