કીર્તન મુક્તાવલી

તું સ્વામી શ્રીજી બોલ અંતરપટ ખોલ

૨-૧૭૦૦૭: રસિકદાસ

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

તું સ્વામી શ્રીજી બોલ, અંતરપટ ખોલ,

 તેરા દુઃખ જાયેગા...

પાણીના પરપોટા સમ છે, કંચન તારી કાયા,

પલ એકમાં ફૂટી જાશે, કાયામાં શું મોહ્યા... ૧

તારું માન્યું તે બધું તું, અહિયાં મૂકી જાશે,

અંત સમયે એકલા જાશે, કોઈ ન આવે સાથે... ૨

ધર્મરાજા નહી પૂછે જે, કેટલી મિલકત તારી,

એક જ પૂછશે સ્વામી શ્રીજીની, સેવા તે શી ધારી... ૩

ચેત ચેત ઓ દુનિયા ડાહ્યા, અણમોલ અવસર આવ્યો,

સ્વામી શ્રીજી નહી ભજો તો, જમનો માર જ ખાશો... ૪

સ્વામી શ્રીજી અખંડ બિરાજે, શાસ્ત્રી મહારાજમાં આજે,

દાસ રસિક કહે શરણું લેશે, અક્ષરધામે જાશે... ૫

Tū Swāmī Shrījī bol antarpaṭ khol

2-17007: Rasikdas

Category: Shastriji Maharajna Pad

Tū Swāmī Shrījī bol, antarpaṭ khol,

  terā dukh jāyegā...

Pāṇīnā parpoṭā sam chhe, kanchan tārī kāyā,

Pal ekmā fūṭī jāshe, kāyāmā shu mohyā. 1

Tāru mānyu te badhu tu, ahiyā mūkī jāshe,

Ant samaye eklā jāshe, koī na āve sāthe. 2

Dharmarājā nahi pūchhe je, keṭlī milkat tārī,

Ek j pūchhshe Swāmī Shrījīnī, sevā te shī dhārī. 3

Chet chet o duniyā ḍāhyā, aṇmol avsar āvyo,

Swāmī Shrījī nahi bhajo to, jamno mār ja khāsho. 4

Swāmī Shrījī akhanḍ birāje, Shāstrī Mahārājmā āje,

Dās rasik kahe sharaṇu leshe, Akshardhāme jāshe. 5

loading