home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) હરિજન થઈને હાણ વરધ સુખ દુઃખ મનમાં નવ ધારીએ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

એકમના શું?

તા. ૨૫મીએ સાંજે ૭-૦૦ વાગે સભા પ્રસંગમાં સ્વામીશ્રીએ ‘હરિગુણ ગાતાં...’ કીર્તન ગવરાવ્યું. તેમાં કડી આવી: ‘થઈ એકમના પ્રભુને ભજીએ...’

સ્વામીશ્રીએ તે ઉપર વાત ઉપાડતાં કહ્યું, “મહારાજના વખતનું કીર્તન છે કે અત્યારની પણ વાત છે? અત્યારે પણ સમજવી.

“એકમના શું? કો’કનો વાંક આપણે વહોરી લેવો જોઈએ. પક્ષ રાખવો જોઈએ, તે એકમના.

“એકમના એટલે એક સંપ. એક જણો કહે તો બધા ૫૦૦ માની જાય. શાસ્ત્રીજી મહારાજના ૫૦ સંતો સ્વામી કહે તેમ કરતા. સ્વામી આમ કહે તો આમ. સ્વામી કહે, ‘જાવ, ઝોળી માગવા.’ તો તુરત જાય. છાશ લેવા ઠેઠ લાઠીદડ જાય. સારંગપુરમાં આઠ આનાનું તેલ ચાર મહિના પોકાડ્યું. શેનો વઘાર કરે? શાક મળે તો ને? સ્વામી પાસે ક્યાં પૈસો હતો? પણ સંપ હતો તે સાધુએ કામ કર્યાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૩૨૫]

Nirupan

(1) Harijan thaīne hān varadh sukh dukh manmā nav dhārīe

Sadguru Muktanand Swami

What does Ekmanā Mean?

On the 25th at 7pm, Swamishri had ‘Harigun gātā...’ sung. The line ‘Thai ekmanā Prabhune bhajie’ was sung.

Swami spoke on the meaning of the line, “This kirtan is from Maharaj’s time. Does it apply to us today? Yes, we should apply it today.

“What does ‘ekmanā’ mean? We should take someone else’s mistake on our shoulders. We should side with devotees. That is ‘ekmanā’.

‘Ekmanā’ mean unity. If one person says, then 500 others will believe it. Shastriji Maharaj’s 50 sadhus would do as he said. If Swami said this way, then they comply. Swami said, ‘Beg for food.’ They would immediately go beg for food. They would go beg for buttermilk all the way to Lathidal. In Sarangpur, they had 8 ānās worth of cooking oil last for 4 months. What could use the oil to fry? There were no vegetables available to fry to use the oil. Did Swami have any money? But they had unity, so the sadhus achieved great tasks.”

[Brahmaswarup Yogiji Maharaj: Part 6/325]

 

નિરૂપણ

(૨) હરિજન થઈને હાણ વરધ સુખ દુઃખ મનમાં નવ ધારીએ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

ભગવાનના ભક્તને શૂરવીર થાવું

← ચાલું

... તે ઉપર મુક્તાનંદ સ્વામીનું પદ બોલાવ્યું કે –

હરિજન થઈને, હાણ વરધ સુખ-દુઃખ મનમાં નવ ધારીએ,

ટાળ્યા ન ટળે, ઘટ સાથે ઘડિયા હિંમત નવ હારીએ... હરિજન.

જુઓ કદરજ મહાદુખિયા કા’વ્યા, તે સુખ દુઃખ મનમાં નવ લાવ્યા,

ત્યારે મોહનના મનમાં ભાવ્યા... હરિજન.

જુઓ વસુદેવ દેવકી બંધ રહ્યાં, બહુ કાળે બંધન દૂર થયાં,

હરિપુત્ર તોય મહા દુઃખ સહ્યાં... હરિજન.

જુઓ પાંડવ પ્રભુને અતિ પ્યારા, જેથી નાથ ન રહે એક પળ ન્યારા,

તે વન ભટક્યા લઈ સંગ દારા... હરિજન.

એમ સમજી હરખ શોક તજીએ, થઈ એક મના પ્રભુને ભજીએ,

કહે મુક્તાનંદ હરિને રજીએ... હરિજન.

પછી પોતે બોલ્યા:

“એ આદિક ઘણા પૂર્વના ભક્તોનાં આખ્યાન વિચારવાં, તે બધાએ પ્રભુના સુખમાં માલ માન્યો હતો અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પામ્યા હતા. માટે જ્ઞાન શીખવું એ જ શ્રેષ્ઠ છે. જેને ખરું જ્ઞાન પામવું હોય તેનાથી બેસી કેમ રહેવાય? એને તો અર્ધી રાત આગલી અને અર્ધી રાત પાછલી ઓલ્યા ભણનારાની પેઠે મંડવું જોઈએ અને દેહથી આત્માને નોખો પાડી દેવો જોઈએ.

“ખરું જ્ઞાન થયું ક્યારે કહેવાય? તો જેમ તલવાર અને મ્યાન નોખાં ખખડે, તેમ દેહ ને આત્મા નોખાં જણાય ત્યારે જ્ઞાન થયું કહેવાય. એવો જે બળિયો હોય તે તો અંતઃકરણમાં ભગવાન સિવાય બીજો સંકલ્પ ઊઠવા દે જ નહિ અને ઊઠે તો કાપી નાખે. આવું અખંડ રહેવાય ત્યારે દેહ અને આત્મા નોખો થયો કહેવાય. દેહ, ઇન્દ્રિયો અંતઃકરણરૂપી બહારવટિયા કેડે પડ્યા હોય તેને સુખે ઊંઘ કેમ આવે? માટે આ જીવ જો બળિયો ન હોય તો ઇન્દ્રિયો-અંતઃકરણ તેને ઠગી જાય છે. તેથી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, આશા ને તૃષ્ણા આગળ ગરીબ થાવું નહિ. એ તો ‘शठं प्रति शाठ्यं कुर्यात् ।’ એની આગળ તો વાઘ થાવું અને મહારાજને કહેવું, ‘હે મહારાજ! મારા અંતરમાં આવી બિરાજો.’ અને ઓલ્યા આગળ તો શૂરવીર થઈને સામા થવું અને અંતરમાં પેસવા દેવા નહિ. જો સંકલ્પ થાવા દઈએ અને તેનું સાંભળીએ, તો આપણને ભોળવે ને! કારણ કે જો જરાક જીવે દયા ખાધી અને મનનું કર્યું, તો મનને અને જીવને અનાદિની મિત્રતા છે. જેમ પાણી અને દૂધને મિત્રતા છે, તે દૂધ ઊભરાઈને દેવતા ઓલવે છે જેથી પાણી બળતું બંધ થાય. પાણી પણ તળિયે બેસીને પોતે બળે, પણ દૂધને બળવા ન દ્યે. તેમ આ બંને પરસ્પર એકબીજાને એવા જાળવે છે કે એકબીજાનું ગમતું જ યેનકેન પ્રકારેણ કરે છે. માટે જીવે તો શૂરવીર થઈ મન થકી નોખા પડ્યે જ છૂટકો. આવું જે જ્ઞાન તે ડૂંડાને ઠેકાણે છે.

“વળી, વૈરાગ્યરૂપી વાયુથી એ ડૂંડાંમાંથી દાણા જુદા કાઢવા. ધર્મ એ દાણાને ઠેકાણે છે અને ભક્તિ એ ખાવાને ઠેકાણે છે. એમ કરીશું ત્યારે જ ભગવાન રાજી થશે.” એમ ઘણી વાતો કરી અંતર ઠારી દીધું.

પછી પોતે બોલ્યા, “હું તો પ્રાગો બંડિયો છું.”

ત્યારે સર્વે કાઠીઓ બોલ્યા, “અજ્ઞાની હોય તે એમ કહે. તમે તો ખરેખરા ભગવાનના એકાંતિક ભક્ત છો.”

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત, પૃ. ૪૪૨]

Nirupan

(2) Harijan thaīne hān varadh sukh dukh manmā nav dhārīe

Sadguru Muktanand Swami

God’s Devotees Should Become Brave

← continuation

... Pragji Bhakta had Muktanand Swami’s verse, ‘Harijan thaine...’ sung and then said:

Then he added, “One should think about the many devotees of the past. They all saw value in God's bliss and attained knowledge about God’s form. Therefore, to acquire knowledge is the best endeavor. How can one who wishes to learn true knowledge just sit there? They should make an effort - like the student who studies day and night - and strive to develop the distinction between the body and the ātmā.

“When can true knowledge be said to have been imbibed? Just as a sword and its sheath rattle against each other, when the ātmā and the body are realized to be distinct in this way, knowledge is said to have been imbibed. If a person was strong, he would not let any thought - apart from that of God - arise in his antahkaran. If it did, then he would cut it up. When one lives like this, then one’s body and ātmā can be said to be distinct. On the other hand, if outlaws - in the form of the body, senses and antahkaran - are chasing a person, how can he ever sleep peacefully? Therefore, if the jiva is not strong, it will be cheated by the senses and the antahkaran. Do not be weak in the face of lust, anger, greed, passion, jealousy, expectations and desires. It is said, ‘Shatham prati shāthyam kuryāt,’ which means that one should be like a tiger before them and say to Maharaj, ‘O Maharaj! Please come and reside in my heart.’ In addition, one should be brave against those worldly instincts and never let them enter the heart. If we allow thoughts to come and listen to them, they will fool us, won’t they? This is because even if the jiva has a little compassion and obeys the mind, then the mind and the jiva naturally have an eternal friendship. If a mixture of milk and water is being heated, then the milk overflows and extinguishes the fire so that the water stops overheating. The water also settles to the bottom of the pot and burns itself, but it will not allow the milk to be burnt. They both mutually take care of each other, but they only do that which is to the other’s liking. The only way to escape is for the jiva to be brave to separate itself from the mind.

“This knowledge is similar to an ear of corn. The wind, in the form of detachment, separates the grains from the ear of corn. The grains represent dharma and the food represents bhakti. God will be pleased when we achieve this.” Bhagatji spoke extensively in this way and satisfied all of them internally.

Bhagatji then said out of the blue to the Kathis, “They call me Prago the rebel.”

“An ignorant person would speak like that, whereas you are truly the ekāntik devotee of God,” all the Kathis responded.

[Brahmaswarup Shri Pragji Bhakta, Pg. 442]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase