કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ
પ્રેમસખી પ્રેમાનંદ સ્વામી એટલે કીર્તનભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ. તેઓની કાવ્ય રચનામાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય પ્રેમ નીતરી આવે છે.
એક પ્રસંગે શ્રાવણ માસની ઠંડી રાત્રે જ્યારે જગતનાં જીવપ્રાણીમાત્ર સૂતાં હતાં ત્યારે એક પ્રેમસખી જાગતા હતા - તેમની કાવ્ય રચનામાં. તે દિવસની શ્રીજીની લીલાનું વર્ણન કરવા તેમનું મન તત્પર હતું. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો અને પ્રેમસખીની કલમથી કાગજ પર શબ્દો ટપકતા હતા. પ્રત્યક્ષ દર્શનની ઝંખણા હતી જ પણ શ્રીહરિ અક્ષર ઓરડીમાં પોઢી ગયા હતા.
પ્રેમાનંદ સ્વામીએ નિયમ લીધો હતો: મહારાજ તેમના ઉતારામાં પધાર્યા અને દર્શન દીધાં હતાં તે લીલા પ્રસંગ વર્ણવતું કીર્તન ચાર પદમાં રચવું. લખતાં લખતાં બે સુંદર પદ પૂરાં થયાં. જ્યારે ત્રીજું પદ આવ્યું ત્યારે પ્રેમાનંદ સ્વામીની કલમ અટકી અને મનમાં દ્વિધા શરૂં થઈ. પરંતુ સ્વામીએ નિર્ણય કર્યો કે ચાર પદ પૂરાં થતાં જ ખાવું-પીવું.
બીજે દિવસે સંતો મહારાજનો થાળ લઈને મહારાજને આપવા ગયા. મહારાજે નોંધી લીધું કે પ્રેમાનંદ સ્વામી હાજર નથી. મહારાજે તેમની ખબર પૂછી. સંતોએ જણાવ્યું, “મહારાજ, પ્રેમાનંદ સ્વામીના અંતરમાં કંઈક ઉદ્વેગ છે તેમ જણાય છે. થોડા દિવસથી બેચેનીને લીધે ખાતા-પીતા નથી. તેઓ સાધુના ઉતારામાં દિવસ વિતાવે છે.”
મહારાજ તરત સાધુના ઉતારા તરફ વળ્યા. આવીને પ્રેમાનંદ સ્વામીને મળ્યા અને વહાલથી પૂછ્યું, “સ્વામી, કેમ તમે જમવા નથી આવતા?”
પ્રેમાનંદ સ્વામીએ ફક્ત કહ્યું, “ભૂખ નથી.”
મહારાજે વળતો પ્રશ્ન પૂછ્યો, “પ્રેમાનંદ, તબીયત ઠીક તો છે ને? કેમ અસ્વસ્થ જણાવો છો?”
પ્રેમાનંદ સ્વામીએ પ્રશ્ન ટાળતાં બોલ્યા, “એવું તો કાંઈ નથી, મહારાજ.”
ત્યારે મહારાજે વાત્સલ્યથી કહ્યું, “પ્રેમાનંદ, તેમ અમને માતા સમાન, પિતા સમાન, અને ભગવાન સમાન સ્વીકાર્યા છે. તમે અમને તમારી દ્વિધા નહીં જણાવો તો કોણે જણાવશો?”
પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મીઠી વાત્સલ્ય વાણી સાંભળી આંસુઓ વહાવવા માંડ્યા. અને બોલ્યા, “મહારાજ, તમારી કૃપાથી મેં ઘણાં કીર્તનો રચ્યાં છે. આજે જ્યારે મેં ચાર પદ લખવાનો નિયમ લીધો ત્યારે બે જ પદ લખાયાં છે. બીજાં બે લખવા મારી જીભ અટકી ગઈ છે.”
મહારાજે સ્મિત કરતાં કહ્યું, “ચિંતા ન કરશો. એ તો અમારી ઇચ્છા હતી એટલે તમને શબ્દો સૂઝ્યા નહીં. અમારે તમારાં ચાર પદો પૂરાં કરવાં છે અને અમારા સ્વરૂપનું વર્ણન કરવું છે. જેમ અમે ગાઈએ તેમ તમે લખજો.”
મહારાજે ત્યારે ગાવાનું શરૂં કર્યું ‘બોલ્યા શ્રીહરિ રે...’ અને ‘વળી સહું સાંભળો રે...’. મહારાજે જેવી પોતાની ઓળખાણ કરાવી તેવી રીતે સ્વામીએ આ બે પદો લખી દીધાં. શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી, સર્વોપરી ભગવાન, વેદોની શ્રુતિઓ પણ વર્ણવતાં વામણી પડે, તેમની ઓળખાણ યથાર્થ સ્વયં પોતે આપે તેવી બીજા કોણ આપી શકે? માટે છેલ્લા બે ઓરડાના પદો પ્રસાદીના પદો છે, જેમાં પોતાનું સ્વરૂપ અને પોતાના ધામનું સ્વરૂપ નિરૂપ્યું છે. વળી એ ધામને પામવા માટે પોતાના આશ્રિતોને ઉપદેશ પણ આપ્યો છે.
History
(1) Āj māre orḍe re āvyā Avināshī albel
Premanand Swami is known for his unparalleled devotion to Maharaj. In the month of Shravan, one cold chilly night in Gadhada, complete darkness engulfed the village and it started to drizzle. Swami was composing kirtans in the sadhus’ residence. He had the darshan of Maharaj when he visited Swami during the day at his quarters. Swami yearned to behold the murti of Maharaj again; however, he could not visit Maharaj at this late hour in the rain as Maharaj was resting in Akshar Ordi. He sat down to write a new kirtan about Maharaj’s visit. Swami vowed to write a four-verse kirtan about what he had done to welcome him. He wanted to describe Maharaj, his clothes, his mannerism and his greatness. He wrote the first two verses of ‘Āj māre orde re...’. Then, Swami was stumped to find words for the third verse. An accomplished poet like Premanand Swami struggled to find words to finish his kirtan. Feeling distressed, Swami decided he would not eat or drink until he finished the kirtan.
One day, the sadhus went to serve lunch to Maharaj. Maharaj noticed that Premanand Swami was absent and asked where he was. One sadhu replied, “Maharaj, Premanand Swami has been looking a little upset recently and has not eaten for a few days. He is in the sadhus’ quarters.”
Maharaj immediately went alone to the sadhus’ quarters and said, “Swami, why have you not come to eat?”
Premanand Swami replied he was not hungry. Maharaj asked, “Premanand, are you feeling well? Why are you upset?”
Premanand Swami said, “It is nothing important, Maharaj.”
Maharaj then said in a comforting mother-like voice, “Premanand, having accepted me as your mother, father and your Lord, if you will not tell me your problem, then who are you going to tell?”
At this point, Premanand Swami broke into tears and said to Maharaj, “With your blessings I have composed many kirtans; but this time, I have only managed two.”
Maharaj smiled at Premanand Swami and said, “Do not worry. You have been unable because I wanted it to be so, not because of your inability. I want to explain to everybody who I am and where I hail from. Simply start writing what I sing.”
Maharaj himself started to sing the third verse ‘Bolyā Shri Hari re...’ and the fourth verse ‘Vali sahu sāmbhalo re...’, and Swami captured all the words with his pen. These two pads are the only pads ever composed by Maharaj himself and are referred to as ‘Prasadinā Pad’. The significance of these two pads is that no one has described Maharaj the way he himself has in these verses. Whilst all the sadhus have written many kirtans about Maharaj, these two verses have a special place because Maharaj himself described himself (his swarup), his abode Akshardham, his powers, and what we have to do to attain his abode.