home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) બાળ સનેહી રે મોહન મુજને ગમતા

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

જેવા આવ્યા છો તેવા ને તેવા જ પાછા જાવ

સંવત ૧૮૭૯. સારંગપુર. મહારાજ જીવાખાચરના દરબારમાં બિરાજતા હતા તે જાણી તે વખતે મુક્તાનંદ સ્વામી મહારાજનાં દર્શન કરવા સારંગપુર આવ્યા. પરંતુ ગઢપુરમાં મહારાજે આજ્ઞા કરી હતી કે અમારાં દર્શન કરવા માટે અમારી આજ્ઞા સિવાય કોઈએ આવવું નહીં. અને પછી બધાં જ મંડળોને ફરવા જવા આજ્ઞા કરી હતી. મુક્તાનંદ સ્વામી પણ મહારાજની આ આજ્ઞા અનુસાર પોતાના મંડળ સાથે ગઢપુરથી નીકળી પ્રથમ સારંગપુર આવ્યા. મહારાજને તેમણે ખબર કહેવરાવ્યા: “આપની આજ્ઞા હોય તો દર્શન કરવા અમે આવીએ.”

મહારાજે તરત જ ભગુજીને મોકલ્યા અને કહેવરાવ્યું, “જાઓ, સ્વામીને કહેજો કે જેવા આવ્યા છો તેવા ને તેવા જ પાછા જાઓ.”

 

‘બાળસનેહી રે મોહન મુજને ગમતા’

ભગુજીએ મુક્તાનંદ સ્વામીને આ સમાચાર આપ્યા. દેશાંતરમાં ફરવા જવાનું છે તેથી ફરી ક્યારે મહારાજનાં દર્શન થશે તે વિચારથી સ્વામી ઉદાસ થઈ ગયા. તેમણે ભગુજીને કહ્યું, “ભલે, મહારાજની જેવી મરજી!” એમ કહીને તેમને ફરી કહ્યું, “તમે થોડું રોકાવ તો હું મહારાજને સંદેશો લખી આપું તે લેતા જાવ.”

ભગુજી જાણતા હતા કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સદ્‌ગુરુને મહારાજ કાંઈક કારણ સિવાય દર્શને આવવાની ના ન કહે. તેમણે હાથ જોડી કહ્યું, “ભલે, સ્વામી! આપ સંદેશો લખી આપો. હું મહારાજને તે પહોંચાડીશ અને મહારાજ જે કહેશે તે સમાચાર પણ અહીં આવીને આપને કહી જઈશ.”

સ્વામીએ તરત જ આ પ્રસંગનું કીર્તન રચ્યું:

બાળસનેહી રે, મોહન મુજને ગમતા... ટેક.

મથુરા જઈ મોંઘા થઈ બેઠા, પે’લાં તો ભેળા ભમતા... બાળ.

આજ તો અમને દર્શન દુર્લભ, જોડે બેસીને જમતા... બાળ.

બાઈ અણતેડ્યા વાંસે આવીને, રસિયો રંગભર રમતા... બાળ.

જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા... બાળ.

બાળ જોગી જેવો વેશ જણાવી, દેહ પ્રાણને દમતા... બાળ.

મુક્તાનંદ મોહનની લીલા, રાખતા શીલ ને શમતા... બાળ.

સ્વામીએ આવાં દસ પદ રચીને ભગુજી સાથે મહારાજને મોકલ્યા. ભગુજીએ આવીને આ કીર્તનના કાગળો મહારાજને આપ્યા. મહારાજે શુકમુનિને વાંચવાનું કહ્યું. શુકમુનિએ મુક્તાનંદ સ્વામીના ભાવ અનુસાર દસે પદો ગાઈને મહારાજને સંભળાવ્યાં. સ્વામીની પોતાના પ્રત્યેની આવી અપૂર્વ પ્રેમલક્ષણા ભક્તિથી મહારાજ ગદ્‌ગદ થઈ ગયા. તેમણે કહ્યું, “ભગુજી! જાવ સ્વામીને તેડી આવો.”

મુક્તાનંદ સ્વામી ભગુજીની સાથે મહારાજ પાસે આવ્યા. મહારાજ ઊભા થઈને તેમને ભેટ્યા. પછી પૂછ્યું, “સ્વામી! મંડળ સાથે ક્યાં જતા હતા?”

સ્વામીએ કહ્યું, “દેશમાં ફરવા. આપે આજ્ઞા કરી છે ને!”

“પણ તે તમારા માટે નહીં, તમારે તો અમારી સાથે ભુજ મંદિરમાં પ્રતિષ્ઠા પ્રસંગે આવવાનું છે.” એટલું કહી મહારાજે સ્વામીને પોતાની સાથે રાખ્યા.

[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪]

History

(1) Bāḷ sanehī re Mohan mujne gamtā

Sadguru Muktanand Swami

Go Back Just as You Came

Samvat 1879. Sarangpur. Muktanand Swami got word that Maharaj was at Jiva Khachar’s darbār and arrived in Sarangpur in hopes of having his darshan. In Gadhada, Maharaj gave an order that no one was to come for his darshan without his permission. He then ordered all the sadhu mandals to travel to villages. Muktanand Swami left accordingly and arrived in Sarangpur with his mandal. He sent a message to Maharaj: “If it is your wish, we will come for your darshan.”

Maharaj sent Bhaguji with a reply, “Go and tell Swami to go back just as they came.”

Bāl Sanehi Re Mohan Mujne Gamatā

Bhaguji delivered Maharaj’s reply. Because Swami had to travel far, he became saddened about not being to have Maharaj’s one last darshan before leaving. He said to Bhaguji, “Very well. As Maharaj wishes. If you stay a few minutes longer, I will write a reply to Maharaj. Please deliver that to Maharaj.”

Bhaguji knew that Maharaj would not deny a senior sadhu like Muktanand Swami his darshan without a reason. He folded his hands and said, “Very well, Swami. I will deliver your message to Maharaj. If Maharaj replies, I will come back with his message also.”

Swami instantly wrote a kirtan:

Bāḷ sanehī re, Mohan mujne gamtā...

Mathurā jaī mongha thaī beṭhā, pe’lā to bheḷā bhamtā... bāl 1

Swami wrote 10 verses and sent them to Maharaj. Bhaguji gave the papers with the kirtan words to Maharaj. Maharaj asked Shukmuni to read the letter. Shukmuni sang the ten kirtans with the same feelings that Muktanand Swami wrote them. Maharaj became pleased with Muktanand Swami’s loving bhakti. He said, “Go bring Swami here.”

Muktanand Swami came with Bhaguji. Maharaj stood up and embraced Muktanand Swami, “Swami, where were you going with your mandal?”

“To travel in the country. You have given us an order.”

“That order is not for you. You have to come with me to Bhuj for the mandir’s pratishtha.” So saying, Maharaj kept Muktanand Swami with him.

[Bhagwan Swaminarayan: Part 4/396]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase