કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) મારો મત કહું તે સાંભળો રે વ્રજ વાસીજી
વચનામૃત ગઢડા મધ્ય ૬૨ મુક્તાનંદ સ્વામી માટે અણસમજણ ટાળનારું બની રહેલું. તેથી જ આ ઉપદેશ બાદ મુક્તાનંદ સ્વામીએ એક કીર્તન લખ્યું, જેનો ઉલ્લેખ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં કરતાં કહે છે:
“મહારાજ સાથે મુક્તાનંદ સ્વામીને દસ વર્ષ સુધી જ્ઞાનનો ભેદ રહ્યો હતો. પછી મધ્યનું બાસઠમું, ત્રણ અંગનું વચનામૃત સમજાવ્યું ત્યારે ‘મારો મત કહું તે સાંભળો...’ એ કીર્તન કર્યું...”
[સ્વામીની વાતો: ૧૪/૧૯૯]
આ મુક્તાનંદ સ્વામીના કીર્તનના શબ્દો અને નિષ્કુળાનંદ સ્વામી રચિત ભક્તચિંતામણિ પ્રકરણ ૬૮ના શબ્દોમાં ઘણી સમતા જોવા મળે છે.
History
(1) Māro mat kahu te sāmbhaḷo re Vraj vāsījī
Vachanamrut Gadhada II-62 became Muktanand Swami’s Vachanamrut that rid his misunderstanding. Therefore, after the discourse of this Vachanamrut, he wrote this kirtan, and Gunatitanand Swami mentions this in his Swamini Vat:
“Maharaj and Muktanand Swami had a disagreement in understanding for 10 years. Then, Maharaj spoke on the three inclinations as according to Gadhada II-62 and explained it to Muktanand Swami. Afterward, Muktanand Swami wrote ‘Māro mat kahu sāmbhalo...’.”
[Swamini Vato: 14/199]
This kirtan has a strong similarity to the words of Bhaktachintamani Prakaran 68 by Nishkulanand Swami.