home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) છાના છાના છાના રે તમે ક્યાં સુધી

સાધુ મહાપુરુષદાસ

સાધુ મહાપુરુષદાસજી

સ્વામી મહાપુરુષદાસજીનું પૂર્વાશ્રમનું નામ કોઠારી બેચર ભગત હતું. બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો પ્રાતપ, ઐશ્વર્ય જોઈ અને શ્રીજી કથિત સંતનાં લક્ષણો ભગતજીમાં નિહાળી ભગતજી મહારાજને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. તેઓ ભગતજી પ્રત્યે એવા જોડાયા હતા કે માન, પ્રતિષ્ઠાનો ત્યાગ કરીને ભગતજી મહારાજના વચને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે તેવો દૃઢ નિશ્ચય કરી લીધો હતો અને તે નિષ્ઠા સર્વત્ર પ્રસરે તે માટે જીવન ન્યોચ્છાવર કરી દીધું હતું.

સ્વામી મહાપુરુષદાસજી ભગતજી મહારાજના ધામમાં ગયા પછી સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ સાથે રહીને તેમના કાર્યમાં (શુદ્ધ ઉપાસના પ્રવર્તનનું અને ઉપાસનાનાં મંદિરો બાંધવાનું) મદદરૂપ થયા હતા. સ્વામીશ્રીમાં તેમણે અપ્રતિમ પ્રતાપ અને વાતો કરવામાં, પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ભગતજીની કુનેહ જોઈ; પરંતુ પોતે તો સ્વામીશ્રીના જ્ઞાનદાતા હતા અને ભગતજીના મહિમાની સ્વામીશ્રીને તેમણે જ વાતો કરી હતી. એટલે સ્વામીશ્રી પ્રત્યે તેમને શિષ્યભાવ રહેતો. આથી, બીજા શિષ્યોનાં સ્વામીશ્રી પ્રત્યેના મહિમાનાં વચનો, “વર્તમાનકાળે મહારાજને અંગોઅંગમાં અખંડ ધારણ કરનાર અને ભગતજી મહારાજનું પ્રત્યક્ષ સ્વરૂપ સ્વામીશ્રી છે,” તે તેમને રુચતાં નહિ. છતાં પોતે મોક્ષભાગી અને ખરા ખપવાળા હતા.

ક્યાં સુધી રહેશો તમે છાના?

સંવત્ ૧૯૬૪. વસંત પંચમી સમૈયો. બોચાસણ. આ સંશયવૃત્તિનું નિવારણ કરવા, એક દિવસ સવારે પારાયણના પ્રસંગ દરમિયાન સ્વામીશ્રી કથા વાંચતા હતા. તે વખતે પોતે ઊભા થઈને સ્વામીશ્રીને પંખો નાખવા લાગ્યા અને મનમાં સંકલ્પ કર્યો, “જો સ્વામીશ્રી સાચે જ ભગતજી મહારાજનું સ્વરૂપ હશે તો મને પંખો નાખવા દેશે અને નહિ તો હમણાં બંધ કરાવી દેશે.” મહાપુરુષદાસજીના મનમાં એમ વિચાર હતો કે: “મને પંખો લઈ લેવરાવી, ના નાખવા દે તો જાણું (કે) હજુ મારાથી દબાય છે માટે જોઈએ એવો પ્રતાપ નહિ. ને વાયરો નાખવા દે તો જાણું હવે મારાથી ના દબાય માટે મારે પણ ગુરુ કરવા જેવા સમર્થ થયા, એમ સમજીશ.”

સ્વામીશ્રીએ તેમનો સંકલ્પ જાણ્યો અને તેમના તરફ જોઈ સહેજ સ્મિત કરી, કથા પૂરી થઈ ત્યાં સુધી તેમને પંખો નાખવા દીધો. આથી, તેમને નિશ્ચય થઈ ગયો કે, “ભગતજી મહારાજ સ્વામીશ્રી દ્વારા પ્રગટ જ છે.”

તેમના હર્ષનો પાર ન રહ્યો. સાંજની કથામાં પગે ઘૂઘરા બાંધી, સભામાં ‘છાના છાના છાના રે, ક્યાં સુધી રહેશો તમે છાના...’ એવાં ચાર પદ સ્વામીશ્રીને સંબોધીને પોતે બનાવ્યાં અને તે સભામાં, સ્વામીશ્રી સમક્ષ હર્ષ અને પ્રેમના આવેગથી તેમણે ગાયાં. આમ, સ્વામીશ્રીના સ્વરૂપની સ્પષ્ટ સમજણ તેમણે સૌને કરાવી. તમામ સત્સંગીઓને અતિ અપાર આનંદ થયો.

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૩૩૦]

History

(1) Chhānā chhānā chhānā re tame kyā sudhī

Sadhu Mahapurushdas

Sadhu Mahapurushdasji

Swami Mahapurushdasji was Kothari Bechar Bhagat prior to becoming a sadhu. He experienced Brahmaswarup Pragji Bhakta’s greatness and saw the characteristics of a sadhu as described by Shriji Maharaj in the Vachanamrut in him. He accepted Bhagatji Maharaj as his guru. His attachment to Bhagatji Maharaj was so strong that he forsook the honor and position of being a kothāri to join Bhagatji Maharaj’s cause of spreading the knowledge that Gunatitianand Swami is Aksharbrahma.

After Bhagatji Maharaj reverted back to Akshardham, Shastriji Maharaj continued Bhagatji Maharaj’s cause to spread the Akshar-Purushottam Upasana and build mandirs with the murtis of Akshar and Purushottam. Mahapurushdasji also aided Shastriji Maharaj because he saw the same ingenuity and skill in Shastriji Maharaj as was in Bhagatji Maharaj; however, Mahapurushdasji had talked to Shastriji Maharaj about Bhagatji’s greatness in the beginning and he was older. Therefore, he had trouble accepting Shastriji Maharaj as his guru, having developed a feeling that he is my disciple when Bhagatji Maharaj was present. When others spoke the greatness of Shastriji Maharaj that - today, Swamishri (Shastriji Maharaj) is the manifest form of Bhagatji Maharaj in whom Shriji Maharaj resides head to toe - Mahapurushdasji had trouble accepting this truth. However, he still had an intense desire for his moksha and for satsang.

How Long Will You Remain Hidden?

Samvat 1964. Vasant Panchmi. Bochasan. To resolve his doubts about Shastriji Maharaj, one day during the morning pārāyan, Swamishri was delivering his discourse. Mahapurushdasji stood up to fan Swamishri during his discourse. He decided that if Shastriji Maharaj is in fact the form of Bhagatji Maharaj and he lets me fan him without becoming subdued by my seniority, then he is indeed worthy of being my guru. If he is uncomfortable with me fanning him, then he still feels subdued by my seniority and he does not have the greatness of Bhagatji Maharaj.

All-knowing Swamishri picked up Mahapurushdasji’s thoughts and cast a glance at him with a smile. He let Mahapurushdasji fan him throughout the whole sabhā. Therefore, Mahapurushdasji was convinced that Swamishri is the manifest form of Bhagatji Maharaj and Shriji Maharaj is present through him today. He could not contain his excitement. In the evening, Mahapurushdasji tied anklets on his ankles and sang four verses beginning with ‘Chhānā chhānā chhānā re tame kyā sudhi rahesho chhānā re...’ (How long will you remain hidden?) with love. Everyone present was overjoyed hearing the greatness of Swamishri from Mahapurushdasji’s mouth.

[Brahmaswarup Shastriji Maharaj: Part 1/330]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase