home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) આંખથી યોગીબાપાને મેં જોયા

વિજયદાનજી કવિ

“આંખથી યોગીબાપાને મેં જોયા...”

સ્વામીશ્રી સભામાં પત્ર લખી રહ્યા હતા. ત્યારે કવિ વિજયદાનજી અને બાઢડાવાળા નારણભાઈ સ્વામીશ્રીનાં દર્શને આવી પહોંચ્યા. હકાભાઈ બાજુમાં જ બેઠા હતા. તેમણે કવિનો પરિચય આપતાં સ્વામીશ્રીને કહ્યું, “બાપા! આ દરેડ દરબારના કવિ વિજયદાનજી છે.” સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા.

વિજયદાનજી બાઢડાના સંન્યાસ આશ્રમમાં રામકથા માટે ગયા હતા. ત્યાં નારણભાઈના મુખે બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન સાંભળ્યું ત્યારે સ્વાભાવિક જ તેમણે નારણભાઈનો હાથ પકડી પૂછ્યું હતું, “આ આખ્યાન તમે ક્યાં શીખ્યા?”

“યોગીબાપાના આશીર્વાદથી શીખ્યો છું.” નારણભાઈએ કહેલું.

વિજયદાનજીએ પણ તેમને, “વલ્લભીપુરમાં સ્વામીશ્રીનાં દર્શન કર્યાં હતાં” - તેમ કહી, સ્વામીશ્રીનાં દર્શનની ઇચ્છા જણાવી. નારણભાઈ વગેરે ગોંડળ આવવાના જ હતા. તેથી તેમના સૂચનથી તેમની સાથે જ તેઓ અહીં આવી પહોંચ્યા હતા.

સ્વામીશ્રીએ તેમને રાજી થઈને કહ્યું, “કવિરાજ! એક ભજન બોલો.”

તેમણે ચારણી ભાષામાં કેટલાક છંદો રજૂ કર્યા. સ્વામીશ્રી એકીટશે તેમના તરફ જોઈ રહ્યા હતા. કવિને લાગ્યું કે: “આ દૃષ્ટિથી મારું હૈયું હળવું થતું જાય છે.” સ્વામીશ્રીના પંડમાં તેમને પારસમણિનું કૌવત દેખાયું. તેમનું એક ભજન પૂરું થયું કે તરત સ્વામીશ્રી લહેકાથી બોલ્યા, “બીજું...”

કવિના હૃદયમાં વાણીની સરવાણી ફૂટી અને તેઓ ગાઈ ઊઠ્યા:

આંખથી યોગીબાપાને મેં જોયા,

કે હૈયાં મારાં હળવાં થયાં રે જી;

...

ફોરમું યોગી બાપાની પાસે,

આપે તો ફૂલ ફોર્યાં કરે રે જી... આંખથી꠶ ૫

સ્વામીશ્રીને ચરણે પોતાની સરસ્વતીનાં અર્ઘ્ય ધરીને વિજયદાનજીએ હૃદયમાં અપાર શાંતિ અનુભવી. પોતાના પતિતપાવન ધબ્બાના સ્પર્શે સ્વામીશ્રીએ તેમને કૃતાર્થ કર્યા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - ભાગ ૫/૨૪૩]

History

(1) Ānkhthī Yogībāpāne me joyā

Vijaydanji Kavi

“I Saw Yogi Bapa with My Own Eyes”

Swamishri Yogiji Maharaj was writing letters in the sabhā, when the poet Vijaydanji and Nāranbhai of Bādhadā arrived for darshan. Hakabhai was sitting next to Swamishri. He introduced the poet to Swamishri, “Bapa, this is the poet Vijaydanji, the darbār of Dared.” Swamishri was pleased to meet him.

Vijaydanji had gone to the sannyās āshram in Bādhadā to listen to discourses of Ram. He had heard Brahmanand Swami’s life story from Naranjibhai. He had naturally asked Naranjibhai where he heard this story.

“By the grace of Yogi Bapa, I learned this story.” Naranjibhai had responded.

Vijaydanji had darshan of Swamishri in Vallabhipur and wanted to see Swamishri again. Naranbhai was going to Gondal anyway so they both came together.

Swamishri requested Vijaydanji, “Sing one bhajan.”

He sang many chhands in the style of chārans (those who are talented in poetry and other language arts). Swamishri’s glance was fixed on him. The poet felt as if his heart is being freed of burden. He saw the magic of a pārasmani (a stone than turns metal into gold) in Swamishri. When he finished one bhajan, Swamishri said, “Again...”

The poet’s tongue proliferated with words and another verse sprang forth:

Ānkhthī Yogībāpāne me joyā,

 Ke haiyā mārā haḷvā thayā re jī;

Antarmā Yogī Mahārāj jyā āvyā,

 Ke haiyā mārā haḷvā thayā re jī...

Vijaydanji experienced immense peace by pouring his talent in front of Swamishri. Swamishri blessed him with his signature patting on the back.

[Brahmaswarup Yogiji Maharaj: Part 5/243]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase