કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમે રે
સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ ધ્રાંગધ્રામાં રામમહોલના સંન્યાસીનું વર્તન જોઈને પાછા ગઢપુર પધાર્યા, ત્યારે શ્રીજી મહારાજે તેમને પોતાનો અનુભવ કહેવા આજ્ઞા કરી.
મહારાજના અષ્ટ કવિઓમાં મુક્તાનંદ સ્વામી પણ એક ક્ષણમાં કાવ્યો રચિ શકે તેવી તીવ્ર બુદ્ધિ ધરાવતા હતા. સ્વામીએ આ સમયે ચાર પદો ગાઈને પોતાનો અનુભવ વર્ણવ્યો, જેમાં સાચા સાધુનાં લક્ષણો અને અસાધુનાં લક્ષણો જાહેર કરી જણાવ્યું કે જો મહારાજ આ સમયે ન પ્રગટ્યા હોત તો જનતા, ભગવાં વેશ પહેરી ફરતા દંભી સાધુઓમાં ભરમાઈને પોતાનો મોક્ષ બગાડત.
History
(1) Sahajānand Swāmī re na pragaṭat ā same re
Muktanand Swami came to Shriji Maharaj in Gadhpur after visiting Dhāngadhrā, having seen the inappropriate conduct of the ascetics. Shri Hari asked Muktanand Swami to explain in detail what he saw and experienced in Dhāngadhrā.
Of Shriji Maharaj’s paramhansas, eight were extremely brilliant poets with the ability to compose verses instantly. Muktanand Swami ranked among the ashta-kavis - Maharaj’s eight poet sadhus. As a way of explaining what he saw and experienced, Muktanand Swami composed a four stanza kirtan shedding light on the characteristics of genuine sadhus and exposing the qualities of pseudo-sadhus.
The main highlight, however, is that Swami explains: If Shriji Maharaj had not manifested today, the qualities of a true sadhu would have never been known and propagated in society. People would have served hypocritical sadhus and ruined their moksha.