home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) સખી જુઓ આ સ્વામી પુરુષોત્તમ પામી

મોતીદાસ

દેવોની આહુતિઓ કે ભક્તવરોની કસોટી?

મુક્તરાજ આશાભાઈ, ઈશ્વરભાઈ તથા મોતીભાઈએ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી જ્યાં જ્યાં સ્વામીશ્રીએ જમીન બતાવી ત્યાં જમીન રાખી. આ જમીન ઉપર અથાગ મહેનત કરી, દેવું કરી સુધારણા કરી, પરંતુ તેમની મહેનતને અંતે કાં તો અતિવૃષ્ટિ, કાં તો અનાવૃષ્ટિ અને છેવટે હિમ, અગ્નિ કે વાયુ આવીને પાકને છિન્નભિન્ન કરી દેતા. આ પાંચે દેવતાઓ તેમના ઉપર કોપાયમાન હતા અને બરાબર ખરે સમયે જ આવી, તેમને નિષ્કંચન કરી, એક ભગવાનના જ આધારનું અખંડ સ્મરણ રખાવતા.

વાયુ દેવતા આવીને બાંધેલાં ઘરોનાં છાપરાં ઉખેડી ફેંકી દેતા અને પછી ભયંકર સુસવાટ કરી અટ્ટહાસ્ય કરીને કહેતા, “ભક્ત થવું ભગવાનના, છે જો કઠણ કામ જો.”

વળી, અગ્નિદેવ આવી ઘાસનાં બીડનાં બીડ બાળી નાખે અને ચાલીસ, પચાસ કે સાઠ હજારના ઘાસનો અંદાજ કર્યો હોય, તેને એક ક્ષણમાં જ ભસ્મીભૂત કરી, પોતાના પ્રચંડ તાપની શિખાઓથી જાણે તેમને બાળતા હોય અને અગ્નિ વરસાવતી લાલ આંખોથી જણાવતા હોય –

સદ્‌ગુરુકી ભક્તિ કરે સોઈ, જાકે ધડ પર ના શીશ હોય,

અતિ કરડા મારગ ન ચલે કોઈ, કાયર ડર ભાગે રોઈ.

એવી જ રીતે વરુણદેવ પણ એમ જ ત્રૂઠતા. ભયંકર ગર્જના કરી પધારે અને તમામ પાક કોવરાવી નાખે. તેમજ હિમ પણ તૈયાર કરેલો ઊભો મોલ બાળી નાખે અને માંહી બીજ જ ન રહેવા દે. આમ, તમામ દેવો પોતપોતાની આહુતિઓ લઈ લેતા. સ્વામીશ્રી આ પ્રમાણે ભક્તવરોની કસોટી કરતા અને તેમની ધીરજ જોતા, પરંતુ આ તો ખરા ભક્તનું ખમીર અને સદા –

રામ ભજનમાં રહે ભરપૂરા રે, જેની દેહ દશા ઓલાણ.

એટલે આવા કપરા સંજોગોમાં પણ સમૈયા-ઉત્સવમાં તૈયાર રહેતા. ઘરની તમામ સામગ્રી ગીરો મૂકીને ધર્માદો આપવામાં પણ એવા જ શૂરવીર! સ્વામીશ્રી કાંઈક મુશ્કેલીને પ્રસંગે આશાભાઈ તથા મોતીભાઈ તરફ જ દૃષ્ટિ કરતા. તેઓ પણ સેવા કરવામાં કદાપિ પાછા પડતા નહિ.

તેમની આવી પરિસ્થિતિ અને દર વર્ષે આવતી આફતને લઈને તેમને માથેથી દેવું તો ઊતરતું જ નહિ. કેટલીક વાર તો જમીનનું મહેસૂલ ભરવાની પણ જોગવાઈ રહેતી નહિ. ‘જમીન હરાજ કરવાની છે’ – એવા સરકારી કચેરીના કાગળો આવે ત્યારે આ ભક્તોને એમ જ થતું, “હવે જમીન તો ગઈ, હશે મહારાજની ઇચ્છા!” એમ એક સ્વામીશ્રીને જ આધારે નિષ્ક્રિય થઈ બેસી રહેતા; પરંતુ તેમના માટે સ્વામીશ્રીની ક્રિયાશક્તિના મૂર્તિમાન સ્વરૂપરૂપ સ્વામી નિર્ગુણદાસજી આભ અને જમીન એક કરી, ભગીરથ પ્રયત્નો કરી, મહેસૂલ ગમે ત્યાંથી ભરાવી દેતા ત્યારે સૌને આશ્ચર્ય થતું અને योगक्षेमं वहाम्यहम्નું ગીતાસૂત્ર સૌને સમજાતું. સ્વામીશ્રી એવે વખતે હસીને કહેતા, “હું શું કરું? આ નિર્ગુણદાસને તમારી બહુ ચિંતા થાય છે!” પોતે તો કોઈ ક્રિયા કરતા જ નથી, છતાં પોતાની ક્રિયાશક્તિરૂપ સ્વામી નિર્ગુણદાસજીને અગમ્ય પ્રેરણા કરીને, અનન્ય આશ્રયવાળા આ ભક્તરાજની, સ્વામીશ્રી પોતે જ અખંડ રક્ષા કરતા. આવાં કપરાં વર્ષો એક પછી એક આવતાં અને જતાં, અને સામાન્ય માણસને દુઃખના ડુંગર જેવાં જણાતાં આ સંકટોને આ ભક્તો સ્વામીશ્રીના સંબંધથી તૃણવત્ ગણતાં.

સ્વામીશ્રી સારંગપુરનો પ્રતિષ્ઠા ઉત્સવ ઊજવી ગુજરાતમાં ફરતાં ફરતાં વસો પધાર્યા. સાથે મુક્તરાજ આશાભાઈ તથા મોતીભાઈ અને બીજા કેટલાક હરિભક્તો હતા. સવારમાં સ્વામીશ્રી પૂજા કરી સભામાં બિરાજમાન થયા હતા. વસોના ઘણાખરા હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન કરવા અને વાતો સાંભળવા આવ્યા હતા.

તે વખતે નરસિંહભાઈ તથા ભાઈલાલભાઈ અમીને સ્વામીશ્રીને હાથ જોડી વિનંતી કરી કહ્યું, “સ્વામી! આ આશાભાઈ તથા મોતીભાઈનું દુઃખ મટાડો. આવા એકાંતિક ભક્તોનું આવું દુઃખ અમારાથી દેખી શકાતું નથી.”

એટલે સ્વામીશ્રીએ જાણે કંઈ જાણતા જ નથી તેમ પૂછ્યું, “એવું શું દુઃખ આવ્યું છે? અમને તો કાંઈ ખબર નથી.”

સ્વામીશ્રીના આ શબ્દો સાંભળી, આ બંને ભક્તો હસ્યા અને પછી કહ્યું, “આપ નથી જાણતા તે તો નરનાટ્ય કરો છો, પરંતુ આ પુરુષોત્તમપુરાની દશા હજી વળતી નથી અને દેવું તો તેમને માથેથી ઊતરતું જ નથી. પાક પાકે છે તે રેલથી નાશ પામે છે. વળી, હિમ પડે છે અને બળી જાય છે. વળી, અગ્નિ આવી ઘાસનાં બીડ બાળી નાખે છે. આમ, બધું તૈયાર થાય છે ત્યાં અણધાર્યાં આવાં દુઃખો આવે છે. માટે આ બધી તેમની ઉપાધિ મટાડો. અમારાથી તેમનું દુઃખ દેખાતું નથી.” એમ કહી ગળગળા થઈ ગયા.

છેટે બેસી ટપાલ લખતા નિર્ગુણદાસ સ્વામીએ આ વાત સાંભળી. એટલે ટપાલ પડતી મૂકી, ઊભા થઈ સ્વામીશ્રી પાસે આવ્યા. તેમનાથી રહેવાયું નહિ એટલે એકદમ બોલી ઊઠ્યા, “તમો આ આશાભાઈ અને મોતીભાઈનું દુઃખ રડો છો તે તમોને એમણે ભલામણ કરી છે કે અમારી વાત સ્વામીજીને કહીને અમારું દુઃખ ટાળો?”

એટલે તેમણે બંનેએ કહ્યું, “ના, તેમણે અમને કાંઈપણ કહ્યું નથી, પરંતુ અમારાથી તેમનું દુઃખ સહન થતું નથી એટલે આપને પ્રાર્થના કરીએ છીએ.”

ત્યારે નિર્ગુણદાસ સ્વામીએ કહ્યું, “તમો એમનાં દુઃખ મટાડવાની પ્રાર્થના કરો છો, તે તો તમારામાં સાચું ભક્તપણું છે એટલે ભગવાનના ભક્તના દુઃખે દુઃખી થાઓ છો. ભક્ત તરીકેની આપણી એ ફરજ છે. પરંતુ આ બંને તો તેમનાં દુઃખને ગણતા જ નથી અને સ્વામીશ્રીના સંબંધથી અલમસ્તાઈમાં ફરે છે. જુઓ આ આશાભાઈ, તમે કહો છો તેવા દુઃખમાં પણ એકે સમૈયો, ઉત્સવ કે પારાયણ ચૂક્યા છે? એટલું જ નહિ, વરસમાં આઠ મહિના તો સ્વામીશ્રી સાથે જ ફરે છે. વળી, આ મોતીભાઈ, એમની સામે તો જુઓ! સ્વામીશ્રીનાં દર્શન કરી કેવા મલકાય છે, અને છાતી કેવી પહોળી થાય છે? વળી, કીર્તનો કેવાં કરે છે?”

એમ કહી મોતીભાઈને કહ્યું, “તમારું એક કીર્તન તો સંભળાવો. તમારાં કીર્તનો સાંભળીને અમારાં દુઃખ ઊડી જાય છે.”

પછી મોતીભાઈએ જરા ટટ્ટાર થઈ અને સ્વામીશ્રીની મૂર્તિ સામું જોઈ કીર્તન ઉપાડ્યું:

સખી જુઓ આ સ્વામી, પુરુષોત્તમ પામી, રાખી ન ખામી,

  સૌના એ પૂરણકામ;

છે એ અંતર્યામી, ગુણોના ગામી, સંતોના સ્વામી,

  સૌના એ પૂરણકામ.

પરમ એકાંતિક સંતને સેવી, પામીયા પ્રૌઢ પ્રતાપ,

એકાંતિકપણું પામીને પોતે, સર્વે પર મારી છાપ રે. સખી...

અગણિત પ્રતાપ ઐશ્વર્ય વાપર્યું, સ્વામીજીએ આ વાર,

શેષ સહસ્ર મુખે પાર ન આવે, તો હું કોણ માત્ર કહેનાર... સખી...

સ્વામીશ્રીજીએ જે કારણ ધાર્યો, ભૂમિ ઉપર અવતાર,

તે દાખડો આપે સફળ કરી, ઉપાડી લીધો ભાર રે... સખી...

અજ્ઞાનનો અંધકાર તે ટાળ્યો, ને સ્થાપ્યો એકાંતિક ધર્મ,

ઉપાસના દશોદિશ પ્રસારી, મતિ મંદ ન જાણે એ મર્મ... સખી...

સંગ કરોને આ સંગી છે આપણા, આત્મા માંહી રહેનાર,

ઘણા દિવસની ભૂલને ટાળો, હેતેથી કામ થનાર રે... સખી...

ભેગો રહે ને કહે તેમ કરે, તોય કારણ દેહ ન જાય,

નિર્દોષ, સર્વજ્ઞ, અંતરાય ટળે, તો બ્રહ્મ દેહ પમાય રે... સખી...

ચેતનહારા ચેતજો રે, આવો ન આવે દાવ,

શ્રીજી અંતર્ધાન થયા પછી (થી) મોટા મુનિને થયો પશ્ચાપ ... સખી...

દૃષ્ટિ સાથે દૃષ્ટિ સાંધીને, લ્યોને દર્શનનો લહાવ,

મોતીના સ્વામીના હાથમાં દીધી, કૂંચી કલ્યાણની માવ રે

  સખી જુઓ આ સ્વામી...

કીર્તન પૂરું થયું અને સભામાં બેઠેલા સર્વ હરિભક્તોનાં અંતઃકરણ સ્થિર થઈ ગયાં. સૌની દૃષ્ટિમાં એક સ્વામીશ્રીની મૂર્તિ સિવાય બીજું કંઈ રહ્યું જ નહિ. બ્રહ્માનંદના સમુદ્રમાં સૌ દેહભાન ભૂલી ગયા.

સ્વામીશ્રી મોતીભાઈ સામું જોઈ મંદ મંદ હસતા હતા. નિર્ગુણદાસ સ્વામીની આંખમાંથી આંસુ ટપકતાં હતાં. હર્ષનાં આંસુ લૂછી તેમણે ભાઈલાલભાઈ તથા નરસિંહભાઈ તરફ જોઈ કહ્યું, “આમાં દુઃખનો છાંટો મોતીભાઈના ભાવમાં કંઈ તમને દેખાય છે?”

તેમણે હાથ જોડીને કહ્યું, “સ્વામી! એ બંને તો મુક્તો છે એ તો અમે પણ જાણીએ છીએ અને પોતાનું દુઃખ આપને કદાપિ કહેતા પણ નથી; પરંતુ અમને તો તેમનું દુઃખ અસહ્ય લાગ્યું એટલે અમે પ્રાર્થના કરી.”

તેમનો ભગવાનના ભક્ત પ્રત્યેનો ભાવ જોઈ નિર્ગુણદાસ સ્વામી અત્યંત રાજી થયા અને કહ્યું, “ભગવાનના ભક્તના દુખે દુઃખી થવું એ જ સાચું ભક્તપણું છે.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૫૪૦]

History

(1) Sakhī Juo ā Swāmī Puruṣhottam pāmī

Motidas

Offerings to Deities or Test of Devotees?

Ashabhai, Ishwarbhai, and Motibhai bought property wherever Shastriji Maharaj told them. They toiled relentlessly to improve these properties. They even borrowed money to improve it, but the natural forces - sometimes too much rain, little rain, frost, fire, or wind - would destroy the crop or structures. The five deities of the five natural forces seemed enraged and came to destroy their crop at the right moment.

The wind would destroy the roofs of the houses they built. Fire would burn the grass growing in the meadows. Relentless rain would cause the crop to decay and frost destroyed the viability of the crop to grow again. The deities took their sacrificial offerings in this way. Swamishri also tested his devotees’ patience and forbearance. These three devotees were ever willing to attend the samaiyas and utsavs, despite troubling times. Sometimes, they put their household items as collateral. Even Swamishri looked upon Ashabhai and Motibhai when he needed money.

They were never able to repay their debt. Many times, they were not able to pay the property tax either. When they lapsed on property tax payments, they received letters from the government about auctioning the property. These devotees simply said, “Leave it to Maharaj’s will.” Living with their full trust in Swamishri, sometimes they did nothing. However, Nirgundas Swami remained active and would find ways to pay the property tax. Even Swamishri would say, “What can I do? Nirgundas Swami worries abut you.”

Once, Swamishri arrived in Vaso after celebrating the pratishthā of Sarangpur mandir. Ashabhai, Motibhai and other devotees were with him. In the morning, after his puja, Swamishri sat in the sabhā. Many devotees of Vaso came for Swamishri’s darshan and to listen to his talks. At this time, Narsinhabhai and Bhailalbhai Amin folded their hands and prayed to Swamishri, “Swami, end Ashabhai’s and Motibhai’s misery. We cannot bear to see their hardship.”

As if he knew nothing, Swamishri said, “What hardship has befallen on them? I do not know anything.”

The two laughed and said, “To say you know nothing is only an act. But the state of Purushottampura is not improving and they have a debt on their shoulders. The crop gets destroyed by floods. Frost destroys the crop in the same way. Fire destroys the grass in the meadows. When everything is ready, something comes to destroy it. Do something about this. We cannot bear to see it.”

Nirgundas Swami was writing letters at that time and heard this conversation. He put the letters aside and came to Swamishri. He could not stop himself from interjecting, “You speak about their misery to Swamishri. Did they request you to speak to Swamishri on their behalf about their misfortune?”

The two said, “No. They have not made any such request. But we cannot bear to look at their troubles. So we are praying to Swamishri.”

Nirgundas Swami replied, “You are true devotees because you experience the misery of other devotees as if it is your own. That is our duty also. But these two do not even count their miseries. They behave carefree because of their association with Swamishri. Look at Ashabhai. Even in the midst of his troubles, he has not missed a single samaiyo, utsav, or pārāyan. Furthermore, during the year, he travels with Swamishri for eight months. And just look at Motibhai. Look at how he smiles while looking at Swamishri! Look at how full his chest becomes in happiness. And the kirtans he sings!”

So saying, Nirgundas Swami asked Motibhai to sing a kirtan. Motibhai sat up straight and started singing while looking at Swamishri:

Sakhī! Juo ā Swāmī, Puruṣhottam pāmī,

 Rākhī nā khāmī, saunā e pūraṇkām;

Chhe e antarjāmī, guṇonā gāmī,

 Santonā Swāmī, saunā e pūraṇkām... ṭek

Param ekāntik santne sevī, pāmiyā prauḍh pratāp;

 Ekāntikpaṇu pāmīne pote, sarve par mārī chhāp re... 1

Agaṇit pratāp aishvarya vāparyu, Swāmījīe ā vār;

 Sheṣh sahasra mukhe pār na pāve, to hu koṇ mātra kahenār re... 2

Swāmījīe je kāraṇ dhāryo, bhūmi upar avatār;

 Te dākhaḍo āpe sufaḷ karī, upāḍī līdho bhār re... 3

Agnānnā andhakārne ṭāḷyo, ne sthāpyo Ekāntik Dharma;

 Upāsanā dashodish varatāvī, matimand na jāṇe e marma re... 4

Sang karone ā sangī chhe, āpaṇā ātammā rahenār;

 Ghaṇā kāḷnī bhūlne ṭāḷo, hetethī kām thanār re... 5

Seve bhego rahe kahe tem kare, toy kāraṇ deh na jāy;

 Nirdoṣh, sarvagn, antarāy ṭāḷe, to brahmadeh pamāy re... 6

Chetanhārā chetajo ne, āvo na āve dāv;

 Shrījī antardhān thayā pachhī, moṭā munine thayo pastāv re... 7

Draṣhṭi sāthe draṣhṭi sāndhīne, lyone darshanno dāv;

 Motīnā Swāmīnā hāthmā dīdhī, kūnchī kalyāṇnī māv re... 8

After the kirtan finished, everyone was still looking at Swamishri. They lost all consciousness of their body. Swamishri was smiling and looking at Motibhai. Tears flowed from Nirgundas Swami’s eyes. He looked at Bhailalbhai and Narsinhabhai and asked, “Did you notice even a droplet of misery in Motibhai’s love?”

They folded their hands and said, “Swami, both of them are muktas. We know that. They never share their troubles with anyone. But we find their troubles intolerable and that is why we pray.”

Seeing their empathy, once again, Nirgundas Swami said, “True devotees experience misery seeing other devotees’ misery.”

[Brahmaswarup Shastriji Maharaj: Part 1/540]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase