સ્તોત્ર સિન્ધુ

૧. રુચિર સ્તોત્રમ્

સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી (તોટક્ વૃત્તમ્)

પરમાદ્‍ભુત-દિવ્યવપૂ રુચિરં
  રુચિરેંઘ્રિતલેંગુલયો રુચિરાઃ ।
નખમંડલ-મિન્દુનિભં રુચિરં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧॥

પરમ, અદ્‌ભુત અને દિવ્ય દેહ રુચિર (મધુર – આનંદકારી) છે. પગનાં તળિયાં રુચિર છે. આંગળીઓ રુચિર છે. ચંદ્ર સમાન કાન્તિવાળું નખમંડળ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧)

પ્રપદે રુચિરે પ્રસૃતે રુચિરે
  મૃદુ જાનુયુગં રુચિરં રુચિરમ્ ।
કરિહસ્ત - નિભોરુયુગં રુચિરં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૨॥

પગલાં રુચિર છે. બંને હાથની ખુલ્લી હથેળીઓ – અંજલિ રુચિર છે. હાથીની સૂંઢ જેવા ગોળ સુંદર બંને સાથળ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૨)

કટિપુષ્ટ - નિતમ્બયુગં રુચિરં
  નતનાભિકજં જઠરં રુચિરમ્ ।
મૃદુલૌ સ્તનનીલમણી રુચિરૌ
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૩॥

કેડ અને પુષ્ટ બંને નિતંબ રુચિર છે. નમતું નાભિકમળ રુચિર છે. ઉદર રુચિર છે. કોમળ-નીલમણિ જેવાં બંને સ્તન રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૩)

હૃદયં રુચિરં પૃથુતુંગમુરઃ-
  સ્થલમંસયુગં રુચિરં રુચિરૌ ।
કરભૌ કરકંજતલે રુચિરે
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૪॥

હૃદય રુચિર છે. વિશાળ અને ઊપડતી છાતી રુચિર છે. બંને ખભા રુચિર છે. બંને કરભ (કાંડાથી ટચલી આંગળીના અંત સુધાનો ભાગ અથવા કોણીથી કાંડા સુધાનો ભાગ) રુચિર છે તથા કરકમળની બંને હથેળીઓ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૪)

ભુજદંડ - યુગં રુચિરં ચિબુકં
  વિધુમોદકરં વદનં રુચિરમ્ ।
રસના રુચિરા દશના રુચિરા
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૫॥

ભુજદંડ રુચિર છે. દાઢી રુચિર છે. ચંદ્રમાને પણ આનંદ આપનારું આપનું મુખકમળ રુચિર છે. જિહ્‌વા અને દંતપંક્તિ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૫)

જલજોપમ - કંઠશિરો રુચિરં
  તિલપુષ્પ-નિભા સુનસા રુચિરા ।
અધરૌ રુચિરાવલિકં રુચિરં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૬॥

શંખની સમાન કંઠ રુચિર છે. મસ્તક રુચિર છે. તલના પુષ્પ જેવી સુંદર નાસિકા રુચિર છે. બંને હોઠ અને લલાટ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૬)

અરુણે ચપલે નયને રુચિરે
  સ્મરચાપનિભે મુનિ-શાન્તિકરે ।
ભ્રુકુટી રુચિરે શ્રવણૌ રુચિરૌ
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૭॥

લાલ અને ચંચળ એવાં બંને નેત્રો રુચિર છે. કામદેવના ધનુષ્ય સમાન અને મુનિઓને શાંતિ આપનારી એવી બંને ભ્રૂકુટી રુચિર છે. બંને કાન રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૯)

હરિચન્દન - ચર્ચિત - મંગમલં
  તિલકં રુચિરં કુસુમાભરણમ્ ।
બહુશસ્તિલકા રુચિરાશ્ચિકુરા
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૮॥

કેસર ચંદનથી ચર્ચેલું શોભાયમાન અંગ રુચિર છે. તિલક રુચિર છે. પુષ્પનાં આભૂષણો રુચિર છે. (શરીર પર જણાતાં) ઘણાં તલ-ચિહ્નો તથા મસ્તકના કેશ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૮)

સિતસૂક્ષ્મ-ઘનં વસનં રુચિરં
  મુનિરંજનકં વચનં રુચિરમ્ ।
અવલોકન - માભરણં રુચિરં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૯॥

શ્વેત, ઝીણું અને ઘટ્ટ વસ્ત્ર રુચિર છે. મુનિઓને પ્રસન્ન કરનારું વચન રુચિર છે. અવલોકન અને અલંકાર રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૯)

સ્નપનં રુચિરં તરણં રુચિરં
  ભરણં રુચિરં શરણં રુચિરમ્ ।
રમણં રુચિરં શ્રવણં રુચિરં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧૦॥

સ્નાન ક્રિયા રુચિર છે. તરવું રુચિર છે. પોષણ કરવું રુચિર છે. શરણ રુચિર છે. ક્રીડા રુચિર છે. શ્રવણક્રિયા રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧૦)

કથનં રુચિરં સ્મરણં રુચિરં
  મનનં રુચિરં સ્તવનં રુચિરમ્ ।
વિનયો રુચિરો ઘટનં રુચિરં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧૧॥

વેણ રુચિર છે. સ્મરણ રુચિર છે. મનન રુચિર છે. સ્તવન રુચિર છે. વિનય રુચિર છે. ચેષ્ટા રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧૧)

અશનં રુચિરં મુખવાસ ઇહા-
  ચમનં રુચિરં નમનં રુચિરમ્ ।
જલપાનમહો રુચિરં શયનં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧૨॥

આ લોકમાં ભોજનવિધિ રુચિર છે. મુખવાસ રુચિર છે. આચમન રુચિર છે. નમન રુચિર છે. અહો! જલપાન-ક્રિયા રુચિર છે અને શયન પણ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧૨)

ગમનં રુચિરં દમનં રુચિરં
  શમનં રુચિરં જપનં રુચિરમ્ ।
તપનં રુચિરં યજનં રુચિરં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧૩॥

ચાલવું રુચિર છે. ઇન્દ્રિયોનું દમન રુચિર છે. મનને વશ કરવું રુચિર છે. મંત્ર, જાપ અને તપશ્ચર્યા રુચિર છે. પૂજન રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧૩)

હવનં રુચિરં યમનં રુચિરં
  ભજનં રુચિરં ત્યજનં રુચિરમ્ ।
ભવનં રુચિરં સદનં રુચિરં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧૪॥

(અહિંસામય અનેક યજ્ઞ કરવા અર્થાત્) હવન ક્રિયા રુચિર છે. ધર્મ-નિયમમાં વર્તાવવાની રીત રુચિર છે. ભજન રુચિર છે. ત્યાગ રુચિર છે. હાજરી (ઉપસ્થિતિ) અને આવાસ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧૪)

જનની રુચિરા જનકો રુચિરઃ
  સ્વજના રુચિરા મુનયો રુચિરાઃ ।
બટવો રુચિરાઃ પદગા રુચિરા
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧૫॥

માતા રુચિર છે. પિતા રુચિર છે. સ્વજનો રુચિર છે. સાધુઓ રુચિર છે. બ્રહ્મચારીઓ અને પાર્ષદો રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧૫)

અવનં રુચિરં રુચિરં રચનં
  હરણં રુચિરં રુચિરં કરણમ્ ।
પઠનં રુચિરં રુચિરં રટનં
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧૬॥

રક્ષણ રુચિર છે. રચના (સર્જન) રુચિર છે. શરણાગતના દોષ હરવાની અલૌકિક રીત રુચિર છે. ધાર્મિક કાર્યો (ઉત્સવ સમૈયા) રુચિર છે. અભ્યાસ રુચિર છે. મંત્ર રટણ રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧૬)

વયુનં રુચિરં દ્રઢભક્તિવિરા-
  ગસદાચરણં રુચિરં રુચિરાઃ ।
પરિષન્ નિજભક્તજના રુચિરા
  રુચિરાધિપતે રખિલં રુચિરમ્ ॥૧૭॥

જ્ઞાન (બુદ્ધિમત્તા) રુચિર છે. દ્રઢ ભક્તિ, વૈરાગ્ય ને સદાચરણ (ધર્મ) રુચિર છે. સભા રુચિર છે. પોતાના ભક્તો રુચિર છે. આનંદદાયક સર્વ પદાર્થોના અધિપતિ આપનું સર્વ આનંદદાયી જ છે. (૧૭)

હરિકૃષ્ણ મુદાર - મનન્તમજં
  પ્રણતાર્તિહરં જલદાભતનુમ્ ।
કરુણાર્દ્રદ્રશં વૃષભક્તિસુતં
  નમનં વિદધે સુચિરં રુચિરમ્ ॥૧૮॥

ઉદાર, અનંત, અજન્મા, શરણાગતિના દોષોને હરનાર, મેઘ જેવા શ્યામ શરીરવાળા, કરુણાથી આર્દ્ર નેત્રવાળા, મનોહર એવા ધર્મ-ભક્તિના પુત્ર શ્રીહરિકૃષ્ણને ચિરકાળ પર્યંત હું નમસ્કાર કરું છું. (૧૮)

ઇદમર્થભૃતં મુનિ - નિત્યકૃતં
  રુચિરં સ્તવનં જનતા-પવનમ્ ।
શ્રુતમાત્ર - મનોમલ - નાશકરં
  જન - તાપહરં ભવતીષ્ટકરમ્ ॥૧૯॥

અર્થપૂર્ણ, જનસમુદાયને પવિત્ર કરનારું, શ્રવણમાત્રથી મનના મેલને નાશ કરનારું, જનના તાપને હરનારું, શ્રી નિત્યાનંદમુનિએ રચેલું આ રુચિર સ્તવન કલ્યાણકારી છે. (૧૯)

1. Ruchir Stotram

Sadguru Nityanand Swami

Paramādbhuta-divyavapū ruchiram
  Ruchirenghritalengulayo ruchirāh ।
Nakhamanḍala-mindunibham ruchiram
  ruchirādhipate rakhilam ruchiram ॥1॥

Param, adbhut ane divya deh ruchir (madhur – ānandkārī) chhe. Paganā taḷiyā ruchir chhe. Āngaḷīo ruchir chhe. Chandra samān kāntivāḷu nakh-manḍaḷ ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (1)

Prapade ruchire prasṛute ruchire
  mṛudu jānuyugam ruchiram ruchiram ।
Karihasta - nibhoruyugam ruchiram
  ruchirādhipate rakhilam ruchiram ॥2॥

Pagalā ruchir chhe. Banne hāthnī khullī hatheḷīo – anjali ruchir chhe. Hāthīnī sūnḍha jevā goḷ sundar banne sāthaḷ ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (2)

Kaṭipuṣhṭa - nitambayugam ruchiram
  Natanābhikajam jaṭharam ruchiram ।
Mṛudulau stananīlamaṇī ruchirau
  ruchirādhipate rakhilam ruchiram ॥3॥

Keḍ ane puṣhṭ banne nitamba ruchir chhe. Namatu nābhikamaḷ ruchir chhe. Udar ruchir chhe. Komaḷ-nīl-maṇi jevā banne stan ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (3)

Hṛudayam ruchiram pṛuthu-tungamurah-
  Sthalamansayugam ruchiram ruchirau ।
Karabhau karakanjatale ruchire
  ruchirādhipate rakhilam ruchiram ॥4॥

Hṛuday ruchir chhe. Vishāḷ ane ūpaḍatī chhātī ruchir chhe. Banne khabhā ruchir chhe. Banne karabh (kānḍāthī ṭachalī āngaḷīnā ant sudhāno bhāg athavā koṇīthī kānḍā sudhāno bhāg) ruchir chhe tathā kar-kamaḷnī banne hatheḷīo ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (4)

Bhujadanḍa - yugam ruchiram chibukam
  vidhumodakaram vadanam ruchiram ।
Rasanā ruchirā dashanā ruchirā
  ruchirādhipate rakhilam ruchiram ॥5॥

Bhuj-danḍ ruchir chhe. Dāḍhī ruchir chhe. Chandramāne paṇ ānand āpanāru āpanu mukh-kamaḷ ruchir chhe. Jihvā ane dant-pankti ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī j chhe. (5)

Jalajopam - kanṭhashiro ruchiram
  Tilapuṣhpa-nibhā sunasā ruchirā ।
Adharau ruchirāvalikam ruchiram
  ruchirādhipate rakhilam ruchiram ॥6॥

Shankhnī samān kanṭh ruchir chhe. Mastak ruchir chhe. Talanā puṣhp jevī sundar nāsikā ruchir chhe. Banne hoṭh ane lalāṭ ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (6)

Aruṇe chapale nayane ruchire
  Smarachāpanibhe muni-shāntikare ।
Bhrukuṭī ruchire shravaṇau ruchirau
  ruchirādhipate rakhilam ruchiram ॥7॥

Lāl ane chanchaḷ evā banne netro ruchir chhe. Kāmdevnā dhanuṣhya samān ane munione shānti āpanārī evī banne bhrūkuṭī ruchir chhe. Banne kān ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (9)

Harichandan - charchit - mangamalam
  Tilakam ruchiram kusumābharaṇam ।
Bahushastilakā ruchirāshchikurā
  ruchirādhipate rakhilam ruchiram ॥8॥

Kesar chandanthī charchelu shobhāyamān ang ruchir chhe. Tilak ruchir chhe. Puṣhpanā ābhūṣhaṇo ruchir chhe. (Sharīr par jaṇātā) ghaṇā tal-chihno tathā mastaknā kesh ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (8)

Sitasūkṣhma-ghanam vasanam ruchiram
  Muniranjanakam vachanam ruchiram ।
Avalokan - mābharaṇam ruchiram
  ruchirādhipate rakhilam ruchiram ॥9॥

Shvet, zīṇu ane ghaṭṭa vastra ruchir chhe. Munione prasanna karanāru vachan ruchir chhe. Avalokan ane alankār ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (9)

Snapanam ruchiram taraṇam ruchiram
  Bharaṇam ruchiram sharaṇam ruchiram ।
Ramaṇam ruchiram shravaṇam ruchiram
  ruchirādhipate rakhilam ruchiram ॥10॥

Snān kriyā ruchir chhe. Taravu ruchir chhe. Poṣhaṇ karavu ruchir chhe. Sharaṇ ruchir chhe. Krīḍā ruchir chhe. Shravaṇ-kriyā ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (10)

Kathanam ruchiram smaraṇam ruchiram
  mananam ruchiram stavanam ruchiram ।
Vinayo ruchiro ghaṭanam ruchiram
  ruchirādhipate rakhilam ruchiram ॥11॥

Veṇ ruchir chhe. Smaraṇ ruchir chhe. Manan ruchir chhe. Stavan ruchir chhe. Vinay ruchir chhe. Cheṣhṭā ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (11)

Ashanam ruchiram mukhavās ihā-
  Chamanam ruchiram namanam ruchiram ।
Jalapānamaho ruchiram shayanam
  ruchirādhipate rakhilam ruchiram ॥12॥

Ā lokmā bhojan-vidhi ruchir chhe. Mukhvās ruchir chhe. Āchaman ruchir chhe. Naman ruchir chhe. Aho! Jalpān-kriyā ruchir chhe ane shayan paṇ ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (12)

Gamanam ruchiram damanam ruchiram
  Shamanam ruchiram japanam ruchiram ।
Tapanam ruchiram yajanam ruchiram
  ruchirādhipate rakhilam ruchiram ॥13॥

Chālavu ruchir chhe. Indriyonu daman ruchir chhe. Manne vash karavu ruchir chhe. Mantra, jāp ane tapashcharyā ruchir chhe. Pūjan ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (13)

Havanam ruchiram yamanam ruchiram
  Bhajanam ruchiram tyajanam ruchiram ।
Bhavanam ruchiram sadanam ruchiram
  ruchirādhipate rakhilam ruchiram ॥14॥

(Ahinsāmay anek yagna karavā arthāt) havan kriyā ruchir chhe. Dharma-niyammā vartāvavānī rīt ruchir chhe. Bhajan ruchir chhe. Tyāg ruchir chhe. Hājarī (upasthiti) ane āvās ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (14)

Jananī ruchirā janako ruchirah
  Svajanā ruchirā munayo ruchirāh ।
Baṭavo ruchirāh padagā ruchirā
  ruchirādhipate rakhilam ruchiram ॥15॥

Mātā ruchir chhe. Pitā ruchir chhe. Svajano ruchir chhe. Sādhuo ruchir chhe. Brahmachārīo ane pārṣhado ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (15)

Avanam ruchiram ruchiram rachanam
  Haraṇam ruchiram ruchiram karaṇam ।
Paṭhanam ruchiram ruchiram raṭanam
  ruchirādhipate rakhilam ruchiram ॥16॥

Rakṣhaṇ ruchir chhe. Rachanā (sarjan) ruchir chhe. Sharaṇāgatnā doṣh haravānī alaukik rīt ruchir chhe. Dhārmik kāryo (utsav samaiyā) ruchir chhe. Abhyās ruchir chhe. Mantra raṭaṇ ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (16)

Vayunam ruchiram draḍha-bhaktivirā-
  Gasadācharaṇam ruchiram ruchirāh ।
Pariṣham nija-bhaktajanā ruchirā
  ruchirādhipate rakhilam ruchiram ॥17॥

Gnān (buddhimattā) ruchir chhe. Draḍh bhakti, vairāgya ne sadācharaṇ (dharma) ruchir chhe. Sabhā ruchir chhe. Potānā bhakto ruchir chhe. Ānand-dāyak sarva padārthonā adhipati āpanu sarva ānand-dāyī ja chhe. (17)

Harikṛuṣhṇa mudār - manantamajam
  Praṇatārtiharam jaladābhatanum ।
Karuṇārdradrasham vṛuṣha-bhakti-sutan
  Namanam vidadhe suchiram ruchiram ॥18॥

Udār, anant, ajanmā, sharaṇāgatinā doṣhone haranār, megh jevā shyām sharīravāḷā, karuṇāthī ārdra netravāḷā, manohar evā dharma-bhaktinā putra Shrī Harikṛuṣhṇane chirakāḷ paryant hu namaskār karu chhu. (18)

Idamarthabhṛutam muni - nityakṛutam
  Ruchiram stavanam janatā-pavanam ।
Shruta-mātra - manomal - nāshakaram
  Jan - tāpaharam bhavatīṣhṭakaram ॥19॥

Arthapūrṇa, jan-samudāyne pavitra karanāru, shravaṇ-mātrathī mannā melne nāsh karanāru, jannā tāpne haranāru, Shrī Nityānandmunie rachelu ā ruchir stavan kalyāṇkārī chhe. (19)

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ