home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) અવસર આવિયો રણ રમવા તણો

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

પરમપદની યોજના

‘અવસર આવિયો રણ રમવા તણો’ એ પ્રભાતી ગવડાવી અને ‘એ ગુરુદેવ તો તાહરી કોર છે’ એ કડી આવી એટલે કહે:

“સાંભળ, એ ગુરુ તારી પાસે છે. માટે મોક્ષનું કામ ઝટ કરી લે. આત્યંતિક કલ્યાણ - છેલ્લો જન્મ કેમ થાય? તેમાં જોડાઈ જાય. સાનમાં સમજી જા. સાનમાં વહેલાસર ભગવાન રટી લે ‘ગુરુ તણી મોજ ગોવિંદ મળશે.’ ગુરુ જે ગુણાતીત તેની મોજ મળી જાય. કારણ શું? આ ગુરુ આત્યંતિક કલ્યાણ કરે તેવા છે.

“ભગવાનનાં વચન વિચારીએ તો હૃદયમાંથી મદ-મોહ ચાલ્યાં જાય. વચન વિચારવાથી નિર્દોષ થઈ જવાય. વિચાર્યા વિના તો ચાળે ચડી જાય છે. જૂઠા ગુરુ મળે તો જૂઠા કરે. સાચા ગુરુ મળે તો સાચા કરે. મરીને ધામમાં જાવું એમ નથી; એ તો છતી દેહે જ ધામમાં બેસવું છે.

“અહીં જ અક્ષરધામ મનાવું જોઈએ. દેહના ભાવ તો મહારાજ ટાળી નાખે. એ તો જોડે છાણ ચોંટ્યા જેવું જ છે. કાંકરાવાળી ભૂમિમાં હીંડવા માંડ્યો તે ક્યાંય ઢહડાઈ જાય. એવું બળ ન રાખીએ તો ઉધાર કહેવાય. આવો ભાવ થાય તો અક્ષરધામમાં બેઠા છીએ.

“ભણનારા છોકરાને પૂછીએ કે, ‘શું ભણો છો?’ તો કહે, ‘છઠ્ઠી ચોપડી.’ પરંતુ ચોપડીમાંથી ભણતરની ખબર ન પડે. લેસન ઊપરથી ખબર પડે. અક્ષરધામનું લેસન હાલતું હોય તો અક્ષરધામમાં જ બેઠા છીએ.

“આ અક્ષરધામ અહીં મનાય એવી યોજના ઘડવી, ગુણ શીખવા; છતી દેહે પરમપદ મળે, તે યોજના ઘડી કહેવાય. મહારાજે ત્યાગી કે ગૃહસ્થની વાત કરી નથી; પરંતુ જેની સમજણ મોટી એ મોટો. અપૂર્ણપણું ને કલ્પના રહે છે તે ક્યારે મટે? તો જ્ઞાન થાય ત્યારે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪/૬૪૨]

Nirupan

(1) Avsar āviyo raṇ ramavā taṇo

Sadguru Muktanand Swami

Yogiji Maharaj had the morning kirtan ‘Avasar āviyo ran ramavā tano...’ and explained the meaning of the line ‘E gurudev to tāhari kor chhe...’:

“Listen! That guru is with you, so hastily do what is necessary for your moksha. How can we attain ultimate liberation and make this our last birth? Become attached to him. Understand this implicitly and worship God so that you can attain God if the guru is pleased. You will obtain the ‘moj’ (pleasure) of the guru who is Gunatit. Why? This guru is one who can grant ultimate liberation.

“When we contemplate on God’s words, then one’s arrogance and delusion leave their heart. By thinking about his words, one becomes innocent (free of flaws). Without thinking about his words, one goes on the wrong path. One becomes faulty if they attain a false guru. One becomes genuine if they attain a genuine guru. We are not to die to attain the Akshardham; but we want to sit in Akshardham while possessing this body.

“We should understand Akshardham is right here. Maharaj will rid us of our attachment to the body. Attachment to the body is like cow dung stuck to our shoes. If we walk on rocky ground, then the dung will wear away. If we do not have such strength, then we will feel we have not experienced the bliss of Akshardham in this very life. But if we understand this, then we are sitting in Akshardham.

“If we ask children who are studying, ‘What are you studying?’ They will say, ‘Sixth grade.’ However, one cannot discern their knowledge based on their grade level alone; that is determined by doing schoolwork. If one learns the lesson of Akshardham, then one is sitting in Akshardham.

“One should facilitate the understanding that Akshardham is right here and learn good qualities. One will attain an elevated state in this very body. Maharaj did not distinguish renunciants as greater than householders. He said whoever has a greater understanding is great. When can one’s feeling of being unfulfilled end? When one gains gnān.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 4/642]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase