કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) મૈં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ
સંવત ૧૮૬૦માં શ્રીહરિ ભાદરામાં છ દિવસ રોકાયા પછી ત્યાંથી શેખપાટ પધાર્યા. શેખપાટના ભક્તો પણ શ્રીહરિ સાથે જ હતા. શેખપાટ આવ્યા પછી શ્રીહરિએ લાલજી સુથારને કહ્યું, “અમારે કચ્છમાં જવા વિચાર છે. પરંતુ વચ્ચે વિકટ રણ આવે છે. એટલે એકલા જવું મુશ્કેલ છે, પણ તમારા જેવો જો કોઈ ભોમિયો મળી જાય, તો કચ્છ જવાનું સુગમ બને.”
લાલજી સુથાર બુદ્ધિશાળી હતા. તેમણે વિચાર કર્યો કે શ્રીહરિને મારા જેવો ભોમિયો જોઈએ છે. અત્યારે એવો ભોમિયો શોધવા જાઉં તો અવસર ચૂકી જાઉં. વળી, શ્રીહરિની ઇચ્છા પણ મને જ સાથે લઈ જવાની જણાય છે. તેમણે એ પ્રમાણે વિચાર કરીને શ્રીહરિને હસતાં હસતાં કહ્યું, “પ્રભુ! મારા જેવો ભોમિયો અત્યારે તો હું જ છું એટલે આપની સાથે હું જ આવીશ.”
શ્રીહરિ લાલજી ભક્તની સમો સાચવવાની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. તેમને તો લાલજી સુથારને જ ભેળા લઈ જવા હતા. પરંતુ તેમની ભક્તિની, તીવ્ર બુદ્ધિની અને અનુવૃત્તિ સાચવવાની સમજની પરીક્ષા કરવી હતી...
શ્રીહરિ લાલજી ભક્ત સાથે શેખપાટથી નીકળ્યા અને રસ્તામાં લાલજી સુથારે જે કાંય લીધું હતું તે માર્ગમાં જે મળ્યા તેમને અપાવી દીધું... ચાલતાં ચાલતાં આગળ આધોઈ ગામ આવ્યું.
શ્રીહરિ ગામને પાદર ઝાડ નીચે બેસી ગયા. લાલજી ભક્તને તેમણે કહ્યું, “ભૂખ બહુ લાગી છે. માટે ગામમાં જઈને ભિક્ષા માગી આવો.”
શ્રીહરિનાં આ વચન સાંભળી લાલજી ભક્ત મૂંઝવણમાં પડ્યા. તેમનું મૌન જોઈ શ્રીહરિએ ફરી તેમને કહ્યું, “લાલજી! જાઓ ગામમાં, ભિક્ષા લઈ આવો.”
લાલજી ભક્તે હવે જરા હિંમત ધરી બે હાથ જોડી કહ્યું, “પ્રભુ! આ ગામમાં મારા ઘણા ઓળખીતા રહે છે. તેથી ભિક્ષા માગવા જતાં મૂંઝવણ થાય છે.”
આ સાંભળી શ્રીહરિ હસ્યા. તેમણે કહ્યું, “તમને કોઈ ન ઓળખે એવા કરી દઉં તો?”
લાલજી ભક્ત વિચારમાં પડ્યા. એટલામાં શ્રીહરિએ પોતે ખાસ આ પ્રસંગ માટે જ સાથે કાતર લાવ્યા હતા તે કાઢી અને લાલજી ભક્તની મૂછો કાતરી નાખી. કૌપીન અને અલફી પહેરાવ્યાં અને પછી તેમની સામું જોઈ હસ્યા. તેમને કહ્યું, “હવે તમે લાલજી સુથાર મટી નિષ્કુળાનંદ સ્વામી બન્યા. દેહના સગાની ઉપેક્ષાથી પર બની ગયા. માટે જાઓ ગામમાં, ભિક્ષા લઈ આવો.”
નિષ્કુળાનંદ સ્વામી ગામમાં જઈ ભિક્ષા લઈ આવ્યા. શ્રીહરિ તેમની આ હિંમતથી, લોકલાજના ત્યાગથી પ્રસન્ન થયા. સ્વામી પણ શ્રીહરિનાં ચરણકમળમાં પડી ગયા અને ગદ્ગદ કંઠે કહ્યું, “પ્રભુ! આપે મારા ઉપર બહુ જ મહેર કરી. ઘણાં વર્ષોની મારી કામના આજે ફળી. હવે ફક્ત આપના સ્વરૂપ સિવાય અન્ય કોઈ સ્વરૂપમાં મારી વૃત્તિ ન ચોંટે અને મારો વૈરાગ્ય પાર પડી જાય એવા આશીર્વાદ આપો.”
આ પ્રસંગનો વિસ્તાર પરંપરાગત સદ્ગુરુઓથી આમ પણ પ્રચલિત છે:
આધોઈમાં લાલજી સુથારનું સાસરું હતું. લાલજી સુથારનાં પત્ની કંકુબા તથા તેમના બે બાળવયના પુત્રો માધવજી અને કાનજી તે સમયે આધોઈમાં જ હતાં. તેથી શ્રીહરિએ તેમને દીક્ષા આપી તેમના સસરાને ઘેર જ ભિક્ષા લેવા જવા આજ્ઞા કરી.
નિષ્કુળાનંદ સ્વામી તે પ્રમાણે ત્યાં જઈ ઊભા રહ્યા અને ‘નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભુ’ એ નામની આહ્લેક કરી. ઘરમાંથી સાસુ બહાર આવ્યાં. તેમણે જમાઈને ઓળખી લીધા. અંતરમાં ફાળ પડી. ઘરમાં ગયાં અને દીકરીને કહ્યું, “કંકુ! બેટા! જમાઈ તો વેરાગી થઈને આવ્યા છે. તું ઝટ નવાં કપડાં પહેરી આ બે છોકરાને શણગારી તેમની પાસે જા તો વેરાગ ઊતરી જશે.”
કંકુએ તે પ્રમાણે કર્યું પરંતુ સ્વામી તો નીચી દૃષ્ટિ કરી ઊભા જ રહ્યા. છતાં કંકુ તો ત્યાં ઊભી જ રહી, બે શબ્દો પણ કહ્યા. તેથી સ્વામીએ પોતાની તળપદી ભાષામાં કહી દીધું, “ભેંસ હોય તે તેની પાડી કે પાડા સારુ પારસો મૂકે. પણ આ તો પાડો છે. માટે હવે તારી બધી આશા ફોગટ છે. જો ભગવાનને રાજી કરવા હોય, તો તેમના સારુ હું ભિક્ષા લેવા આવ્યો છું માટે ભિક્ષા આપો.”
કંકુ બધું સમજી ગઈ. તે તરત જ રસોડામાં ગઈ. બે-ત્રણ ઊના રોટલા બનાવી, અંદર ઘી-ગોળ નાખી, બહાર આવી, સ્વામીની ઝોળીમાં નાખ્યા!
સ્વામી તે લઈ બોલ્યા, “કુળ રે તજી નિષ્કુળ થયા, જેનું કુળ અવિનાશજી.”
સ્વામી ભિક્ષા લઈ શ્રીહરિ પાસે આવ્યા અને તમામ વાત કહી. શ્રીહરિએ વાંસો થાબડી કહ્યું, “આવું તો તમે જ કરી શકો. રામાનંદ સ્વામીએ એટલે જ કહ્યું હતું કે સમય આવશે ત્યારે અમે બોલાવી લઈશું. આજે એ સમય આવ્યો અને તમને બોલાવી લીધા.”
આ પ્રસંગના વર્ણનમાં નિષ્કુળાનંદ સ્વામીએ આ કીર્તન ગાયું હતું તે વાત પ્રચલીત છે પરંતુ ‘ભગવાન સ્વામિનારાયણ - ભાગ ૨’માં આ કીર્તનની નોંધ નથી અને કયા સમયે ગાયું તેની પણ નોંધ મળતી નથી.
[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨]
History
(1) Mai hu ādi anādi ā to sarve upādhi
In Samvat 1860, Shriji Maharaj spent six days in Bhadra, then arrived in Shekhpat with the devotees of Shekhpat. In Shekhpat, Maharaj asked Lalji Suthar, “I want to tour Kutch; however, it is difficult to cross the desert that comes in the way. If someone who is familiar with that region like yourself can be found, then I can easily cross the desert.”
Lalji Suthar was intelligent, so he thought: If I go search for someone else, then I’ll miss the opportunity to travel with Maharaj. He said, “Maharaj, I’ll come with you myself.” Shriji Maharaj was please to hear this as he planned to test his intellect, bhakti and faith by taking him along.
Lalji had taken some money, food and water with him; but Maharaj had Lalji give all that away to bypassers along the way. Ultimately, they reached Adhoi.
Maharaj sat under a tree on the outskirts of the village. He said to Lalji, “I am very hungry. Please go beg for some food in the village.” Lalji Suthar was perplexed because he knew many people in this village. How can he beg for food here? Maharaj told him again to beg for food, so Lalji said, “The people in this village know me. How can I beg for food here?” Maharaj said, “I will change your identity such that no one will notice you.”
So saying, Maharaj took out the scissors he brought with him for this very purpose and cut his mustache off. He had Lalji wear a kaupin and and alfi and said, “Now you are no longer Lalji Suthar. You are Nishkulanand Swami. Your ties to the relatives of your physical body have been severed. Therefore, go and beg for food.”
Niskhulanand Swami begged for food in the village and brought it to Maharaj. Swami fell to Shriji Maharaj’s feet and said, “Prabhu! You have been very gracious to me by fulfilling my wish of many years. Please bless me so that my vairāgya never fades and my mind always remains on your form.”
The incident where Nishkulanand Swami went to beg for food in Adhoir has been narrated by sadguru sadhus of the sampraday as follows:
Adhoi was the village of Lalji Suthar’s in-laws. When Lalji came to Adhoi with Maharaj, his wife Kanku and his two sons, Madhavji and Kanji, were there. Maharaj requested Nishkulanand Swami to beg food at his own home. Nishkulanand Swami went and exclaimed, “Narayan Hare, Sacchidanand Prabho.” His mother-in-law came to the door and recognized Lalji Suthar. She went inside and said to her daughter, “Your husband has come to our doorstep as a sadhu. Quickly put on new clothes and take your two sons so that his renunciation dwindles.”
Kanku did as told but Nishkulanand Swami stood there with his gaze on the ground. Kanku said a few words but Nishkulanand Swami responded, “A [female] buffalo lets out a stream of milk for her offspring. But I am not a [female] buffalo. All of your attempts are in vain. If you want to please God, then I have come to beg food for him so give me some food.”
Kanku understood and immediately made two or three rotlas and gave it to Swami. Swami took the food and told Maharaj what transpired. Shriji Maharaj became please and said, “Only you can accomplish a feat like this. That is why Ramanand Swami said that when the time comes I will call you [to become a sadhu]. Today was that day and I’ve called you.”
This kirtan was sung during this incident. However, this is not mentioned in Bhagwan Swaminarayan - Part 2 nor the exact moment it was sung.