કીર્તન મુક્તાવલી

મને વહાલું લાગે ગુરુજીનું નામ

૨-૧૨૦૦૧: અજાણ્ય

Category: સંત મહિમાનાં પદો

 મને વહાલું લાગે ગુરુજીનું નામ,

 તન મન ધન ગુરુના ચરણોમાં.

ગુરુજીના ગુણનો પાર ન આવે, ધ્યાન ધરું તો સન્મુખ આવે,

દીન જનોના નાથ તમે છો, સેવકના રખવાળ તમે છો,

 તમે મારા ચિત્તડાના ચોર... તન મન ધન ૧

ગુરુજી મારા હૃદયામાં રહેજો, આવીને મારી બાંય પકડજો,

તમે તો આધાર છો, એક તારણહાર છો,

 ભક્તોની લેજો સંભાળ... તન મન ધન ૨

શ્રદ્ધા ધરીને શરણે હું આવ્યો,

પ્રેમનાં પુષ્પો ધરવાને લાવ્યો,

 જીવનરાહ તમે બતાવો, કૃપા દૃષ્ટિ અમ પર લાવો,

  ભવ સાગરના તારણહાર.. તન મન ધન ૩

Mane vahālu lāge gurujīnu nām

2-12001: unknown

Category: Sant Mahima Pad

 Mane vahālu lāge gurujīnu nām,

 Tan man dhan gurunā charaṇomā.

Gurujīnā guṇno pār na āve, dhyān dharu to sanmukh āve,

Dīn janonā Nāth tame chho, sevaknā rakhvāḷ tame chho,

 Tame mārā chittḍānā chor... tan man dhan. 1

Gurujī mārā hradiyāmā rahejo, āvīne mārī bāy pakaḍjo,

 Tame to ādhār chho, ek tāraṇhār chho,

Bhaktonī lejo sambhāḷ... tan man dhan. 2

Shraddhā dharīne sharaṇe hu āvyo,

Premnā pushpo dharvāne lāvyo,

 Jīvanrāh tame batāvo, krupā drashṭi am par lāvo,

  Bhav sāgarnā tāraṇhār... tan man dhan. 3

loading