home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) જય સદ્‌ગુરુ સ્વામી (આરતી - ધૂન્ય - અષ્ટક)

સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી રચિત આરતી ‘જય સદ્‌ગુરુ સ્વામી’ સ્વામિનારાયણ સંપ્રદાયની પહેલી આરતી છે. મુક્તાનંદ સ્વામીએ કાર્તિક સુદ ૧૦, સંવત ૧૮૫૯ના દીને સહજાનંદ સ્વામીની આરતી ઉતારી હતી, તેનો ઇતિહાસ આ પ્રમાણે છે.

નીલકંઠ વર્ણીએ લોજમાં પધારી પોતાના વનવિચરણની સમાપ્તિ કરી. તે સમયે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ સંભાળતા હતા. મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના મોટેરા શિષ્યોએ એવો નિરધાર કરી રાખ્યો હતો કે જો કોઈ પોતાની હથેળીમાં લક્ષ્મીનાં ઝાંઝર દેખાડે તો પણ કેવળ રામાનંદ સ્વામીને જ ભગવાન માનવા. મુક્તાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીની સિદ્ધ દશા જોઈને પ્રતાપી પુરુષ જણાયા ખરા પરંતુ તેમનો યથાર્થ મહિમા અત્રે સમજી શક્યા નહોતા. બાદ નીલકંઠ વર્ણીએ રામાનંદ સ્વામી દ્વારા દિક્ષા લઈને નારાયણમુનિ અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યાં અને રામાનંદ સ્વામીએ ધર્મધુરા નવા અને નાના સહજાનંદ સ્વામીને સોંપીને સ્વધામ પધારી ગયા.

મુક્તાનંદ સ્વામી અને અન્ય હરિભક્તોએ સહજાનંદ સ્વામીને વધાવી લીધા, પણ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામી પ્રત્યે ગાઢ સ્નેહ હોવાને કારણે રામાનંદ સ્વામીના જેવો ભાવ સહજાનંદ સ્વામી પ્રત્યે બેસતો નહોતો. તથાપી, મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની આજ્ઞા પાળવામાં તત્પર હતા. તેથી મહારાજે તેમને આજ્ઞા કરી કે કચ્છના હરિભક્તોને રામાનંદ સ્વામી સ્વધામ પધાર્યાથી દુઃખ થયું હશે માટે આશ્વાસન આપવા ત્યાં વિચરણ કરવા જાવ. આજ્ઞા શિરે ચઢાવી મુક્તાનંદ સ્વામી કચ્છમાં વિચરણ કરતા હતા.

મહારાજ સૌને સમાધિ કરાવે છે અને દર્શનમાત્રે અનંત ભક્તોના નાડીપ્રાણ ખેંચાઈ જાય છે તેવી વાત કચ્છમાં મુક્તાનંદ સ્વામીને કાને સાંભળવામાં આવી હતી. તેમને સમાધિની વાતમાં પ્રતીતિ આવી નહિ. તેમને સત્સંગ વિશે અતિશય લાગણી. તેથી તેમને મનમાં મંથન થવા લાગ્યું. તેમને સમાધિની વાત અશક્ય લાગી. સમાધિની વાત કરનારાની સમજણ કાચી છે એમ લાગ્યું. આટલાં વર્ષોથી હું સત્સંગમાં છું, પણ મેં આવી કોઈ વાત સાંભળી નથી. આવી સત્સંગ પ્રત્યેની આત્મબુદ્ધિથી પ્રેરાઈને તેઓ જ્યારે મહારાજ મેઘપુર આવ્યા, ત્યારે મહારાજને એકાંતમાં ઓરડીમાં લઈ જઈ ઠપકો આપવા લાગ્યા:

“મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી;

સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી.

તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય;”

[નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘ભક્તચિંતામણિ’ - પ્રકરણ ૪૯]

એમ ઘણો ઠપકો આપ્યો.

ત્યારે મહારાજે કહ્યું, “સહુ હરિભક્તો ભેગા મળીને રામાનંદ સ્વામીનું ભજન કરે છે. તે કરતાં કરતાં કેટલાકનાં નાડીપ્રાણ તણાઈ જાય છે અને સમાધિ થઈ જાય છે.”

પછી મહારાજે મુક્તાનંદ સ્વામીના શિષ્ય સંતદાસને બોલાવ્યા. તેમની સામે દૃષ્ટિ કરી. તરત તેનાં નાડીપ્રાણ ખેંચાઈ ગયા. તેમને સમાધિ થઈ ગઈ. ત્યારે મહારાજે કહ્યું, “મુક્તાનંદ સ્વામી! તમો નાડીપરીક્ષા જાણો છો. માટે સંતદાસની હાથ-પગની નાડી જુઓ. ઊઠી શકે તો ઉઠાડી જુઓ.”

મુક્તાનંદ સ્વામીએ ઘણી રીતે નાડીપરીક્ષા કરી જોઈ, પણ સંતદાસ તો શબવત્ થઈ ગયા હતા.

થોડી વારે સંતદાસજી સમાધિમાંથી જાગ્યા. મહારાજે સંતદાસજીને કહ્યું, “સમાધિમાં જે દર્શન થયાં હોય તેની વાત કરો.”

સંતદાસજીએ કહ્યું, “સમાધિમાં અક્ષરધામમાં ગયો હતો. ત્યાં દિવ્ય સિંહાસન પર મહારાજને બિરાજમાન જોયા અને ત્યાં સેવામાં ઊભેલા ગુરુ રામાનંદ સ્વામીને સ્તુતિ કરતા જોયા. શિવ, બ્રહ્માદિક અનંત દેવો, ઋષિઓ અને અવતારોને મહારાજની એક પગે ઊભા રહી સ્તુતિ કરતા જોયા. પછી રામાનંદ સ્વામીએ મને કહ્યું કે મુક્તાનંદ સ્વામી કેમ માનતા નથી? સાચી વાત ખોટી નહિ ઠરે. અંતે સૌને સાચી સમજાશે.”

મુક્તાનંદ સ્વામીએ આ બધું સાંભળ્યું પણ સંતોષ થયો નહિ. મનમાં શાંતિ વળી નહિ.

પછી મહારાજ અને સંતો કાલવાણી ગયા. કાલવાણીમાં મહારાજ સંતો-હરિભક્તો સાથે દૂર નાહવા ગયા. મુક્તાનંદ સ્વામી પર્વતભાઈની સાથે ખાખરાના વનમાં નજીકમાં દિશાએ ગયા. દિશાએ જઈને આવતા હતા, ત્યાં રામાનંદ સ્વામીનાં સાક્ષાત્ દર્શન થયાં. મુક્તાનંદ સ્વામીએ તુંબડું બાજુએ મૂકી દીધું. રામાનંદ સ્વામીને દંડવત્ પ્રણામ કર્યા. આંખમાં આંસુ આવી ગયાં. સજળ નેત્રે તેમણે બધી વાત રામાનંદ સ્વામીને કરી.

પછી રામાનંદ સ્વામીએ તેમને આશ્વાસન આપ્યું અને યાદ કરાવતાં કહ્યું, “મેં નહોતું કહ્યું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલના ભજવનારા તો હજી હવે આવશે! તે આ વર્ણી છે. અને મેં તો રૂની ગંજીમાંથી એક પૂણી કાંતી છે, હજી આખી ગંજી કાંતવાની બાકી છે. તેના કાંતનાર આ મહારાજ છે. તે આપણા સૌના ઇષ્ટદેવ છે.” એમ કહ્યું ત્યારે મુક્તાનંદ સ્વામીનો સંશય ટળી ગયો. અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા. હૈયું હાથ ન રહ્યું. તેમણે તત્કાળ જ,

ભ્રમણા ભાંગી રે હો હૈયાની, વાત કેને નથી એ કહ્યાની,

વીતી હોય તે રે હો જાણે.

એ કીર્તન બનાવ્યું અને હસતા મુખે ગાતાં આવ્યા.

એટલે પર્વતભાઈએ તેમના મુખ પર આનંદ જોઈને પૂછ્યું, “સ્વામી! કાંઈ લાધ્યું? આટલા આનંદમાં કેમ જણાઓ છો?”

ત્યારે મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનાં થયેલાં દર્શન સંબંધી વાત કરી. પછી તો નાહી-ધોઈને ત્યાં વનમાંથી ફૂલો લઈ માળા કરી, ઉતારે આવ્યા. ઉપર લટકાવી રાખેલ રામાનંદ સ્વામીનો ગાદી, તકિયો ઉતરાવ્યો. રામાનંદ સ્વામીની પાદુકા ઉતારી, મહારાજ નાહીને ઉતારામાં દાખલ થયા ત્યારે પરાણે રામાનંદ સ્વામીની પાદુકા પહેરાવી અને મહારાજે ઘણી ના કહી છતાં ઉપાડીને રામાનંદ સ્વામીના આસને બેસાર્યા. ચંદન ચર્ચી, ફૂલની માળા પહેરાવી અને ‘જય સદ્‌ગુરુ સ્વામી’ એ આરતી બનાવી, ગાતાં ગાતાં મહારાજની આરતી ઉતારી. પછી પોતાને થયેલ રામાનંદ સ્વામીનાં સાક્ષાત્ દર્શનની વાત સભામાં કરી. મહારાજને સાષ્ટાંગ દંડવત્ કર્યા. મહારાજ પણ મુક્તાનંદ સ્વામી પર અતિશય પ્રસન્ન થયા.

આ. સં. ૧૮૫૯ના કાર્તિક સુદ દશમીનો એ દિવસ હતો. પછી તો મુક્તાનંદ સ્વામીના વચને અને સ્પર્શે પણ કેટલાય જીવોને સમાધિ થતી. મુક્તાનંદ સ્વામીની ભ્રાંતિ ટળી ગઈ અને તેમને મહારાજનું સ્વરૂપ ઓળખાયું.

History

(1) Jay sadguru Swāmī (Ārtī - Dhūnya - Aṣhṭak)

‘Jay Sadguru Swami...’ is the first and original ārti composed by Muktanand Swami on Friday, Kartik sud 10, 1859 (Nov 5, 1802) in Kalwani.

Prior to writing this ārti, Muktanand Swami had devoutly accepted Ramanand Swami as the manifest God in the form of a guru. Ramanand Swami himself proclaimed that he was merely a ‘drum-beater’ (a person who gathers the crowd for travelling entourages that perform acrobatics) meaning, he was gathering faithful followers; for the real performer - Purushottam Narayan - was yet to come.

That Purushottam Narayan, in the form of Nilkanth Varni, arrived in Loj, met Muktanand Swami, remained in his āgna for several months before meeting Ramanand Swami. Ramanand Swami realized that his days were setting and needs to hand over the reigns of the sampradāy to Nilkanth Varni. Hence, he gave dikshā to the Varni and gave him two new names: Narayan Muni and Sahajanand Swami. A few months later, in Jetpur, Ramanand Swami appointed Sahajanand Swami as his successor to the agreement of senior sadhus and devotees. Having accomplished the reason for his birth, Ramanand Swami reverted back to dhām.

Muktanand Swami, a senior to Sahajanand Swami by age and merit, accepted Ramanand Swami’s appointment. Soon after his appointment, Maharaj started granting people the bliss of samādhi where they experienced the vision of Kailas, Golok, Vaikunth, and other abodes of God. Some even experienced the bliss of his own abode - Akshardham. According to the scriptures, the bliss of samādhi can only be experienced by mastering ashtāng-yog, a feat that has been mastered by only a few. Muktanand Swami could not accept this and became suspicious of Maharaj: Did the new appointment exploit his humble nature? Did he start performing black magic?

Maharaj had sent Muktanand Swami to Kutch to console the devotees who experienced grief of Ramanand Swami’s passing away. Here, Muktanand Swami learnt that Maharaj was granting samādhi to all. He had heard how by the mere darshan of Maharaj, the heart of devotees ceased to beat. He could not readily accept these stories about such easily attained samādhi. He was greatly puzzled about it because he had great affection for Satsang. The stories about samādhi appeared impossible to him. He thought that perhaps those who talked about samādhi had not understood the facts properly. He thought, “During my long association with the Satsang I have never heard such stories before.” Therefore, when Maharaj came to Meghpur, out of his attachment for Satsang, Muktanand Swami took Maharaj to a private room and started scolding him:

“Mahārāj diyo ā pākhand meli, Satsangmā na thavu feli;

Samādhi kai nathi soyali, Mota yogi ne pan doyali.

Te to jene tene kem thay, Bijā mane ame na manāy.”

“Maharaj, give up this pretence. Do not allow it to spread in the Satsang. Samādhi is not easy to attain. It is rarely attained even by great yogis. So how can anyone and everyone attain it? Let others believe this, but I cannot so easily believe it.” (Bhaktachintamani - Prakaran 49; Nishkulanand Swami)

Maharaj then explained to him, “All the devotees get together and sing bhajans of Ramanand Swami. Doing that, some of devotees attain samādhi.”

Then Maharaj asked Santdas, a disciple of Muktanand Swami, to meditate. Instantly, his heart stopped and he attained samādhi. Maharaj then spoke to Muktanand Swami, “Muktanand Swami, you know how to check the pulse. Why don’t you examine the pulses in Santdas’s arms and legs? If you can, try to wake him up.” Muktanand Swami thoroughly examined Santdas, who lay there like a corpse.

After some time, Santdas woke up from the samādhi. Maharaj said to Santdas, “Describe the darshan that you had during samādhi.”

Santdas spoke, “I had been to Akshardham while in samādhi. There, I saw Maharaj seated on a divine throne. I saw guru Ramanand Swami serving and praying to Maharaj. I also saw innumerable deities, such as, Shiv, Brahma and other avatārs standing on one leg worshiping Maharaj. Then Ramanand Swami asked me, “Why does Muktanand Swami not believe? A fact will remain a fact. It will not turn false. All will be convinced in the end.” Muktanand Swami listened to all this, but was not satisfied. He did not feel peace of mind.

Then Maharaj and the sadhus went to Kalvani. There Maharaj, the sadhus and devotees went to bathe at a place away from the town. Muktanand Swami, accompanied by Parvatbhai, went to answer the call of nature in a nearby forest of khakhra trees (butea frondosa). On their way back from the jungle, Ramanand Swami appeared to Muktanand Swami. He left his gourd and prostrated at the feet of Ramanand Swami. Tears began to roll down his cheeks. With tearful eyes he narrated everything to Ramanand Swami. Ramanand Swami consoled him and reminded him, “Hadn’t I told you that I was just a drum-beater. The real actor was yet to come. He is this Varni. I have spun just a sliver from the huge piles of cotton. The whole lot is yet to be spun. It will be spun by this Maharaj. He is our God.” On hearing this, all doubts disappeared from the mind of Muktanand Swami. A fountain of divine joy spontaneously sprouted in his heart. He could not restrain his joy and instantly composed the following kirtan and joyfully sang it: “Bhramanā bhāngi re ho haiyāni, Vāt kene nathi re kahyāni, Viti hoy te re ho jāne.” – “All doubts have been resolved. It cannot be explained to anybody. Only the sufferer can know what he feels and how he feels about it.”

When Parvatbhai saw the joy on Swami’s face, he asked, “Swami, have you won something? Why are you in such cheerful mood?”

Muktanand Swami talked to him about the darshan of Ramanand Swami. Then he bathed and collected some flowers from the forest. He made a garland and returned to their lodgings. He asked for the seat and pillow used by Ramanand Swami, and the wooden slippers worn by Ramanand Swami. When Maharaj arrived there after his bath, Muktanand Swami urged Maharaj to wear the wooden slippers and despite Maharaj’s reluctance sat him on Ramanand Swami’s seat. Then he applied sandalwood paste on Maharaj’s forehead and lovingly garlanded him. He instantly composed the ārti, “Jai Sadguru Swami…” and while singing it performed the ārti.

Then he described to the assembly the darshan given to him by Ramanand Swami and respectfully offered prostrations to Maharaj. Maharaj also bestowed great pleasure upon Muktanand Swami. That day was Kartik sud 10, Samvat 1859 (5 November 1802 ce). Thereafter, many people attained samādhi at the mere word or touch of Muktanand Swami. All his doubts dissolved and Muktanand Swami came to know the divine form of Maharaj.

 

ઇતિહાસ

(૨) જય સદ્‌ગુરુ સ્વામી (આરતી - ધૂન્ય - અષ્ટક)

મે ૨૦૦૫ની આસપાસ, જે આરતી પરંપરાગત ગવાતી હતી તેના શબ્દોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. બી.એ.પી.એસ.ના વિદ્વાન સંતોએ આરતીની હસ્તપ્રતો મેળવી અને જે શબ્દો મુક્તાનંદ સ્વામીએ લખ્યા હતા તેના આધારે ફેરફાર કર્યો હતો. નીચે મુજબ એક હસ્તપ્રત છે:

જે શબ્દોમાં ફેરફાર થયા હતા તે આ પ્રમાણે છે:

‘ચરણે શીશ ધર્યાથી’ને બદલે ‘ચરણે ચિત્ત ધર્યાથી’

‘નારાયણ નરભ્રાતા’ને બદલે ‘નારાયણ સુખદાતા’

‘સુગમ કરી સિદ્ધિ’ને બદલે ‘સુગમ કરી સિધિ’

મે મહીનાના પ્રકાશમાં જે ફેરફાર કરવામાં આવ્યા હતા તે તથ્ય છે તેના કરાણો આપ્યા છે.

History

(2) Jay sadguru Swāmī (Ārtī - Dhūnya - Aṣhṭak)

In May of 2005, the words of the original ārti were changed to reflect the actual words written by Muktanand Swami that were revealed by examining the handwritten documents obtained. This finding was published in the Swaminarayan Prakash in May 2005.

The following changes were made: charane shish dharyathi to charane chitta charaythi, Narayan narbhrata to Narayan sukhdata, and sugam kari siddhi to sugam kari sidhi.

The reasons the above changes are the actual words were given in the Prakash article.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase