કીર્તન મુક્તાવલી

આજ મનોહર દેવદિવારી શ્રીહરિકૃષ્ણ બન્યા છે વેપારી

૨-૧૦૨૧: અજાણ્ય

Category: ઉત્સવનાં પદો

(દેવદિવાલી - કર્તિક સુદ ૧૧)

આજ મનોહર દેવદિવારી,

 શ્રીહરિકૃષ્ણ બન્યા છે વેપારી...

કાર્તિક સુદી એકાદશી આવી,

 સૌને હૈયે ઉમંગ છે ભારી,

ધર્મસુત ઘનશ્યામજી જાગ્યા,

 આજ પ્રબોધિની છે સુખકારી... ૧

વિધ વિધ શાકની હાટડી માંડી,

 સુણો હરિકૃષ્ણજીએ હાક મારી,

લ્યો લ્યો સસ્તા સરસ તાજા,

 શાક તણી આ પ્રસાદી ન્યારી... ૨

મૂળા મોગરી શેરડી રીંગણા,

 પાપડી મર્ચા સુંદર તરકારી,

ગુવાર ચોળા લીલવા ભાજી,

 શું શું કહુ ઘણુંયે વિસ્તારી... ૩

ભાવ અંતરનો ને વજન ભજનનું,

 એ જ દામ માંગે છે મુરારી,

છુટ્ટે હાથે દ્યે છે હરિવર,

 મોક્ષ તણી આજ ન રહી ઉધારી... ૪

Āj manohar Dev Diwārī Shrī Harikrishṇa banyā chhe vepārī

2-1021: unknown

Category: Utsavna Pad

(Dev Diwālī - Kartik sud 11)

Āj manohar Dev Diwārī,

 Shrī Harikrishṇa banyā chhe vepārī...

Kārtik sudī ekādashī āvī,

 Saune haiye umang chhe bhārī,

Dharamsut Ghanshyāmjī jāgyā,

 Āj Prabodhinī chhe sukhkārī. 1

Vidh vidh shāknī hāṭḍī māḍī,

 Suṇo Harikrishṇajīe hāk mārī,

Lyo lyo sastā saras tājā,

 Shāk taṇī ā prasādī nyārī. 2

Mūḷā mogrī sherḍī ringaṇā,

 Pāpḍī marchā sundar tarkārī,

Guvār choḷā līlvā bhājī,

 Shu shu kahu ghaṇuye vistārī. 3

Bhāv antarno ne vajan bhajannu,

 E j dām māge chhe Murāri,

Chhuṭṭe hāthe dye chhe Harivar,

 Moksha taṇī āj na rahī udhārī. 4

loading