home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) આજની ઘડી રે ઘન્ય આજની ઘડી

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામી

આ કીર્તનના ઇતિહાસમાં સદ્‌ગુરુ બ્રહ્માનંદ સ્વામીનું વૃતાંત છુપાયેલું છે, તે નીચે મુજબ છે.

 

દરબાર ખીચોખીચ ભરાયો હતો. શિરોહી મહારાજનો આદેશ થયો અને બાલકવિ લાડુદાનજીએ સ્વરચિત કાવ્યો સુંદર રાગઢાળમાં લલકાર્યાં. વાક્‌છટા પણ અદ્‌ભુત. સાંભળીને તાળિયોના ગડગડાટ થયા. સૌ આશ્ચર્યમુગ્ધ બન્યા. રાજ્યના આ અણમૂલા રતનનો પ્રકાશ સર્વત્ર પ્રસરે તો કેવું? રાજાને વિચાર થયો.

માતા લાલુબા અને પિતા શંભુદાનજીને પણ સ્વપ્નમાં પ્રભુએ પ્રેરણા આપી. તેઓ રાજાના વિચારમાં સંમત થયા. કચ્છ જતા એક વિપ્રનો સંગાથ મળ્યો. સૌના આશીર્વાદ મેળવી લાડુદાનજી ભૂજ પિંગળશાસ્ત્ર શીખવા નીકળ્યા.

શિરોહી તાલુકાના ખાણગામમાં સં. ૧૮૨૮ની વસંતપંચમીએ પ્રગટ થયેલા આ બાળ ભક્તકવિ, કચ્છના રાવના મહેમાન થયા.

આ તેજસ્વી બાળકને જોઈને ગુરુ અભયદાનજી રાજી થયા. દસ વર્ષ પસાર થઈ ગયાં. તીવ્ર બુદ્ધિ અને સ્મરણશક્તિથી લાડુદાનજી પિંગળ અને બીજાં શાસ્ત્રોમાં પ્રવીણ થયા. કચ્છના રાવે રાજદરબારમાં વિદ્યાનાં પારખાં કર્યાં. સારો સરપાવ આપ્યો. રાજકવિરત્ન, પિંગળવિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાકવીશ્વર, શતાવધાની વગેરે પ્રમાણપત્રો આપ્યાં; અને પોતાના રાજ્યમાં જ અખંડ સેવા આપવા નિવેદન કર્યું. લાડુદાનજીને પોતાને વતન પાછા ફરવાની તીવ્ર ઇચ્છા હતી. તેથી રાવનું ઋણ સદાને માટે સ્વીકારી લઈને વિદાય લીધી.

રસ્તામાં ધમડકામાં વિપ્ર ભટ્ટાચાર્ય પાસે સંસ્કૃત અને સંગીતની શિક્ષા લીધી. અહીં રામાનંદ સ્વામીનો મેળાપ થયો. આશીર્વાદ પામ્યા. આગળ જતાં ધ્રાંગધ્રા, જામનગર, દ્વારકા, જૂનાગઢ વગેરે રાજ્યોમાં ખૂબ જ સત્કાર પામ્યા. ઉત્તમ પ્રકારની ભેટ-સોગાદો ચરણોમાં પડવા લાગી.

ભાવનગરને આંગણે વજેસિંહના દરબારમાં તો કવિની વાક્‌ધારાએ માઝા મૂકી. કવિશ્રીને સુવર્ણથી આભૂષિત કરવા નરેશે રાજ્યસોનીને બોલાવ્યા. અહીં લાડુદાનજીએ એક આશ્ચર્ય જોયું. સોની મહાજનના કપાળમાં ગોપીચંદનનું સોહામણું તિલક અને કંકુનો ગોળ ચાંદલો!

કવિએ પૂછપરછ કરી. ત્યારે બાપુએ જ વચ્ચે કહ્યું, “મારી મનની આ ભાંજગડ તમારે દૂર કરવાની છે. મારા રાજ્યમાં ગઢડું ગામ છે. ત્યાં એક સ્વામિનારાયણ આવ્યા છે. કાઠીઓ તેમને ભગવાન માને છે. મને તો ધતિંગ લાગે છે. પણ તમે જઈને એનું પારખું કરો.”

યૌવન, વિદ્યા અને કીર્તિના અભિમાનમાં લાડુદાનજીએ સીધી ગઢડાની વાટ પકડી. પણ રસ્તામાં મન પાછું પડવા લાગ્યું. સાચું પણ હોય એવી શંકા થઈ. “તો મારા સંકલ્પો પૂરા કરે,” એવો વિચાર આવતાં મનમાં ચાર ઇચ્છાઓ ગોઠવી:

૧. એમણે ધારણ કરેલો ગુલાબનો હાર મને પહેરાવી નામ દઈને બોલાવે.

૨. બંને ચરણારવિંદમાં સોળ દિવ્ય ચિહ્નો દેખાડે.

૩. મારી ઓળખાણ આપે.

૪. કાળા વસ્ત્રમાં વીંટેલો ભાગવતનો ગ્રંથ વાંચતા હોય.

ગઢપુર ગામમાં પ્રવેશતાં જ કવિને શાંતિનો અનુભવ થયો. સહજાનંદ સ્વામી દાદાખાચરના દરબારમાં લીંબડાના વૃક્ષ નીચે સંત, હરિભક્તોની સભા ભરીને બેઠા હતા. કોટમાં ગુલાબનો હાર શોભતો હતો. સામે કાળા કામળા ઉપર ભાગવતનો ગ્રંથ પડ્યો હતો. લાડુદાનજીએ દરબારમાં પ્રવેશ કર્યો. પ્રભુએ એમને નામ દઈને બોલાવ્યા. ગુલાબનો હાર પહેરાવી સત્કાર્યા. વાતવાતમાં એમનું પૂર્વવૃત્તાંત કહી સંભળાવ્યું. પોતાનાં ખુલ્લાં ચરણારવિંદમાં સોળ ચિહ્નોનાં દર્શન કરાવ્યાં. લાડુદાનજીના આનંદની સીમા ન રહી. હૈયું ગદ્‌ગદ થયું. કંઠમાંથી કવિત સરી ગયું:

 

ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી,

નેણે નીરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી. ધન્ય꠶

જ્ઞાનકૂંચી ગુરુ ગમસે, ગયા તાળાં ઊઘડી,

લાડુ સહજાનંદ નિહાળતાં, ઠરી આંખડી રે. ધન્ય꠶

 

કવિનાં હૃદયદ્વાર ખૂલી ગયાં. પ્રભુની દૃષ્ટિમાં દૃષ્ટિ મળી. સમાધિ થઈ. એમના મામા સાથે હતા. તેઓ આ બધું જોઈને ગભરાયા. પ્રભુને ઠપકો આપવા લાગ્યા. ત્યાં એમને પણ સમાધિ થઈ. આ વાતાવરણ જોઈને સભાજનો પણ ચકિત થઈ ગયા!

કદી નહિ જોયેલું દિવ્ય તેજ, સર્વત્ર તેજ તેજ, એમાં પ્રભુની મનોહર મૂર્તિ, અવતારો હાથ જોડી એમની સ્તુતિ કરે. આ અલૌકિક દર્શન કવિની આંખોમાં જડાઈ ગયું. હર્ષાશ્રુ વહેવા લાગ્યાં, હૃદય ભરાઈ ગયું. પ્રભુનાં ચરણો પકડી લીધાં. જીવનભર આ ચરણોની ભક્તિ માગી.

મીઠાની પૂતળી પાણીનો તાગ કાઢવા ગઈ અને પાણીમાં સમાઈ ગઈ. તેમ લાડુદાનજી શ્રીજીમહારાજની મૂર્તિમાં, મનોમન સમાઈ ગયા. રાજકવિ મટીને મહારાજના સેવક બની ગયા.

History

(1) Ājnī ghaḍī re dhanya ājnī ghādī

Sadguru Brahmanand Swami

Sadguru Brahmanand Swami

The history of this kirtan is based on the story of how Ladudanji became Brahmanand Swami.

 

The Royal Court of Shirohi was filled to capacity. At the Maharaja’s behest, the young poet Ladudanji began to recite several poems he had created himself. The child’s powerful and eloquent delivery captivated the audience, and as the recital came to an end, applause thundered throughout the hall.

As the crowd whispered in amazement, the Maharaja thought to himself, “How great it would be if the brilliance of this invaluable jewel of our state were to spread everywhere!”

Soon after, through a dream, God inspired the poet’s mother and father, Laluba and Shambhundanji, with the same thought. So, when the Maharaja approached them with the idea of having Ladudanji study further, they readily agreed. Thus, with a Brahmin as his companion and with the blessings of all, Ladudanji set out to learn Pingal Shastra, the science of poetry, in Bhuj.

Born on Vasant Panchmi (Maha sud 5), Samvat 1828 (8 February 1772 ce), in the village of Khan in the Shirohi region of present-day Rajasthan, Ladudanji’s natural poetic ability, apparent from a young age, developed rapidly with his studies in Bhuj. Here, he stayed as a guest of the Rao, or king, of Kutch and studied under the guidance of Guru Abhaydanji.

After ten years of rigorous study, Ladudanji had become an expert in Pingal and other poetic sciences, and his brilliance had earned the respect and pleasure of Abhaydanji.

However, the Rao still wanted to test Ladudanji’s knowledge, so he arranged for Ladudanji to perform before the Royal Court. The young man passed the Rao’s test with flying colours, earning the pleasure of the Rao and his court. In fact, so pleased was the Rao that he rewarded Ladudanji handsomely and conferred on him the titles of Rajkaviratna, Pingal-vidyacharya, Mahamahopadhyaya, Mahakavishvar Shatavdhani and others. The king further requested Ladudanji to permanently serve the state as the royal poet. Ladudanji, however, longed to return to his hometown. He thus bade the Rao farewell, forever remembering his debt.

On his way back to Khan, Ladudanji stopped in the town of Dhamadka in Kutch to learn Sanskrit and music from the renowned pandit Bhattacharya. It was during his time in Dhamadka that Ladudanji met Ramanand Swami and received his blessings for the first time.

After completing his studies with Pandit Bhattacharya, Ladudanji continued on and was received with great honour in the states of Dhrangadhra, Jamnagar, Dwarka and Junagadh. In each of these places, Ladudanji’s performances won over his patrons, who presented him precious gifts as a sign of honour and appreciation.

However, while performing before King Vajesinh and the Royal Court of Bhavnagar, Ladudanji exceeded even his own limits. The king was so pleased with Ladudanji’s performance that he called for the royal goldsmith and commanded him to adorn the poet with gold ornaments.

As the goldsmith approached Ladudanji to take the necessary measurements, the poet was surprised to see a distinctive tilak mark of sandalwood paste and a large round chandlo of vermilion on the goldsmith’s forehead.

Just as Ladudanji began to inquire about the tilak-chandlo, the king interrupted. “I have a dilemma that you have to solve,” he said, looking at Ladudanji. “In my kingdom, there is a village called Gadhada. An individual by the name of Swaminarayan has come to this village. The Kathis believe him to be God. To me, it all sounds like a hoax, but please go there yourself and find out the truth.”

Being young and full of pride of his skills and fame, Ladudanji, along with his maternal uncle, left straight away for Gadhada to expose Swaminarayan. But as Ladudanji made his way to Gadhada, he began to doubt himself. He began to wonder if Swaminarayan was actually God. “Then he should fulfil my wishes,” he thought and so he decided to test Swaminarayan with four wishes:

“Let him place the rose garland he is wearing around my neck and call me by my name.”

“Let him show me the sixteen divine signs on his feet.”

“Let him introduce me by relating my life story.”

“Let him be reading from the Bhagvat wrapped in a black cloth.”

With such thoughts racing through his mind, Ladudanji entered Gadhada. Immediately thereafter he experienced absolute peace and calm. At that time Maharaj was sitting in an assembly of sadhus and devotees under the neem tree in Dada Khachar’s darbar. A garland of roses adorned his neck. In front of him lay the Bhagvat, wrapped in a black cloth.

As Ladudanji entered the darbar, Maharaj called him by his name and welcomed him by placing the rose garland he was wearing around his neck. He then related the poet’s life story and then showed him the sixteen signs on his feet.

Maharaj had fulfilled each and every one of Ladudanji’s wishes. The poet’s happiness knew no bounds, and as his heart swelled with joy, he spontaneously composed and sang a kirtan:

 

“Dhanya ājni ghadi re, dhanya ājni ghadi,

Me nirakhya Sahajānand, dhanya ājni ghadi, Dhanya...

Gnānkuchi guru gamase, gayā tālā ughadi,

Lādu Sahajānand nihāltā, thari ānkhadi re, Dhanya...”

 

Meaning, “Blessed is this moment, indeed blessed is this moment

Yes, he who has seen Swami Sahajanand, Blessed is the moment.

The key to knowledge he has got from his Guru; and the doors of liberation have been opened.

Ladu has seen Sahajanand; and his eyes are filled with supreme joy.”

The doors of the poet’s heart were opened, and as his eyes met with Maharaj’s, Ladudanji went into samadhi. Frightened by seeing the still body of his nephew, the poet’s uncle began to rebuke Maharaj, but he, too, was soon swept into samadhi as the assembled devotees marvelled at the sight before them.

Divine light, such that the poet had never seen before, spread all around, and within it stood Maharaj’s beautiful murti, surrounded by all the past avatars, who were singing his praise with folded hands. With this divine vision fixed in the poet’s eyes, tears of joy flowed and his heart swelled with emotion. On awakening from samadhi he surrendered to Maharaj, falling at Maharaj’s feet and praying that he be forever blessed with devotion.

Just as a doll made of salt melts as it ventures to fathom the depth of the ocean, Ladudanji, who had come to prove Maharaj was a fraud, ended up with Maharaj’s murti installed in his heart. Ladudanji ceased being a court poet. He was now Maharaj’s devotee.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase