home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) એની આગળ જો આપણ કોણ ગણતીમાં આવીએ રે

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

બેઠા એ બ્રહ્મ, અંદર રહ્યા એ પરબ્રહ્મ

“મહિમા સમજવામાં શું આડે આવે છે? દેહ તો આડે આવે છે, પણ બીજુંય છે; મોટાની ક્રિયા ન ગમે. દેહ, મન ને જીવથી અંતરાય રહે. માનીનતા ફેરવવા જાય તેમાં શંકા કરે. દિવસને રાત કહે એમાં શંકા થાય નહિ, તો ખરું. પણ આ તો ઠરાવ કરીને આવે એટલે તેવું કહેવું પડે. પણ કોઈ ઠરાવ જ નહિ. એ વાત જુદી રહી. ‘બુદ્ધિવાળો છું’ એમ માની બેસે, તેની બુદ્ધિ બહુ દુઃખ દે છે. એમ બુદ્ધિનાં બીબાં છોડે નહિ. બુદ્ધિ લડાવીને પણ મનુષ્યભાવ લાવે છે અને ભોળો સમજે નહિ. તે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે ‘મેલી ડહાપણ, ભોળાપણ, રહીએ દાસના દાસ થઈને રે...’ ભેગા રહીને મહિમા સમજવો એ પણ ઘાંટી છે. ભેગો રહે તો ખબર પડે. છેટે રહે કાંઈ ન વળે.

“નિર્દોષબુદ્ધિ કેમ કાયમ રહે? ખોટું કર્યું હોય તોપણ સત્પુરુષમાં સારામાં સારો ભાવ રહે, ત્યારે નિર્દોષબુદ્ધિ કહેવાય. શાસ્ત્રીજી મહારાજે ચરો ખોદાવ્યો તેમાં ઘણાંનાં ઘર જતાં રહ્યાં. અને કહે કે સ્વામી કાંઈ સમજતા નથી. અત્યારે તો લાખો રૂપિયા આવે છે. કેટલાકનું પોષણ થાય છે. આ તો સારું છે. તોય પણ મનુષ્યભાવ આવી ગયો. સારામાં સૌને સારો ભાવ રહે, પણ ખોટામાં ભાવ રહે તો ખરો. ભીડો ખમી લે પરંતુ જણાવે નહિ તો ખરું.”

એક હરિભક્તે પૂછ્યું, “પ્રથમ સારામાં સારો હોય ને કેટલાકને નિષ્ઠા કરાવતો હોય, તે ફરી જાય એ શું?”

સ્વામીશ્રી કહે, “એમાં થર આવી ગયો. સત્સંગ કરતાં કરતાં સાત થર આવે છે. મનુષ્યભાવનો થર, દિવ્યભાવનો થર, એકાંતિકપણાનો થર, એમ થર આવે. જે થર જે વખતે આવે-જાય, એમ થઈ જાય. પહેલાં સત્સંગમાં આવે, દિવ્યભાવ રહે, અહોહો જણાય; પણ ઝાઝો વખત ભેગો રહે, વખત પાકે ક્રિયા જુએ, ત્યારે મનુષ્યભાવ આવી જાય. માટે, ‘સંત દરેક ક્રિયામાં ગુણાતીત વર્તે છે, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે જ બધું કરે છે, એમાં જોવા જેવું નથી’ એમ વર્તાય, તો પછી અખંડ નિર્દોષબુદ્ધિ રહે...”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૨૫]

Nirupan

(1) Enī āgaḷ jo āpaṇ koṇ gaṇtīmā āvīe re

Sadguru Nishkulanand Swami

The One Sitting Here is Brahma, The One Who Resides Internally is Parabrahma

“What stands in the way of understanding the greatness (of God and the Sant)? The body certainly stands in the way. But there is something else: one does not like the ways of the Mota-Purush. This causes a barrier between the Satpurush and one’s body, mind, and jiva. If he tries to twist our understanding, then we form doubts. If he calls the ‘day’ as ‘night’ and one does not doubt, then that is okay. But some come here with their own mind made up, so we have to tell them. However, if one comes with an open mind, then that is different. One who thinks - I am intelligent, then his own intellect will give him misery. Yet, he will not let go of his belief that he is intelligent. An intelligent one will use his intellect to perceive human traits in God and the Sant; whereas, one who is naive will simply not understand. (i.e. Both - being over-wise or being too naive - are detrimental.) That is mentioned by Nishkulanand Swami: ‘Meli dahāpan bholāpan, rahiye dāsnā dās thaine re...’ To understand the greatness while remaining close with the Satpurush is a hurdle. One will know when he stays together with him. By staying away, one will not realize anything.

“How can one develop nirdosh-buddhi continuously? Even when he does something wrong and one still maintain the thought that he is innocent, then one has developed nirdosh-buddhi. When Shastriji Maharaj had the pasture dug up, many people lost their homes. Some said Swami does not understand anything. Today, hundreds of thousands of rupees are coming in and so many people are supported by the income. This is a good thing, yet some perceived this as a human trait. Everyone retains good feelings when the Satpurush does something right; but true nirdosh-buddhi is when they retain the same feelings when he does something wrong. One who bears burdens without revealing it to others is great.”

One devotee asked, “How should we understand one who was the best of the best in the beginning and instilled faith in others, yet turns for the worse later?”

Swamishri answered, “He reached an unfavorable layer. While doing satsang, seven layers are encountered. A layer of perceiving human traits, a layer of divinity, a layer of the ekāntik state; like that. He behaves according to the layer that comes and goes. When he first comes to Satsang, he maintains divinity and everything is perceived as divine. But after staying together for a long period and he observes the actions [of the Sant] at a critical time, he perceives human traits. Therefore, ‘The Sant behaves in a gunātit state in all his actions. He does everything to [help us] perfect ekāntik dharma. It is not worth perceiving human traits in him.’ - if these thoughts remain, then nirdosh-buddhi [in the Sant] remains constantly.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 3/25]