Meaning: Gujarati English
શૈલી વા ધાતુજા મૂર્તિઃ શાલગ્રામોઽર્ચ્ય એવ તૈઃ ।
દ્રવ્યૈર્યથાપ્તૈઃ કૃષ્ણસ્ય જપ્યોઽથાષ્ટાક્ષરો મનુઃ ॥
शैली वा धातुजा मूर्तिः शालग्रामोऽर्च्य एव तैः ।
द्रव्यैर्यथाप्तैः कृष्णस्य जप्योऽथाष्टाक्षरो मनुः ॥
Shailī vā dhātujā mūrtihi shālagrāmorchya ev taihai |
Dravyairyathāptaihai kṛuṣhṇasya japyothāṣhṭākṣharo manuhu ||
194
અને તે જે આત્‍મનિવેદી ભક્ત તેમણે પાષાણની અથવા ધાતુની જે શ્રીકૃષ્‍ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્‍ત થયાં જે ચંદન, પુષ્‍પ, ફળાદિક વસ્‍તુ તેણે કરીને કરવી અને પછી શ્રીકૃષ્‍ણ ભગવાનનો જે અષ્‍ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. (શિક્ષાપત્રી: 56)

Shlok Selection

Shloks Index