સ્તોત્ર સિન્ધુ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્

પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ (અમદાવાદ) (શાર્દૂલવિક્રીડિતમ)

વૈરાગ્યેણ દૃઢેન બાલ્યવયસિ ત્યક્ત્વા ગૃહં બાન્ધવાન્
અન્વિષ્ટાચ્ચ સુતોષિતાચ્ચ ગુરુતો વિજ્ઞાનમાસાદ્ય ચ ।
સદ્‌બોધેન વિમોચયસ્યનુગતાન્ દેશે મુમુક્ષૂનટન્
પૂજાર્હં પ્રણમામિ યજ્ઞપુરુષં શાસ્ત્રપ્રવીણં મુદા ॥૧॥

બાલ્યાવસ્થ છતાં કીધો ગૃહ કુટુંબી આદિના ત્યાગને,
શોધી સદ્‌ગુરુને પ્રસન્ન કરી પામ્યા એથી વિજ્ઞાનને;
દ્યો છો મોક્ષ મુમુક્ષુને ફરી ફરી,દેશાંતરે બોધથી,
એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. (૧)

શુશ્રૂષાં કૃતવાન્ ગુરોરગણયન્ પ્રાગ્જેરુપાધીન્ બહૂન્
સેવાયા અચલં વ્રતં ધૃતવતા ભીતં ન કસ્માદપિ ।
આજ્ઞાં પાલયતાનુભૂતમતુલં શારીરકષ્ટં ગુરોઃ
પૂજાર્હં પ્રણમામિ યજ્ઞપુરુષં શાસ્ત્રપ્રવીણં મુદા ॥૨॥

ગુરુવર્ય પ્રાગજી તણી કરી, સેવા ઉપાધિ સહી,
રાખી ટેક સદા અવિચળ ગ્રહી, પરવા ન કો’ની કરી;
આજ્ઞા શ્રી ગુરુની મહીં તન કર્યું, ચૂરેચૂરા પ્રેમથી,
એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. (૨)

શાસ્ત્રં જીવણરંગતઃ શ્રુતવતા વેદાદિ તાભ્યાં ત્વયા
સાકાર – પ્રકટેશ્વરાક્ષરપતે – રધ્યાપિતોપાસના ।
શાસ્ત્રર્થા વિહિતાઃ સભાસુ વિજિતા વાદૈઃ પ્રતિસ્પર્ધિનઃ
પૂજાર્હં પ્રણમામિ યજ્ઞપુરુષં શાસ્ત્રપ્રવીણં મુદા ॥૩॥

જીવણ રંગ થકી વ્યાકરણ ને, વેદાદિ શાસ્ત્રો ભણ્યા,
શીખાવી વળી એહને પ્રગટની, સાકાર ઉપાસના;
શાસ્ત્રાર્થો કરી પંડિતો ભરી સભા, માંહી જીત્યા વાદથી,
એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. (૩)

કારુણ્યેન વસુન્ધરાં હરિવરો યુક્તોઽક્ષરેણાયયૌ
આજ્ઞા શ્રીહરિણા કૃતા પ્રથયિતું ભક્તિં હરેરીદ્રશીમ્ ।
આજ્ઞાં પાલયતા દુરાગ્રહવતાં સોઢાસ્ત્વયોપદ્રવાઃ
પૂજાર્હં પ્રણમામિ યજ્ઞપુરુષં શાસ્ત્રપ્રવીણં મુદા ॥૪॥

શ્રીજી અક્ષર યુક્ત પૃથ્વી ઉપરે, આવ્યા કરુણા કરી,
વાર્તા એહ ઉપાસનાની કરવા, આજ્ઞા હરિની ધરી;
તેમાં નિત્ય દુરાગ્રહી તણી સહી, ઉપાધિને મૌનથી,
એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. (૪)

શ્રીબોચાસણધામ – રમ્યાસિક્તાઃ પૂતાઃ પદૈઃ શ્રીહરેઃ
સંકલ્પો વિહિતસ્ત્વયાક્ષરપતે – મૂર્તિપ્રતિષ્ઠાપને ।
ભક્તેભ્યેઽક્ષરમન્દિરં રચયતા પ્રૌઢં મહો દર્શિતમ્
પૂજાર્હં પ્રણમામિ યજ્ઞપુરુષં શાસ્ત્રપ્રવીણં મુદા ॥૫॥

શ્રી બોચાસણ ધામ છે રમણ રેતી જ્યાં હરિ વિચર્યા,
ત્યાં સંકલ્પ કર્યો શ્રી અક્ષર પ્રભુની મૂર્તિઓ સ્થાપવા;
સ્થાપી પ્રૌઢ પ્રતાપ ભક્ત જનને, દેખાડિયો હર્ષથી,
એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. (૫)

શ્રદ્ધાયુક્ત – મુમુક્ષુરેત્ય શરણ કુર્યાદ્ ભવત્સેવનાં
સન્તાપાંસ્ત્રિવિધાન્નિવાર્ય સકલાન્ ભૂયાદ્ ભવાન્ શાંતિદઃ ।
દેહો ભક્તહિતાર્થમેવ ભવતા બ્રહ્માર્પિતો ધાર્યતે
પૂજાર્હં પ્રણમામિ યજ્ઞપુરુષં શાસ્ત્રપ્રવીણં મુદા ॥૬॥

શ્રદ્ધા યુક્ત મુમુક્ષુ કોઈ શરણે, આવી કરે સેવના,
ટાળી તાપ ત્રિવિધ દોષ સઘળા, શાંતિ દિયો છો સદા;
આ બ્રહ્માર્પણ દેહ ભક્ત અરથે રાખ્યો કરી હર્ષથી,
એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. (૬)

ધર્મજ્ઞાન – વિરાગભક્તય ઇમે એકાન્તિકાનાં ગુણાઃ
ચત્વારશ્ચ ભવન્તિ પંચમમિદં શુશ્રૂષણં શ્રીહરેઃ ।
શ્રેયસ્કારિગુણાઃ હરેર્મુનિવરં ત્વાં ભૂષયન્તેઽખિલાઃ
પૂજાર્હં પ્રણમામિ યજ્ઞપુરુષં શાસ્ત્રપ્રવીણં મુદા ॥૭॥

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભગતિ સૌ, એકાન્તિકના છે ગુણો,
સેવા શ્રીહરિ તુલ્ય નિત્ય કરવા, પંચે પૂરાં લક્ષણો;
છો આભૂષિત સર્વ ગુણ હરિના, કલ્યાણકારી થકી,
એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. (૭)

નામોચ્ચારમહિત્વમેવ મલિનં સંકલ્પમાખંડતે
કિંચાન્તઃશરણં પ્રશામયતિ યત્ સંસારચક્રાનલાન્ ।
યત્પાદામ્બુજલોલુપા હરિજના ગાયન્તિ શુભ્રં યશસ્-
તસ્મિન્ યજ્ઞપુરુષદાસ-ચરણે પ્રીત્યા નમસ્યાસ્તુ મે ॥૮॥

ગુજરાતી અષ્ટક: સદ્‌ગુરુ નિર્ગુણદાસ સ્વામી અને ચતુરભાઈ પટેલ (સોજીત્રા)

જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા,
જેને શરણ થયા પછી ભવ તણા, ફેરા વિરામી ગયા;
જેનું ગાન દશો દિશે હરિજનો, ગાયે અતિ હર્ષથી,
એવા યજ્ઞપુરુષદાસ તમને, પાયે નમું પ્રીતથી. (૮)

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ