home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) નિર્વિકલ્પ ઉત્તમ અતિ (પ્રાર્થના - સ્તુતિ અષ્ટક)

રોજ સંધ્યા આરતી પછી ગવાતી પ્રાર્થના ‘નિર્વિકલ્પ ઉત્તમ અતિ’નો ઇતિહાસ આ પ્રમાણે છે:

સુરતના પ્રેમી હરિભક્તો અને શ્રી અર્દેશર કોટવાલના પ્રમભર્યા આમંત્રણથી ભગવાન સ્વામિનારાયણ સંવત ૧૮૮૧ના કાર્તિક વદ ૭ને દિવસ (૧૩-૧૧-૧૮૨૪) સુરત પધાર્યા હતા. નવ દિવસ દરમ્યાન મહારાજ અને સાધુઓ લાલકૃષ્ણ વાડીમાં રોકાયા.

એક દિવસ, મહારાજ અર્દેશર કોટવાલને મળીને તેમના બંગલેથી પાછા વળતા હતા. મહારાજ સાધુ અને હરિભક્તોનો સંઘ લઈને ચાલતા હતા. પ્રેમાનંદ સ્વામી અને બીજા સંતો ચાલતાં ચાલતાં કીર્તનો લલકારતા હતા. અચાનક, પ્રેમાનંદ સ્વામીને એક સ્ત્રીનો સુંદર સૂર સંભળાયો. આ સુરે સ્વામીનું ધ્યાન ઘેરી લીધું અને મન પણ તેમાં ખેંચાઈ ગયું. ભાન ભૂલીને સ્વામી ચાલતાં ચાલતાં ધીમા પડી ગયા અને સંઘ આગળ વધતો ગયો. મહારાજના ધ્યાનમાં પ્રેમાનંદ સ્વામીની મનોવૃત્તિનો ખ્યાલ આવી ગયો કે સ્વામી ભગવાન સંબંધી શબ્દને બદલે જગતના શબ્દમાં પરોવાઈ ગયા છે. માણકીને પાછી વાળી અને સ્વામી તરફ લઈ ગયા. મહારાજે ટકોર કરતાં સ્વામીને પૂછ્યું, “સ્વામી, કેમ પાછા પડી ગયા?”

પ્રેમાનંદ સ્વામીએ શરમાઈને મહારાજની માફી માગી. મહારાજે ત્યાં જ સ્વામીને ઉપદેશ આપ્યો, “તમારે સંગીત ઉપર નિયમન કરવું જોઈએ પણ સંગીત તમારા પર નિયમન કરે તેનું ધ્યાન રાખવું.” પછી સ્વામી સંઘ સાથે જોડાઈ ગયા અને સંગ વાડીએ પહોંચ્યો.

પછી મહારાજે પ્રેમાનંદ સ્વામીને બોલાવી કહ્યું, “માણસનું મન તેને ગમે ત્યાં દોરી જાય છે. સંગીત કળા તો સારી જ છે, પણ એ જો ભગવાનને પ્રસન્ન કરવામાં આવે તો જ લાભદાઈ છે. જ્યારે જગતને રીઝવવા ગાય છે અને વાજિંત્ર વગાડે છે, ત્યારે સંગીત કળા કાંઈ કામની નથી; એટલું જ નહીં, તે કળા સાધુ માટે વિઘ્નરૂપ બને છે. જ્યારે તમારું મન જગતના સંગીતમાં ખેંચાયું હતું તો તેના પ્રાયશ્ચિત્ત માટે ચાંદ્રાયણ ઉપવાસ કરવો.”

પ્રેમાનંદ સ્વામીએ તરત જ મહારાજની આજ્ઞા શીરે ચઢાવી. પછીના દિવસે પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને મળ્યા અને પૂછ્યું, “સ્વામી, એકાંતિક ધર્મના સિદ્ધાંતો મને સમજાવો, જેથી મહારાજની મરજી કોઈ દિવસ લોપાઈ જાય નહીં.” મુક્તાનંદ સ્વામીએ બે દિવસ સુધી પ્રેમાનંદ સ્વામીને એકાંતિક ધર્મ વિશે વાતો કરી. ચોથા દિવસે સ્વામીએ મહારાજ આગળ પ્રાર્થના ગાઈ:

“નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ,

માહાત્મ્યજ્ઞાનયુક્ત ભક્તિ તવ, એકાંતિક સુખધામ...”

સ્વામી કડીઓ ગાય અને મહારાજને દંડવત્ કરે. આવી રીતે ૧૨ કડીઓ પૂરી કરી. મહારાજે પણ ધ્યાનથી સ્વામીની પ્રાર્થના સાંભળી અને સ્વામીને આશીર્વાદ આપ્યા.

એ જ સાંજે, આરતી અને ધૂન બાદ મહારાજે પ્રેમાનંદ સ્વામીને આ નવી પ્રાર્થના ગાવા આજ્ઞા કરી. અને બધાને પણ આજ્ઞા કરી કે આજથી હવે આરતી પછી દરેકે આ પ્રાર્થના ગાવી.

History

(1) Nirvikalp uttam ati (Prārthanā - Stuti Aṣhṭak)

The history of the prārthanā ‘Nirvikalp Uttam Ati...’ that is sung during ārti is as follows:

At the loving insistence of the devotees of Surat, and in particular, Shri Ardeshar Kotwal, Shriji Maharaj had accepted their invitation to visit Surat. Maharaj arrived on 13 November 1824 (Kartik vad 7, Samvat 1881). For nine days, Maharaj and the accompanying sadhus and devotees stayed at Lalkrishna Vadi.

One day, Shriji Maharaj was returning from a visit to Ardeshar Kotwal’s bungalow. The procession of sadhus and devotees were walking towards the Vadi. On the way, Premanand Swami and other sadhus were singing bhajans. Suddenly, Premanand Swami’s musically sharp ears noted a melodious sound of a lady in the vicinity. He tuned his ears to the music and his mind became focused on it. Gradually, without him realizing it, he slowed his pace and fell behind the group. Shriji Maharaj’s keen observation noted that Premanand Swami had been left behind. So, he turned his mare, Manki, and rode up to him. Sweetly rebuking Premanand Swami, Maharaj said, “Swami, why have you fallen behind?”

Embarrassed by his lapse, Premanand Swami asked for Maharaj’s pardon. Maharaj pulled the reins and said, “You should have control over music, but music should not gain control over you.” Premanand Swami rejoined the procession and everyone arrived at the Vadi.

Later, Maharaj called Premanand Swami and told him, “Man’s nature will take him anywhere. The art of music is great, but it is of highest benefit only when used for pleasing God. When it is used as a form of mere worldly entertainment, it is of little value. Such worldly music is a hindrance even to sadhus. Since you were drawn by the sound of such music, as atonement you should observe the chāndrāyan fast.”

Premanand Swami accepted Maharaj’s command. The next morning Premanand Swami approached Muktanand Swami and asked him, “Please describe to me all the major features of ekāntik dharma, so that I never again lapse in observing Maharaj’s wish.” For two days, Muktanand Swami talked to Premanand Swami. On the third day, Premanand Swami composed a prayer in the Brij dialect of Hindi incorporating the salient points he had learnt from Muktanand Swami. On the fourth day, Premanand Swami sang the prayer before Shriji Maharaj:

“Nirvikalp uttam ati nishchay tav Ghanshyām,
Māhātmya-gnān-yukta bhakti tav, ekāntik sukhdhām...”

(Please grant me the highest level of faith in your divine form; may I develop unparalleled devotion towards you, together with knowledge of your glory...)

As he sang each couplet, Premanand Swami prostrated to Maharaj. In this way, he sang all twelve couplets and prostrated each time. Maharaj listened with total concentration and blessed him at the end.

That evening, after the ārti and dhun had been sung, Maharai told Premanand Swami to sing the new prayer. Then he instructed, “From today this new prayer should be sung daily after the evening ārti.”

The translation of this prārthanā is found here: ‘Nirvikalp Uttam Ati’ translation.

Ardeshar Kotwal was the chief police officer of Surat and was a Parsi by faith.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase