Meaning: Gujarati English
દૃષ્ટાઃ સ્પૃષ્ટા નતા વા કૃતપરિચરણા ભોજિતાઃ પૂજિતા વા
  સદ્યઃ પુંસામઘૌઘં બહુજનિજનિતં ઘ્નન્તિ યે વૈ સમૂલમ્ ।
પ્રોક્તાઃ કૃષ્ણેન યે વા નિજહૃદયસમા યત્પદે તીર્થજાતમ્
 તેષાં માતઃ પ્રસંગાત્ કિમિહ નનુ સતાં દુર્લભં સ્યાન્મુમુક્ષોઃ ॥
दृष्टाः स्पृष्टा नता वा कृतपरिचरणा भोजिताः पूजिता वा
  सद्यः पुंसामघौघं बहुजनिजनितं घ्नन्ति ये वै समूलम् ।
प्रोक्ताः कृष्णेन ये वा निजहृदयसमा यत्पदे तीर्थजातम्
  तेषां मातः प्रसंगात् किमिह ननु सतां दुर्लभं स्यान्मुमुक्षोः ॥
Dṛuṣhṭāh spṛuṣhṭā natā vā kṛutaparicharaṇā bhojitāhā pūjitā vā
  Sadyah punsāma-ghaugham bahujani-janitam ghnanti ye vai samūlam |
Proktāhā kṛuṣhṇen ye vā nij-hṛudayasamā yatpade tīrthajātam
  Teṣhām mātah prasangāt kimih nanu satām durlabham syān-mumukṣhoh ||
94
હે માતા ! જે સંતોના દર્શનમાત્રથી, જેમનો સ્પર્શ કરવાથી, જેમને નમવાથી, જેમને જમાડવાથી, જેમની સેવા કરવાથી કે જેમનું પૂજન કરવાથી, તે કરાનારા પુરુષના અનેક જન્મોના પાપપુંજનો મૂળ સહિત તે જ ક્ષણે નિશ્ચયે નાશ થઈ જાય છે. વળી, જે સંતોને શ્રીકૃષ્ણ ભગવાન પોતાના હૃદય સમાન કહે છે, અને જેમના ચરણકમળમાં સર્વ તીર્થો નિવાસ કરીને રહ્યાં છે એવા સાધુઓના પ્રસંગથી આ લોકમાં મુમુક્ષુને દુર્લભ શું હોય ? કાંઈ પણ નથી.

Shlok Selection

Shloks Index