કીર્તન મુક્તાવલી

તમે મન મૂકીને વરસ્યા અમે જનમ-જનમના તરસ્યા

૨-૩૦૨૭: અજાણ્ય

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ-જનમના તરસ્યા,

તમે મુશળધારે વરસ્યા, અમે જન્મ જન્મના તરસ્યા,

હજાર હાથે તમે દીધું પણ ઝોળી અમારી ખાલી,

જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો અમે રહ્યા અજ્ઞાની,

તમે અમૃત રુપે વરસ્યા, અમે જનમ જનમના તરસ્યા. ૧

સ્નેહલ ગંગા તમે વહાવી જીવન નિર્મળ કરવા,

પ્રેમની જ્યોતી તમે જલાવી, આતમ ઉજ્જ્વળ કરવા,

તમે સૂરજ થઈને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા. ૨

શબ્દે શબ્દે શાતા આપે એવી તમારી વાણી,

એ વાણીની પાવનતાને અમે કદી ન પિછાણી,

તમે મહેરામણ થઈ ઊમટ્યા, અમે કાંઠે આવી તરસ્યા. ૩

Tame man mūkīne varsyā ame janamjanamnā tarasyā

2-3027: unknown

Category: Pramukh Swami Maharajna Pad

Tame man mūkīne varsyā, ame janamjanamnā tarasyā,

Tame mushaḷdhāre varsyā, ame janma janmanā tarasyā...

Hajār hāthe tame dīdhu paṇ jhoḷī amārī khālī,

Gnān khajāno tame lūṭāvyo ame rahyā agnānī,

Tame amrut rupe varsyā, ame janam janamnā tarasyā. 1

Snehal Gangā tame vahāvī jīvan nirmaḷ karvā,

Premnī jyoti tame jalāvī, ātam ujjvaḷ karvā,

Tame sūraj thaīne chamakyā ame andhārāmā bhaṭakyā. 2

Shabde shabde shātā āpe evī tamārī vāṇī,

E vāṇīnī pāvantāne ame kadi na pichhāṇī,

Tame maherāmaṇ thaī ūmaṭyā, ame kānṭhe āvī tarasyā. 3

loading