☰ stotra

સ્તોત્ર સિન્ધુ

ભગવાન સ્વામિનારાયણે સમાજના ઉન્નયન માટે તથા ભક્તિના પ્રવર્તન માટે સાહિત્ય, સંગીત, કળા આદિને સ્વીકાર્યાં છે, તેવી જ રીતે સંસ્કૃત ભાષાના અધ્યયનને પણ બ્રહ્મવિદ્યાના એક અંગરૂપે-ભક્તિના ઉપકરણ રૂપે અપનાવ્યું છે. આથી તેમણે પોતાના પરમહંસોને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કરાવી તેમના દ્વારા પ્રસ્થાનત્રયી ઉપર બ્રહ્મ-પરબ્રહ્મ ઉપાસનાનાં ભાષ્યો, તેમનાં દિવ્ય ચરિત્રોના ગ્રંથો વગેરે રચાવ્યાં. પરમહંસોએ સંસ્કૃતમાં ભગવાનની સ્તુતિનાં અષ્ટકો અને કેટલાંયે ભક્તિ-પદો પણ રચ્યાં છે, જે સંસ્કૃત સાહિત્યનો અનુપમ ખજાનો છે.

સંપ્રદાયમાં પહેલેથી જ મંદિરોમાં જુદા જુદા સમયે આ સંસ્કૃત સ્તોત્રો ગવાતાં આવ્યાં છે. જૂનાગઢમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પણ સંસ્કૃતના અધ્યયનને ખૂબ પુષ્ટિ આપેલી. ત્યાં પણ શ્રીજીમહારાજના સર્વોપરી મહિમાનાં કેટલાંક અષ્ટકો-સ્તોત્રો વિશેષપણે ગવાતાં. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સંતોને સંસ્કૃત ભણાવી એ સ્તોત્રોને દરરોજ ગાવાની આજ્ઞા કરી, જે મુજબ મંદિરોમાં આ સ્તોત્રો આજેય ગવાય છે.

મધુર રાગ-ઢાળમાં ગવાય એવા કેટલાંક લલિત અને મનહર સ્તોત્રોનો આ સંગ્રહ છે. આ સંગ્રહમાં શ્રીજીમહારાજ પછી તેમની ગુરુ પરંપરામાં આવતા બ્રહ્મસ્વરૂપ સંતવર્યોની સ્તુતિનાં અષ્ટકો પણ સમાવિષ્ટ કર્યાં છે.

સૌ ભક્તોને આ સ્તોત્રો ગાવાથી શ્રીજીમહારાજ અને ગુરુજનો પ્રત્યે વિશેષ ને વિશેષ ભક્તિભાવ જાગ્રત થાય અને મહિમા તથા પ્રાપ્તિનો આનંદ અનુભવાય એ અભ્યર્થના.

close

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ