☰ kirtans

કીર્તન મુક્તાવલી

જ્યારે તમારી યાદમાં હું મુજને ગુમાવું છું

૨-૨૦૦૦૫: અજાણ્ય

Category: મહંતસ્વામી મહારાજનાં પદો

જ્યારે તમારી યાદમાં હું મુજને ગુમાવું છું,

અંતર કટોરો પ્રેમનો છલોછલ હું પાવું છું...

ના બુઝતી આ પ્યાસ કેવી જનમો જનમ પછી,

સ્નેહલ સમંદર આપનો તેમાં નહાવું છું... ૧

પડતાં રખડતાં આખરે સૌ રસ્તા ચૂકી ગયા,

યાત્રા જીવનની આપ સંગે આગળ ધપાવું છું... ૨

સરકી ગયેલી રેત ઉપર પગલાં રહી ગયાં,

પ્રારબ્ધનાં કાળા ખળક પર શમણાંને વાવું છું... ૩

સ્વામી તમન્ના એટલી કે તમારા બની જવું,

મરજી તમારી હોય એને કીસમત બનાવું છું... ૪

Jyāre tamārī yādmā hu mujne gumāvu chhu

2-20005: unknown

Category: Mahant Swami Maharajna Pad

Jyāre tamārī yādmā hu mujne gumāvu chhu,

Antar kaṭoro premno chhalochhal hu pāvu chhu...

Nā buzatī ā pyās kevī janamo janam pachhī,

Snehal samandar āpno temā nahāvu chhu... 1

Paḍatā rakhaḍatā ākhare sau rastā chūkī gayā,

Yātrā jīvannī āp sange āgaḷ dhapāvu chhu... 2

Sarakī gayelī ret upar pagalā rahī gayā,

Prārabdhanā kāḷā khaḷak par shamaṇāne vāvu chhu... 3

Swāmī tamannā eṭalī ke tamārā banī javu,

Marajī tamārī hoy ene kīsmat banāvu chhu... 4

Jaydeep Swadia

loading