કીર્તન મુક્તાવલી

હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી

૧-૫૯: અજાણ્ય

Category: પ્રાર્થના

રાગ: ભીમપલાસી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી,

હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી... ꠶ટેક

મારાં પાપ ભર્યાં છે એવાં, તારી ભૂલ્યો કરવી સેવા,

  મારી ભૂલોના ભૂલનારા... તારી꠶ ૧

હે પરમ કૃપાળુ વા’લા, મેં પીધા વિષના પ્યાલા,

  મારા જીવન-રક્ષરણહારા... તારી꠶ ૨

હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી,

  અવળી સવળી કરનારા... તારી꠶ ૩

ભલે છોરું કછોરું થાયે, તોયે તું માવતર કહેવાયે,

  મીઠી છાયાના દેનારા... તારી꠶ ૪

મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો,

  મારા સાચા ખેવનહારા... તારી꠶ ૫

મારું જીવન છે ઉદાસી, તારે ચરણે લે અવિનાશી,

  સ્વામીના દિલ રમનારા... તારી꠶ ૬

અક્ષરના

He karuṇānā karnārā tārī karuṇāno koī pār nathī

1-59: unknown

Category: Prarthana

Raag(s): Bhimpalãsi

He karuṇānā karnārā, tārī karuṇāno koī pār nathī

He sankaṭnā harnārā, tārī karuṇāno koī pār nathī...

Mārā pāp bharyā chhe evā, tārī bhulyo karvī sevā,

 Mārī bhulonā bhulnārā... tārī 1

He param krupāḷu vā’lā, me pīdhā vishnā pyālā,

 Mārā jīvan-rakshaṇhārā... tārī 2

Hu antarmā thaī rājī, khelyo chhu avḷī bājī,

 Avḷī savḷī karnārā... tārī 3

Bhale chhorū kachhorū thāye, toye tu māvtar kahevāye,

 Mīthī chhāyānā denārā... tārī 4

Mane jaḍto nathī kināro, māro kyāthī āve āro,

 Mārā sāchā khevanhārā... tārī 5

Māru jīvan chhe udāsī, tāre charaṇe le Avināshī,

 Swāmīnā dil ramnārā... tārī 6

loading