home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) છાંડી કે શ્રીકૃષ્ણદેવ ઔર કી જો કરું સેવ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

આ કીર્તનના ઇતિહાસમાં મુક્તાનંદ સ્વામીને શ્રીજીમહારાજ વિશે પ્રતિવ્રતાની ભક્તિ દૃઢ થઈ તે પ્રસંગ છૂપાયેલો છે. તે પ્રસંગની વિગત નીચે પ્રમાણે છે.

મુક્તાનંદ સ્વામી પોતે પૂજામાં, રામાનંદ સ્વામીની કોપીનનો આડબંધ પ્રસાદી તરીકે રાખતા અને નિત્ય દર્શન કરતા. એક વખત તેઓ પૂજા કરતા હતા ત્યાં ચૈતન્યાનંદ સ્વામી તેમને પગે લાગવા આવ્યા. એટલે સ્વામીએ તે પ્રસાદીનું વસ્ત્ર તેમને દર્શન કરવા આપ્યું, પણ ચૈતન્યાનંદ સ્વામી તો આંખો મીંચી ગયા. સ્વામીએ તેમને કારણ પૂછ્યું તો તેઓ કહે કે, “મારે તો પતિવ્રતાની ભક્તિ છે.”

મુક્તાનંદ સ્વામીને પણ આ વચનથી ચોટ લાગી ગઈ અને તે વસ્ત્ર બાજુમાં તાપવા રાખેલી સગડીમાં નાખી દીધું. તેમને મનમાં દુઃખ થયું કે મારામાં આટલી કસર રહી જતી હતી. તે વખતે તેમણે,

‘છાંડીકે શ્રી કૃષ્ણદેવ ઓર કી જો કરું સેવ,

કાટી ડારો કર મેરો તીખી તલવાર સે....’

પતિવ્રતાની ટેક અને પ્રગટ સ્વરૂપની ઉપાસનાનાં અદ્‌ભુત પદો રચ્યાં. ત્યાર પછી રામાનંદ સ્વામીના ઘણા શિષ્યોને તેમણે મહારાજના પ્રગટ સ્વરૂપનો મહિમા સમજાવી નિસંશય કરેલા.

આ. સં. ૧૮૮૬ના જળઝીલણીના ઉત્સવ પ્રસંગે મુક્તાનંદ સ્વામીએ આ કીર્તન મહારાજ સમક્ષ ગાયું હતું તે ઉલ્લેખ ‘ભગવાન સ્વામિનારાયણ ભાગ ૫’માં મળે છે. મહારાજે આ કીર્તન સાંભળી ઘણા જ પ્રસન્ન થયા અને કહ્યું, “પોતાના ઈષ્ટદેવ પ્રત્યે આવી પતિવ્રતાની ભક્તિ જો હોય તો જ તે ભક્તિનું ફળ મળે છે. સર્વ અવતારો, દેવો તે બધા જ આ ભગવાનનાં વિભૂતિ સ્વરૂપો છે, એટલે તે સર્વ નમસ્કાર કરવા યોગ્ય અને પૂજવા યોગ્ય છે; પરંતુ ઉપાસના કરવા યોગ્ય તો તમને જે પ્રત્યક્ષ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તે જ છે.”

History

(1) Chhānḍī ke Shrī Krishṇadev aur kī jo karu sev

Sadguru Muktanand Swami

The history behind this kirtan is Muktanand Swami developing firmness in his vow of fidelity (pativratā bhakti) toward Shriji Maharaj. The details of this incident are as follows:

Muktanand Swami kept the kaupin of Ramanand Swami as a memento and had its darshan everyday. Once, when he was performing puia, Chaitanyanand Swami approached him to pay his respects. At that time Muktanand Swami gave him the kaupin for darshan, but Chaitanyanand Swami closed his eyes. When Swami asked for an explanation, Chaitanyanand Swami said, “I offer pativratā bhakti to Maharaj.”

These words jolted Muktanand Swami and he threw the kaupin into the nearby fireplace. He felt unhappy at his own deficiency in offering bhakti to Maharaj, and so he composed the following kirtan:

“Chhāndike Shri Krishnadev aur ki jo karu sev,

Kāti dāro kar mero tikhi talvār se…”

“If I abandon the service of Shri Hari Krishnadev, and render the service to anyone else, please sever my hand with a sharp sword.”

He then composed bhajans describing fidelity to and the glory of the manifest form of God. Thereafter, he explained the glory of the manifest form of Maharaj to many disciples of Ramanand Swami and cleared their doubts.

During the Jal-Jhilani samaiyo celebration of Samvat 1886, Muktanand Swami sang this kirtan in presence of Shriji Maharaj. Maharaj was pleased and said, “If one has this type of bhakti toward their Ishtadev, then and only then one gains the merits of that bhakti. All of the avatārs and deities gain their powers from this manifest God; therefore, they are worthy of salutation and respect. However, when speaking of upāsanā, only the manifest form of God you have attained is worthy of offering upāsanā.”

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase