Meaning: Gujarati English
કસ્યાપિ પ્રાણિનો હિંસા નૈવ કાર્યાઽત્ર મામકૈઃ ।
સૂક્ષ્મયૂકામત્કુણાદેરપિ બુદ્ધ્યા કદાચન ॥
कस्यापि प्राणिनो हिंसा नैव कार्याऽत्र मामकैः ।
सूक्ष्मयूकामत्कुणादेरपि बुद्ध्या कदाचन ॥
Kasyāpi prāṇino hinsā naiv kāryā'tra māmakaihai |
Sūkṣhma-yūkāmatkuṇāderapi buddhyā kadāchan ||
149
હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે - અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ, માંકડ, ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. (શિક્ષાપત્રી: 11)
દેવતાપિતૃયાગાર્થમપ્યજાદેશ્ચ હિંસનમ્ ।
ન કર્તવ્યમહિંસૈવ ધર્મઃ પ્રોક્તોઽસ્તિ યન્મહાન્ ॥
देवतापितृयागार्थमप्यजादेश्च हिंसनम् ।
न कर्तव्यमहिंसैव धर्मः प्रोक्तोऽस्ति यन्महान् ॥
Devatā-pitṛu-yāgārthamapyajādeshcha hinsanam |
Na kartavyam-hinsaiv dharmah prokto'sti yanmahān ||
150
અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. (શિક્ષાપત્રી: 12)
સ્ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત્યૈ સામ્રાજ્યસ્યાઽપિવા ક્વચિત્ ।
મનુષ્યસ્ય તુ કસ્યાઽપિ હિંસા કાર્યા ન સર્વથા ॥
स्त्रिया धनस्य वा प्राप्त्यै साम्राज्यस्याऽपिवा क्वचित् ।
मनुष्यस्य तु कस्याऽपि हिंसा कार्या न सर्वथा ॥
Striyā dhanasya vā prāptyai sāmrājyasyāpivā kvachit |
Manuṣhyasya tu kasyāpi hinsā kāryā na sarvathā ||
151
અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. (શિક્ષાપત્રી: 13)
આત્મઘાતસ્તુ તીર્થેઽપિ ન કર્તવ્યશ્ચ ન ક્રુધા ।
અયોગ્યાચરણાત્ ક્વાપિ ન વિષોદ્‍બન્ધનાદિના ॥
आत्मघातस्तु तीर्थेऽपि न कर्तव्यश्च न क्रुधा ।
अयोग्याचरणात् क्वापि न विषोद्‍बन्धनादिना ॥
Ātmaghātastu tīrthe'pi na kartavyashcha na krudhā |
Ayogyācharaṇāt kvāpi na viṣhodbandhanādinā ||
152
અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો. (શિક્ષાપત્રી: 14)
ન ભક્ષ્યં સર્વથા માંસં યજ્ઞશિષ્ટમપિ ક્વચિત્ ।
ન પેયં ચ સુરામદ્યમપિ દેવનિવેદિતમ્ ॥
न भक्ष्यं सर्वथा मांसं यज्ञशिष्टमपि क्वचित् ।
न पेयं च सुरामद्यमपि देवनिवेदितम् ॥
Na bhakṣhyam sarvathā mānsam yagnashiṣhṭamapi kvachit |
Na peyam cha surāmadyamapi devaniveditam ||
153
અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપત્કાળમાં પણ ક્યારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. (શિક્ષાપત્રી: 15)
અકાર્યાચરણે ક્વાપિ જાતે સ્વસ્ય પરસ્ય વા ।
અઙ્‍ગચ્છેદો ન કર્તવ્યઃ શસ્ત્રાદ્યૈશ્ચ ક્રુધાપિ વા ॥
अकार्याचरणे क्वापि जाते स्वस्य परस्य वा ।
अङ्गच्छेदो न कर्तव्यः शस्त्राद्यैश्च क्रुधापि वा ॥
Akāryācharaṇe kvāpi jāte swasya parasya vā |
Angachchhedo na kartavyah shastrādyaishcha krudhāpi vā ||
154
અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. (શિક્ષાપત્રી: 16)
સ્તેનકર્મ ન કર્તવ્યં ધર્માર્થમપિ કેનચિત્ ।
સસ્વામિકાષ્ઠપુષ્પાદિ ન ગ્રાહ્યં તદનાજ્ઞયા ॥
स्तेनकर्म न कर्तव्यं धर्मार्थमपि केनचित् ।
सस्वामिकाष्ठपुष्पादि न ग्राह्यं तदनाज्ञया ॥
Stenakarma na kartavyam dharmārthamapi kenachit |
Sasvāmikāṣhṭhapuṣhpādi na grāhyam tadanāgnayā ||
155
અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. (શિક્ષાપત્રી: 17)
વ્યભિચારો ન કર્તવ્યઃ પુમ્ભિઃ સ્ત્રીભિશ્ચ માં શ્રિતૈઃ ।
દ્યૂતાદિ વ્યસનં ત્યાજ્યં નાદ્યં ભઙ્‍ગાદિમાદકમ્ ॥
व्यभिचारो न कर्तव्यः पुम्भिः स्त्रीभिश्च मां श्रितैः ।
द्यूतादि व्यसनं त्याज्यं नाद्यं भङ्गादिमादकम् ॥
Vyabhichāro na kartavyah pumbhihi strībhishcha mām shritaihai |
Dyūtādi vyasanam tyājyam nādyam bhangādimādakam ||
156
અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જૂગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ. (શિક્ષાપત્રી: 18)
અગ્રાહ્યાન્નેન પક્વં યદન્નં તદુદકં ચ ન ।
જગન્નાથપુરં હિત્વા ગ્રાહ્યં કૃષ્ણપ્રસાદ્યપિ ॥
अग्राह्यान्नेन पक्वं यदन्नं तदुदकं च न ।
जगन्नाथपुरं हित्वा ग्राह्यं कृष्णप्रसाद्यपि ॥
Agrāhyānnen pakvam yadannam tadudakam cha na |
Jagannāthpuram hitvā grāhyam kṛuṣhṇaprasādyapi ||
157
અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. (શિક્ષાપત્રી: 19)
મિથ્યાપવાદઃ કસ્મિંશ્ચિદપિ સ્વાર્થસ્ય સિદ્ધયે ।
નારોપ્યો નાપશબ્દાશ્ચ ભાષણીયાઃ કદાચન ॥
मिथ्यापवादः कस्मिंश्चिदपि स्वार्थस्य सिद्धये ।
नारोप्यो नापशब्दाश्च भाषणीयाः कदाचन ॥
Mithyāpavādah kasminshchidapi svārthasya siddhaye |
Nāropyo nāpashabdāshcha bhāṣhaṇīyāhā kadāchan ||
158
અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. (શિક્ષાપત્રી: 20)

Shlok Selection

Shloks Index