home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) અધમ ઉદ્ધારણ અવિનાશી તારા

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

રાજ્યકવિ માવદાનજી રચિત ‘બ્રહ્મસંહિતા’માં નોંધેલી એક હસ્તલિખિત પ્રતમાંથી આ હકીકત મળી આવે છે.

મારવાડ પ્રદેશમાં ભયંકર દુકાળ પડવાથી એ દેશના ઘણા લોકો તથા સ્વામીની જન્મભૂમિ ખાણ ગામથી તેમજ આસપાસનાં બીજાં ગામોમાંથી સ્વામીના જ્ઞાતિજનો અને સંબંધીઓ ગુજરાત દેશમાં ગુજરાન માટે આવ્યા હતા. તે વખતે મંદિરનું બાંધકામ ધમધોકાર ચાલતું હતું. તેમાં સ્વામીના સંબંધીઓ પણ મજૂરી કરી પોતાનો નિભાવ કરતા હતા. સાત, આઠ માસ મંદિરનું કામ ચાલ્યું. ચોમાસું આવ્યું અને દેશમાં વરસાદ સારો થયો. તેથી તેઓ બધા પોતાના વતન પાછા ફરવા વિચાર કરતા હતા. પણ પ્રતિષ્ઠા ઉત્સવનાં દર્શન કરવા તેમાંના ઘણાખરા રોકાયા.

તેથી કેટલાક વિઘ્ન સંતોષીઓએ ઈર્ષ્યાના આવેશમાં મહારાજ પાસે જઈને ફરિયાદ કરતાં કહ્યું, “મહારાજ! બ્રહ્માનંદ સ્વામી તો આ દેશમાં ભગવાન થઈને પૂજાય છે, તેમના દેશના લોકોને અને સગાં-સંબંધીઓને તેડાવીને મંદિરમાં રાખ્યા છે. જો અત્યારથી ચેતીશું નહીં, તો તે સૌ મંદિરના ધણી થઈને બેસી જશે. માટે ધ્યાન રાખવા જેવું છે.”

મહારાજ તો અંતર્યામીપણે સઘળી હકીકત જાણતા હતા. પરંતુ બ્રહ્માનંદ સ્વામી માટે આ ખોટી ઉપાધિ ઊભી થઈ હતી, તે તેમને ટાળવી હતી. તેથી તેમણે બ્રહ્મમુનિને વરતાલ છોડીને પોતાની સાથે આવવા આજ્ઞા કરી.

‘સ્વામિનારાયણ વિચરણ લીલામૃત’માં સદ્‌ગુરુ પ્રસાદાનંદ સ્વામી આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં લખે છે:

  

આવી’તી બ્રહ્માનંદને ભાગ્ય, તે ઉપાધિનો કરાવ્યો ત્યાગ;
  એવે સમામાં વિઘ્ન ટાળી, નિજ સમીપની સેવા આપી. વિશ્રામ-૮૪

બ્રહ્માનંદ સ્વામીએ પણ આ પ્રસંગનો પોતાના કાવ્યમાં ઉલ્લેખ કરતાં લખ્યું છે:

  

ભરી સભામાં ભૂધરજી, તમે માડી થયા છો મારી રે,
  બેટાને હેતે બોલાવો, અવગુણિયા વિસારી રે;
  જેવો તેવો પણ પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે;
  પેટે પડ્યો તે અવશ્ય પાળવો, વાલમ જુઓને વિચારી રે;

બીજા પદમાં સ્વામી લખે છે:

  

સહુ દેખતા શ્યામળીયા તમે, માડી થયા છો માવા રે,
  છોરુંની ચિંતા રાખીને, મા દેશો મુઝાવા રે.

History

(1) Adham uddhāraṇ Avināshī tārā

Sadguru Brahmanand Swami

Shriji Maharaj gave Brahmanand Swami 12 rupees to build a mandir in Vartal. Swami used his skill to design a beautiful mandir. During the construction, people from Khān Gām (Mārvād region), the birth place of Brahmanand Swami, were relocating to escape a drought that gripped the region. Some of Brahmanand Swami’s family were among those that relocated to Gujarat to pass the drought. Some of his family joined in the construction of the mandir to sustain themselves. The construction continued for 7 or 8 months, after which the monsoon season brought a good amount of rain. Some people decided to move back to their native place in Mārvād. However, a few decided to stay to experience the murti-pratishthā celebration.

While Swami was building the mandir, there were some people, who did not get along with Brahmanand Swami, as was their innate nature of impeding any good work. They complained to Shriji Maharaj, “Maharaj, Brahmanand Swami is being worshiped like a god here. They called his family and others from his native place and is keeping them here. If we do not act now, he will take over the mandir. Attention must be paid to this matter.”

Maharaj, the all-knowing, knew the truth. Maharaj understood that Brahmanand Swami is falsely being accused of harboring his family. Therefore, Maharaj told Swami to leave Vartal and travel with him and sing kirtan as he longed to hear his kirtans again. Swami obeyed Maharaj and left Vartal to accompany Maharaj. Swami was not attached to the mandir of Vartal but rather to Maharaj himself.

On their way, Maharaj requested Brahmanand Swami to go to the village of Sanjivada to spread satsang and then meet him in Gadhada. Brahmanand Swami, along with his sadhus, went to Sanjivada and stayed the night there. All night long, Brahmanand Swami could not sleep. While constantly remembering Shrihari’s form, he started singing. Whenever Brahmanand Swami sang kirtans of Maharaj, he gave him the bliss of his darshan. But this time, even after singing two or three kirtans, he did not get darshan of Maharaj. Swami was heartbroken longing for Maharaj’s darshan. Swami questioned himself, “Is Maharaj angry with me? Have I made mistakes in preaching satsang? Or have I committed any mistake in observing my five vows?” Thoughts were hovering in his mind and he prayed in apology, “Oh Lord please forgive me if I have made any mistakes, knowingly or unknowingly.” He spent all night worrying about what he may have done wrong. He kept singing with Maharaj’s memory throughout the night hoping to gain darshan of Maharaj. He could not control himself anymore and the distance felt between him and Maharaj was unbearable. As morning approached, he started singing a four-verse morning kirtan (prabhatiyu), in a loud voice.

He sang verse by verse and continued praying. His patience was being tested today. From the depths of his heart, a cry asking for forgiveness came out. The memory of Maharaj promising Swami that he would provide the love of a mother to him sprang in his heart. A child may go astray and forget its mother, but a mother never abandons her child. Why then has Maharaj forgotten him? The way a child cries to attract the attention of its mother, Swami cried out his agony in form of a kirtan.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase