કીર્તન મુક્તાવલી

ધન્ય ધન્ય છે સ્વામી તુજને ધન્ય તુજ અવતાર

૨-૧૫૮: શ્રી શંકર કવી

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

ધન્ય ધન્ય છે સ્વામી તુજને, ધન્ય તુજ અવતાર;

 સૌના છો આધાર, સ્વામી સૌના છો આધાર... ꠶ટેક

ફરકે ધજા તમારી નવખંડ ધરા પર, વંદી રહ્યો છે સંસાર;

મહેંકી રહ્યા છો સ્વામી નિજ સ્વરૂપમાં, સૌરભ તણો નહિ પાર;

 તુજ રોમ રોમમાં ગૂંજી રહ્યો છે, શ્રીજીનો રણકાર... ꠶ ૧

જુગોજુગ જીવો મારા પ્રમુખ ગુરુહરિ, તું છે ધરાનો ધબકાર;

દાદુર મોર બપીહા બોલે, કોયલ કરે છે તારો સાદ;

 આ ધરતી પર્વત, નદીઓ ઝરણાં, કરતાં નમસ્કાર... ꠶ ૨

હર ક્ષણ વીતે સ્વામી, તારા સ્મરણમાં, આપમાં કરો ગુલતાન;

જનમોજનમ રહું તારા ચરણમાં, આપો એવું વરદાન;

 આ પંખ વિહોણા પંખીડાનો, તું છો તારણહાર... ꠶ ૩

Dhanya dhanya chhe Swāmī tujne dhanya tuj avatār

2-158: Shri Shankar Kavi

Category: Pramukh Swami Maharajna Pad

Dhanya dhanya chhe Swāmī tujne, dhanya tuj avatār;

 Saunā chho ādhār, Swāmī saunā chho ādhār...

Farke dhajā tamārī navkhanḍ dharā par,

 vandī rahyo chhe sansār;

Mahekī rahyā chho Swāmī nij swarūpmā,

 saurabh taṇo nahi pār;

  Tuj rom rommā gūnjī rahyo chhe, Shrījīno raṇkār... 1

Jugojug jīvo mārā Pramukh guruhari,

 tu chhe dharāno dhabkār,

Dādūr mor bapīhā bole,

 koyal kare chhe tāro sād,

  Ā dhartī parvat, nadīo jharṇā, kartā namaskār... 2

Har kshaṇ vīte Swāmī, tārā smaraṇmā,

 āpmā karo gultān,

Janmojanam rahu tārā charaṇmā,

 āpo evu vardān;

  Ā pankh vihoṇā pankhīḍāno, tu chho tāraṇhār... 3

loading