home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી

સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

મોંઘો માણસનો અવતાર

તા. ૨૧મીએ સાંજે જાહેર સભામાં સંબોધતાં સ્વામીશ્રીએ કહ્યું,

“આજે કિસુમુની જનતાને અલભ્ય લાભ મળ્યો છે. આવો લાભ ફરી મળવા સંભવ નથી. પંચામૃત સત્સંગ શહેરમાં મળ્યો, તે મોટાં ભાગ્ય સમજવાં. આજે તો અલભ્ય લાભ મળ્યો છે. શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. મોંઘો મનુષ્ય દેહ આપણને મળ્યો છે. તેનું કીર્તન છે, ‘માણસનો અવતાર મોંઘો નહિ મળે ફરી.’

“શ્રીકૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ચાલ્યા જતા હતા. અર્જુને પ્રશ્ન પૂછ્યો, ‘હે ભગવાન! મનુષ્ય દેહ ક્યારે મળે?’ કૃષ્ણ ભગવાને આ સાક્ષાત્ ઉત્તર દીધો: ‘ચારસો ગાઉની પાણીની વાવ ભરેલી હોય ને તેને ઉલેચવા માટે માથાનો વાળ લઈ, તેનાં ચાર ઊભાં ફાડિયાં કરીને, તેમાંથી એક ફાડિયે કરીને ઉલેચે તે વાવ જ્યારે ખાલી થાય ત્યારે મનુષ્ય દેહ મળે.’ અર્જુને ભગવાનને કહ્યું, ‘ત્યારે તો ના જ પાડો ને!’ ભગવાને કહ્યું, ‘ના તો ન પડાય, પણ આટલો વિલંબ છે.’ એવો મોંઘો મનુષ્ય દેહ આપણને મળ્યો છે.

“મનુષ્યો પણ આઠ પ્રકારના છે: નોળિયા, એકલટંગા, વાંદરા, બિલાડી, ખિસકોલી, પોપટ, જળમાનવ. આ બધા મનુષ્યના અવતાર છે; પણ એ દેહથી રામ, કૃષ્ણ, ગોવિંદ, શિવનું નામ ન લેવાય. છેવટનો અવતાર આ મનુષ્યનો. ઉચ્ચ દેહ આપણને મળ્યો છે. માંસ ખાવું, મદિરા પીવી, એ મનુષ્ય દેહનું ફળ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો દેહ આવ્યો તેમાં પાંચ માળા ભગવાનની ફેરવી લેવી. રામાયણ, ગીતા બે ઘડી સાંભળી લેવી. દેહ પડશે ત્યારે ખોળામાં પૈસા મૂકશે? સારું ખાંપણ પણ નહિ મૂકે! માણસનો અવતાર મળ્યો, તેમાં ત્રણ વાનાં મૂકવાનાં: માન, મરડાઈ અને મોટપ.

“એક ભક્ત માંદા પડ્યા. તેણે રામનું નામ કોઈ દી’ લીધેલું નહિ. કોઈએ કહ્યું, ‘રામનું નામ લ્યો.’ તો કહે, ‘ના.’ પછી કુંભારને ત્યાંથી રામૈયું લાવી પૂછ્યું, ‘આનું નામ શું?’ તો કહે, ‘શકોરું.’ પણ ‘રામૈયું’ નામ ન દીધું. પછી તો પરમાર્થ માટે આપેલો તેનો દેહ પડી ગયો. આવા ઓછા દિલના માણસ હોય છે.

“આ મીઠો, સાગર છે (વિક્ટોરિયા સરોવર), તેને ગમે તેવો બુદ્ધિશાળી માણસ હોય, તે ધારે કે ‘હું તરી જાઉં,’ તોય ન તરાય. અંદર મગર હોય તે ખાઈ જાય. પત્તોય ન લાગે. માટે સાગર તરવા માટે આગબોટ જોઈએ. મનુષ્ય દેહ નાવ છે, તેને સત્પુરુષ ભગવાનના ધામમાં લઈ જાય; નહિ તો દેહ તો આજ કે કાલ પડી જવાનો છે. દેવાનંદ સ્વામી સમજાવે છે: ‘નિર્લજ્જ તું નવરો ન રહ્યો, ઘરધંધો કરી.’

“આવી રીતે શાસ્ત્રોમાં, કવિતામાં મોટા મોટા લખે છે એ મનુષ્ય અવતાર આવ્યો છે. તો જિંદગીનું સાર્થક કરી લેવું. સાડા ત્રણ કોટિ પ્રાકૃત પ્રલય પછી મનુષ્ય દેહ મળે છે. આપણને તે મનુષ્ય દેહ મળ્યો. રામ, કૃષ્ણ, સહજાનંદ મહારાજ બધા ભારતમાં પ્રગટ્યા. યુરોપ, અમેરિકા, રશિયામાં નથી પ્રગટ્યા. ત્યાં તો લાહા (લાસુ અર્થાત્ રુક્ષ) છે.

“જ્યાં દેશનું વાતાવરણ સારું હોય ત્યાં અવાય. અહીં કમાવા આવ્યા છીએ. પુણ્યદાન, ભક્તિ કરવી. હાથે તે સાથે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૫૨]

Nirupan

(1) Māṇasno avatār mongho nahī maḷe farī

Sadguru Devanand Swami

The Invaluable Human Birth

On the night of the 21st, Yogiji Maharaj said during the general assembly:

“The people of Kisumu got a very rare chance today, one that is impossible to obtain again. We have obtained the middle part (the sweet part) of the sugarcane. We have obtained the invaluable human birth. There is a kirtan regarding that: ‘Mānasno avatār mongho nahi male fari.’

“Krishna and Arjun were walking together. Arjun asked, ‘O! God. When can one attain the human birth?’ Krishna answered, ‘If there is a large step-well 3 km wide that needs to be emptied with one strand of hair that is sliced lengthwise into four; and one slice of the strand is used to dip in the water and the water is sprinkled elsewhere; the time it takes to empty the whole step-well in this manner is the time to obtain another human birth.’ Arjun said, ‘Just say it’s impossible!’ Krishna said, ‘We cannot say it’s impossible, there is that much delay.’ We have attained that invaluable birth of a human.

“There are eight types of manushya: mongoose, ekaltangā, monkey, cat, squirrel, parrot, and jal-mānav are all incarnations of manushya, but one cannot worship God in those forms. The last birth is of the human form. We have obtained the highest form. To eat meat, drink alcohol is not the fruit of the human body. Whether we are brahmin, shudra, kshatriya, or shudra, we should chant the name of God. Read the Ramayan, Gita for a couple of hours. When we die, will they put money on our lap? (No.) Having attained the human birth, we should forsake three vices: ego, maradāyi (backwardness, stubborness), and feeling that one is great.

“One devotee fell ill. He never spoke the name of Ram (God). Someone said, ‘Say the name of Ram.’ He say no. They brought a pottery called rāmaiyu from a potter and asked him what it was. He said, ‘Shakoru,’ but avoided saying Ram. Then his body, which was given for a higher purpose, died. There are such people who have no heart.

“The ocean here is sweet (Lake Victoria). Even if some wise person says he will swim across it, he will not be able to cross it. The alligators in it will eat him. To cross the ocean, one needs a steamship. The human body is a boat. The Satpurush will take it to Akshardham. Otherwise, the body will fall today or tomorrow. Devanand Swami explains: ‘Nirlajj tu navaro na rahyo, ghar-dhandho kari.’ (You are shameful that you never freed yourself to worship God and remained engrossed in household affairs.)

“The birth as human that is written in the scriptures and in poetry is what one has attained. Therefore, make this birth successful. Ram, Krishna, Sahajanand Maharaj all were born in Bharat. They were not born in Europe, America, or Russia. It is dry there.

“Where there is a good environment, there we can go. You came here to earn money. You should donate money and worship God.”

In Yogiji Maharajni Bodh Kathao, this one is identified as jal-kukadi (water fowl or a duck). (Varta 297)

[Brahmaswarup Yogiji Maharaj: Part 6/52]

 

નિરૂપણ

(૨) માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી

સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

તા. ૧૯૭૨/૮/૧૮, આંકલાવ. ગુણાતીત સંતની પદરજથી આ ગામ પ્રથમ વાર જ પાવન થયું. આ ગામમાં નગરયાત્રા બાદ અહીંના ‘કૃષ્ણ’ થિયેટરમાં સભાનું આયોજન ગોઠવાયેલું.

અહીં સભામાં ‘માણસનો અવતાર મોંઘો નહીં મળે…’ કીર્તન ગાઈને સદ્‍બોધ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે: “ભગવાનની કૃપાથી આ મનુષ્યદેહ મળ્યો છે તે દુર્લભ છે. આખી પૃથ્વીની સંપત્તિ આપીએ ને મળે તે સુલભ કહેવાય, પણ આખી પૃથ્વીની સંપત્તિ આપતાં ન મળે તે દુર્લભ ગણાય. આ દેહે ભક્તિ થાય એટલી તેની સાર્થકતા.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૧૪૯]

Nirupan

(2) Māṇasno avatār mongho nahī maḷe farī

Sadguru Devanand Swami

The Invaluable Human Birth

August 18, 1972. Anklav. This was the first time the Gunatit Sant’s holy feet graced this village. After the nagar-yātrā, an assembly was held in the ‘Krushna’ theater.

Swamishri explained the kirtan ‘Māṇasno avatār mongho nahī maḷe farī’: “The human body that we have obtained by the grace of God is invaluable. If something can be obtain only after spending the wealth of the entire earth, that is still considered easily obtainable. However, if after spending all of the wealth of the earth one cannot obtain something - that is invaluable. The fruit of this human body is only the devotion that is offered with it.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/149]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase