home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

‘સદ્‌ગુરુ શબ્દ વિણ સર્વ કાચું’

તા. ૧૨મીએ મંગલ પ્રભાતે, ‘મેલ મન તાણ ગ્રહી વચન ગુરુદેવનું, સેવ્ય તું રૂપ એ શુદ્ધ સાચું’ એ સદ્‌ગુરુ મુક્તાનંદ સ્વામી રચિત પ્રભાતી ઉપર નિરૂપણ કરતાં સ્વામીશ્રીએ કહ્યું, “મનનું ધાર્યું છોડી દેવું.

‘મન જીતે સો મર્દ હૈ, તજે નર્કસે નેહ;

પહેરે બખ્તર પ્રેમકા, ગણે ગર્દ સમ દેહ.’

“મનની તાણ મૂકી ભગવાન અને સત્પુરુષને રાજી કરી લેવા. મનનાં ધાર્યાં કરોડો કામ કરે, પણ સત્પુરુષના વચને એક આજ્ઞા પાળે તો તે અધિક છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે: “પ્રગટ ભગવાન વિના કરોડો નિયમ પાળે, કથાવાર્તા, ધ્યાન વગેરે કરે, તે કરતાં પ્રગટ ભગવાનની આજ્ઞાથી એક નિયમ રાખે તો બળ મળે.’

“ખિમિયાનંદ મનધાર્યાં ધારણાં-પારણાં બહુ કરતા. મુક્તાનંદ સ્વામીને તેમનો ભગવાન જેવો ભાર હતો. તેમણે મહારાજને પ્રાર્થના કરી, ‘હે મહારાજ! આ સાધુ (ખિમિયાનંદ) બહુ તપ કરે છે. તેથી દેહ કૃશ થઈ ગયો છે. તો આપ તેમને તપ ઓછું કરવાની આજ્ઞા કરો. એક વાર રોજ જમે.’ મહારાજ કહે, ‘સારું! અમે કહીશું.’

“પછી એક વાર શ્રીખંડની રસોઈ હતી. ગઢપુરમાં દાદાખાચરની ઓસરીમાં મહારાજ પાટલો નાખીને બેઠેલા. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, ‘આજે પેલા સાધુને (ખિમિયાનંદને) પ્રસાદી આપીએ.’ મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા અને જાતે બોલાવવા ગયા.

“ખિમિયાનંદે આવીને મહારાજને દંડવત્ કર્યા. મહારાજે તેમને પૂછ્યું, ‘તમે અમને કેવા જાણો છો?’ ખિમિયાનંદે કહ્યું, ‘મહારાજ! આપ તો સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ ભગવાન છો.’ મહારાજે કહ્યું, ‘આ તપ તમે કોને રાજી કરવા કરો છો?’ સાધુ કહે, ‘મહારાજ! આપને રાજી કરવા.’ મહારાજ કહે, ‘જો અમને રાજી કરવા તપ કરતા હો, તો આજે ધારણાં-પારણાંની પૂર્ણાહુતિ કરો. લો, આ થાળ પ્રસાદી જમો.’

“ખિમિયાનંદ એકદમ ઊંડા ઊતરી ગયા. પછી બોલ્યા, ‘હં...! થાળરૂપે માયા મને તપમાંથી પાડવા આવી!’ એમ પ્રસાદ ન લીધો ને ચાલ્યા ગયા. મુક્તાનંદ સ્વામીને તેમનો ભગવાન જેટલો ભાર હતો તે નીકળી ગયો ને ટકાનો થઈ ગયો. પ્રસાદી લીધી હોત તો કામ પાકી જાત.

“ગુરુના વચને પાંચ માળા ફેરવે, એક વચનામૃત વાંચે, આજ્ઞા પાળે તે મોટો. આજ્ઞા વિના બધું કાચું.

“એક વાર શ્રીજીમહારાજે ગઢડામાં ભગા શેઠને બોલાવી કહ્યું, ‘ત્રણસો રૂપિયા આપો. કડિયાના પગાર ચૂકવવા છે.’ ભગા શેઠ કહે, ‘મહારાજ! મારે તો રસોઈ દેવી છે.’ મહારાજ કહે, ‘તમે પગાર માટે પૈસા આપો તેમાં તમારી રસોઈ આવી ગઈ માનશું.’ પણ તેમણે માન્યું નહીં અને રસોઈ કરાવી.

“પછી મહારાજને કહે, ‘આજે મારી રસોઈ છે. આપ જાતે પીરસવા આવો.’ મહારાજે કહ્યું, ‘સારું આવીશ, પણ રસોઈ ખૂટશે.’ રસોઈ થઈ, મહારાજ પીરસવા આવ્યા. મહારાજની પ્રસાદી લેવા અંતરીક્ષમાં દેવતાઓ આવ્યા. સંતોને પંદર પંદર લાડવા જમાડ્યા! પહેલી પંગત પૂરી થઈ અને રસોઈ ખૂટી. બીજી પંગત માટે શીરો કરવો પડ્યો.

“થોડા વખત પછી સામત પટેલ આવ્યા. મહારાજે તેમને કહ્યું, ‘કડિયાના પગાર ચૂકવવા ત્રણસો રૂપિયા જોઈએ છે.’ સામત પટેલ તરત જ ગામમાં ગયા. ચીજ-વસ્તુ વેચી, પંદરસો રૂપિયા લાવી મહારાજને આપ્યા. મહારાજ કહે, ‘અમારે તો ત્રણસો જ જોઈએ છે.’

“પછી હરજી ઠક્કરને બોલાવી ત્રણસો રૂપિયા લીધા અને બારસો પાછા આપવા લાગ્યા. સામત પટેલ કહે, ‘રાખો! સંતોને જમાડો અને કડિયાના પગાર પણ ચૂકવો.’ મહારાજ કહે, ‘તમારા પૈસામાંથી સંતો જમશે અને કડિયાના પગાર પણ ચૂકવાશે. માટે બાકીના પાછા લઈ લો. જાઓ, તમારો વહેવાર સુધરશે અને પૈસા ખૂટશે નહિ.’ એમ રાજી થઈ આશીર્વાદ આપ્યા.

“તે દિવસે મહારાજે દૂધપાકની રસોઈ કરાવી. જાતે પીરસવા આવ્યા. સંતોનાં પત્તર છલકાવી દીધાં અને સહુને રાજી કર્યા. ભગા શેઠ નવ લાખના આસામી કહેવાય, પણ મનધાર્યું કરવા ગયા તો ગાણાં ગવાય છે. રાજીપો લઈ ન શક્યા. મહારાજને પુરુષોત્તમ નારાયણ ભગવાન કહેતા; પણ વચન ન માન્યું.

“એમ મનમત્ત થઈને કરોડો સાધન કરે પણ સદ્‌ગુરુની આજ્ઞા વિના બધું જ કાચું છે. મોટાપુરુષના વચને સત્કર્મ કરે, તો તેનું ફળ અનંત ગણું મળે. સામત પટેલનો પરિવાર હજી સુખી છે.

“શાસ્ત્રીજી મહારાજના વચને એક ઉપવાસ કરે તો વર્ષીતપ આવી જાય. આવી વાત સમજી લીધી હોય તો બળ મળે. મનધાર્યું કરવા જાય તો શાંત વાતાવરણ ન રહે. આજ્ઞાથી કરે તો છેલ્લો જન્મ થઈ જાય અને સત્સંગમાં વધી જાય. સત્પુરુષની આજ્ઞા વિના રેતીમાં પાણી રેડ્યા જેવું છે. ઇમારત કાચી હોય તો પડે. અડસઠ તીરથ સદ્‌ગુરુનાં ચરણમાં આવી ગયાં. સત્પુરુષ અને ભગવાનને જીવ સોંપે તો કામ કાઢી નાખે. જે શૂરવીર છે તે મન, કર્મ, વચને મોહ તજી અક્ષરપુરુષોત્તમને ભજે છે. મનધાર્યું છોડવું તે સારું છે. સત્પુરુષ આપણું મન થાય ત્યારે મન અમન થયું કહેવાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪]

Nirupan

(1) Mel man tāṇ grahī vachan gurudevnu

Sadguru Muktanand Swami

Sadguru Shabda Vin Sarva Kachu

Swami explained the meaning of the kirtan ‘Mel man tan grahi vachan guru-devnu, sevya tu rup e shuddha sachu’ by Muktanand Swami:

“Let go of what one‘s mind wants.

Man jite so mard hai, taje narkse neh;

Pahere bakhtar premka, gane gard sam deh.

One who has conquered their mind is brave. They have abandoned the attachment to their body, which is equivalent to narak.

They wear an armour of love and consider their body equal to dust.

“One should abandon their mind’s desires and please the Satpurush. One may complete millions of tasks that arise on their own in their mind, but if one follows one agna from a Satpurush, that is far greater. Gunatitanand Swami has said in the Swamini Vato: “Without the manifest form of God, compared to observing a millions niyams, engaging in katha-varta, meditating, etc. following one command of God will give greater strength.

“Khimiyanand observed the fast of dharna-parna many times out of his own accord. Muktanand Swami thought highly of him. He requested Maharaj to allow Khimiyanand to eat once a day since his body had become emaciated due to his ardent vrat. Maharaj agreed.

“Once, shrikhand was made and Maharaj was ready to eat in Dada Khachar’s darbar. Maharaj said he wanted to give Khimiyanand prasadi. Muktanand Swami was pleased to hear this and went to call Khimiyanand himself. Khimiyanand came and prostrated before Maharaj. Maharaj asked Khimiyanand, ‘What do you understand me to be?’ Khimiyanand said, ‘Maharaj! You are Purushottam, the cause of all avatars.’ Maharaj asked again, ‘Who are you trying to please with your austerities?’ The sadhu said, ‘Maharaj, to please you.’ Maharaj said, ‘If that is so, then end your dharna-parna today and eat this prasadi.’

“Khimiyanand thought deeply for a while and said, ‘Maya in the form of this thal has come to deflect me from my austerities.’ So saying, he left without eating Maharaj’s prasadi. Muktanand Swami’s high regard for him vanished. If he had taken Maharaj’s prasadi, he would have benefited greatly.

[Brahmaswarup Yogiji Maharaj: Part 4]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase