home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) ઓરા આવો મારા લે’રખડા લહેરી

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી મહાકવિશ્વર હતા. તેઓ તત્ક્ષણ કાવ્યો રચી શકતા. સહજતાથી કાવ્યના શબ્દો હોઠેથી સુંદર સૂરમાં રેલાતા. તેમની કાવ્યશક્તિને સાખ આપતો આ એક પ્રસંગ છે.

શ્રીજી મહારાજ ગઢડામાં મંદિર બંધાવતા હતા. સંતો-ભક્તો પોતાની આવડત પ્રમાણે મંદિરના બાંધકામમાં જોડાયા હતા. મહારાજ પણ બાંધકામમાં જોડાતા. એક વખત મહારાજ તેમના સખા લઈને ઘેલા નદિએ ગયા. ત્યાં ગઢડા મંદિરના પાયા માટે પથ્થર ભેગા કરવાના હતા. બધા સેવામાં પરોવાઈ ગયેલા અને ઘણો શ્રમ પણ લાગ્યો હતો. મહારાજ એક બાજુ આરામ કરવા એક રેતીના ઢગલા ઉપર બીરાજ્યા અને સંતો પણ બીજા રેતીના ઢગલા ઉપર બેઠા.

મહારાજે સંતોને કહ્યું, “સંતો, તમે બધા મારી પાસે આવીને બેસો.”

સંતોએ વળતો જવાબ આપ્યો, “મહારાજ, આપ જ અમારી પાસે આવીને બેસો. આ જગ્યા વધારે સારી છે અને તમને સુખ આવશે.”

સંતોએ મહારાજ માટે આસન પાથર્યું. પણ મહારાજે ફરી સંતોને પોતાની પાસે બેસવા બોલાવ્યા. સંતોએ પણ હઠ લીધી. હવે તો કોઈ કોઈને નમે નહીં. અંતે બ્રહ્માનંદ સ્વામી ઊઠ્યા, હાથ લાંબા કરીને કીર્તન ગાવા લાગ્યા, “ઓરા આવો મારા લેરખડા લહેરી...”

આમ કીર્તન શરૂં કરીને ચાર પદ ગાઈ સંભળાવ્યાં.

History

(1) Orā āvo mārā le’rakhḍā laherī

Sadguru Brahmanand Swami

Sadguru Brahmanand Swami was a poetical genius, confirmed by his instant creation of verses. When he composed poems, he did not have to search for words. In fact, words flowed naturally into his rhythmic compositions. The following incident highlights his mastery of words.

Shriji Maharaj was building a mandir in Gadhada. Sadhus and devotees served in the construction using their skills. Maharaj Himself helped with the construction work. Once, Maharaj, accompanied by sadhus and devotees, went to the banks of the River Ghela. He gathered rocks and stones required for the mandir foundation from the river along with the others. The hard labor tired everyone. Maharaj sat on a heap of gravel to rest, and the sadhus sat on another heap on the opposite side.

Shriji Maharaj said “Dear sadhus, please come and sit near me.” However, the sadhus responded, “Maharaj, why don’t you come here to us. This is a better place and you will enjoy sitting with us.”

The sadhus laid their individual mats for Him to sit. But Maharaj again requested the sadhus to come to him. While on other side, the sadhus maintained their request for Maharaj to come nearer to them. This sweet, friendly argument continued, neither Maharaj nor the sadhus yielding. Ultimately, Brahmanand Swami stood up, stretched his hand, and humbly and poetically requested, “Please come forward Maharaj, my Lord, you will fulfill me with joy. Please come nearer to all of us.”

Having said so, he created four verses describing his divine form. This is the first verse.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase