Meaning: Gujarati English
શ્રીકૃષ્ણગુરુસાધૂનાં દર્શનાર્થં ગતૌ પથિ ।
તત્સ્થાનેષુ ચ ન ગ્રાહ્યં પરાન્નં નિજપુણ્યહૃત્ ॥
श्रीकृष्णगुरुसाधूनां दर्शनार्थं गतौ पथि ।
तत्स्थानेषु च न ग्राह्यं परान्नं निजपुण्यहृत् ॥
Shrīkṛuṣhṇa-guru-sādhūnām darshanārtham gatau pathi |
Tatsthāneṣhu cha na grāhyam parānnam nijapuṇyahṛut ||
289
અને શ્રીકૃષ્‍ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહી તથા શ્રીકૃષ્‍ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્‍થાનક તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહિ, કેમ જે તે પારકું અન્ન તો પોતાના પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું. (શિક્ષાપત્રી: 151)

Shlok Selection

Shloks Index