કીર્તન મુક્તાવલી
નિરૂપણ
(૧) શીદને રહીયે રે કંગાલ રે સંતો
મોહમયીમાં અમૃતમેઘ
એકાદશીએ બપોરે સ્વામીશ્રી મુંબઈ પહોંચ્યા. કપોળ વાડીમાં ઉતારો હતો. અહીં સ્વામીશ્રીએ સૌને કથાવાર્તાનો સારો લાભ આપ્યો. પતિવ્રતાની ભક્તિની વાત કરતાં સ્વામીશ્રી કહે:
“એક રાજાને એક વાઘરણ રૂપાળી હતી તે ગમી. લગ્ન કર્યું, પણ જાતની વાઘરણ છે તે ખબર નહિ. આ રાણીને બત્રીસ પ્રકારનાં ભોજન આવે તોય ખાય-પીવે નહિ. રાજા મૂંઝાણા કે રોગ થયો છે કે શું?
“પછી વૈદ્યને બતાવ્યું. તે હોશિયાર હતો. તેણે થાળ લઈ જતી દાસીને કહ્યું કે, ‘થાળ લઈને વયું જાવું, પણ ત્યાં બેસવું નહિ.’ બીજે દી’ એમ કર્યું.
“આ રાણી થયેલી વાઘરણને માગી ખાવાના હેવા પડ્યા હતા. એટલે તૈયાર ભાણું આવે તેમાં મૂંઝાય. પણ આજે કોઈ નો’તું, તે બારી-બારણાં બંધ કર્યાં ને લૂગડું ફાડી ઝોળી બનાવી. સાવરણીની સળી ભાંગીને દાતણ કર્યાં ને ઓરડાના ગોખલે-ગોખલે થોડું થોડું ખાવાનું મૂકી આવી. પછી ઝોળી ખભે ભરાવી ગોખલે-ગોખલે જાય ને બોલે, ‘દેજે, મહાલક્ષ્મી! બટકું રોટલો...’ એમ કહીને સળી ગોખલામાં મૂકીને ત્યાંથી ખાવાનું લઈને ઝોળીમાં નાખે ને તેમાંથી ખાતી જાય. એમ પાંચ શેર ભાર ખાઈ ગઈ.
“મહેલમાં ખબર પડ્યાં કે રાણી સાહેબ જમ્યાં. રાજા ખુશ થઈ ગયા ને વૈદ્યને કહે, ‘લો બે હજાર રૂપિયા ઇનામ. પણ તમે શી દવા કરી તે કહો.’ વૈદ્ય કહે, ‘કહેવા જેવી નથી.’ એને થયું કે રાજા સાહેબ જાણશે તો ઉપાધિ થશે. ત્યાં રાજા કહે, ‘દવા બતાવો. કાલે વળી રાણી સાહેબ માંદાં પડે તો કેમ દવા કરવી?’ વૈદ્ય કહે, ‘વૈદ્યનાં છોકરાં રળી ખાશે. (બીજા વૈદ્ય દવા કરશે.) માટે એ વાત રહેવા દ્યો.’ પણ રાજા તો હઠે ચડ્યા. તે કહે, ‘દવા નહિ કહો તો જેરબંધ† કોરડે મારીશ.’ પછી વૈદ્યે કહ્યું. ને બીજે દી’ થાળ ગયો ત્યારે રાણીએ વાઘરણવેડાં કર્યાં, તે રાજાએ જોયું. રાજાને થયું: ‘આ તો વાઘરણ છે, નખ્ખોદ કાઢ્યું; આને કાઢો.’ પછી ઘર-લજામણી જાણી, મારીને કાઢી મૂકી.
“નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું:
‘રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ,
ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે તેની ખાલ રે સંતો...
શીદને રહીએ કંગાલ.’
“ભટકતી ફરે તો ચામડાં ઊતરે. તેમ સહજાનંદ સ્વામીની ઉપાસના મૂકી, બીજે ભમીએ તો ચામડાં ઊતરે. સ્વામિનારાયણના થઈ જ્યાં-ત્યાં સાંધા રાખશું તો બાપા (મહારાજ) ખાલ પાડી નાખે, ધામમાં પેસવા ન દે.
“સાચો સત્સંગ કરવો. ત્રણ પૈસાના ન થાવું. મહારાજ બહુ વાત કરતા. ‘તેમાં કષ્ટ આવે જો કોઈ...’ કોને કષ્ટ આવે? કો’કને? આપણા દેહને આવે. મારું નખ્ખોદ કાઢ્યું એમ ન બોલવું.”
†ઘોડાના ચોકડાની કાંટાઓવાળી કડી.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૯૩]
Nirupan
(1) Shīdne rahīe re kangāl re santo
Showers of Amrut in the City of Infatuation
In the afternoon of an Ekadashi day, Yogiji Maharaj reached Mumbai. His accommodation was in Kapod Vadi. Swamishri gave the bliss of kathā-vārtā. Speaking about bhakti characterized by fidelity, Swamishri said:
“One king became attracted to a low-caste woman (who was accustomed to begging for food) and married her unbeknownst of her caste. The new queen was served 32 types of foods, yet she would not eat. The king became frustrated: did she develop an illness or what?
“He had a clever Ayurvedic doctor see her. He told the servants who brought her meals, ‘Leave the meals there and leave. Do not sit there.’ The next day, the servants did as advised.
“This low-caste who had become a queen had a habit of eating after begging for food. He was troubled by having food brought to her prepared in dishes. But today, there was no one. She closed the doors and windows and made a jholi (a cloth for collecting food that one begs for) by tearing a fabric. She cut the straws of a broom into pieces like dātan. She hid bits and pieces of food in the recesses of the walls. Then she set off with the jholi on her shoulder and went to each recess in the wall and yelled, ‘Maha-Lakshmi, please give me a piece of rotlo...’ Then, she would poke the food with the straws and throw them in her jholi and eat from the jholi as she went along each recess in her room. She ate a few kilos of food with this new routine.
“The people in the palace got news that the queen ate. The king became happy and gave the doctor a reward of two thousand rupees. ‘What medicine did you use to treat her?’ The king asked. ‘It is not worth knowing,’ the doctor replied, thinking that if the king finds out her caste, he would cause trouble. The king insisted, ‘Tell me the medicine. If she falls ill again in the future, what shall we do?’ The doctor replied, ‘Some other doctor will treat her. Therefore, let’s not delve into this.’ However, the king pressure the doctor, ‘If you do not tell me the medicine, I will beat you with a scourge.’ So the Ayurvedic doctor revealed the truth. The next day, when the queen’s food was served, the king peeked to see what she was doing. The king realized that she is a low-caste. He kicked her out lest she ruin his reputation.
“Nishkulanand Swami has written this in a kirtan:
Rājānī rāṇī bhamī bhīkh māge, hāle kangālne hāl;
Ghar lajāmaṇī rāṇī jāṇī rājā, khījī pāḍe vaḷī khāl re... santo 2
The king’s queen wanders begging for food and still carries herself like a poor woman. The king realized she would bring shame to his name and let her go.
“After seeking refuge of Bhagwan Swaminarayan and yet if we still have ties elsewhere (affection for minor deities), then he will not let us in his Akshardham.
“One should practice pure satsang. Maharaj used to speak on that a lot. ‘Temā kashta āve jo kāi..’ (If one encounters any adversity...) Who encounters adversity? Someone else? No, our own body. At that time, one should not say: ‘God ruined me.’”
[Brahmaswarup Yogiji Maharaj: Part 2/93]
નિરૂપણ
(૨) શીદને રહીયે રે કંગાલ રે સંતો
પૂરણ બ્રહ્મ એટલે ગુણાતીત
સાંજે ઈશ્વરચરણ સ્વામી તથા નારાયણ ભગતે કથાનું વાચન કર્યું. રાતની સભામાં મૂળ માણાવદરના મુંબઈમાં રહેતા બચુભાઈ જાનીએ સ્વામીશ્રીના મહિમાનાં સ્વરચિત કીર્તનો ગાયાં હતાં. મોહન બગડ તથા પ્રમુખસ્વામીનાં વક્તવ્યો બાદ સ્વામીશ્રી આશીર્વાદમાં ‘શીદને રહીએ રે કંગાળ રે સંતો...’ એ પદનું ચરણ બોલતાં કહે, “નિષ્કુળાનંદ ભેળા રહેતા તો આ શબ્દ નાખી દીધો. ‘પૂરણ બ્રહ્મ’ એટલે ગુણાતીત; અને ‘પુરુષોત્તમ’ એ બે શબ્દ નાખ્યા.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૪૯૪]
Nirupan
(2) Shīdne rahīe re kangāl re santo
‘Puran-Brahma’ Means Gunatit
At night, Ishwarcharan Swami and Narayan Bhagat read the kathā. In the evening sabhā, Bachubhai of Mumbai (native place Manavadar) sang kirtans he wrote extolling the greatness of Yogiji Maharaj. After Mohan Bhagat’s and Pramukh Swami Maharaj’s speeches, Swamishri sang the line ‘Shidne rahiye re kangāl re santo...’ and said, “Nishkulanand Swami used to stay together (with Maharaj and Swami) so he included these words (i.e. ‘Puran-Brahma’ and ‘Purushottam’. ‘Puran-Brahma’ means Gunatit and ‘Purushottam’ (means Maharaj) - he included these two words.”
[Brahmaswarup Yogiji Maharaj: Part 3/494]
નિરૂપણ
(૩) શીદને રહીયે રે કંગાલ રે સંતો
ભગવાનના ભક્તને શૂરવીર થાવું
પછી બાવાખાચરના દીકરા રાવતખાચર તથા અમરાખાચર અને વાંકિયાના એભલખાચર, સૂર્યખાચર વગેરે કાઠી આવ્યા અને મહારાજ તથા ભગતજીનાં દર્શન કરી ભગતજીની વાતો સાંભળવા બેઠા. ભગતજીએ તેમને વાત કરી, “જેને ભગવાનને પામવા હોય તેને ઇન્દ્રિયો, અંતઃકરણ જીતવાં અને શૂરવીર થાવું, પણ બકાલીથી ઇન્દ્રિયો જિતાય નહિ. માટે રાજ્યનીતિ શીખવી જે, ઇન્દ્રિયો, અંતઃકરણરૂપી પ્રજાને સાંઢ થવા દેવી નહિ અને એમ રહેવાશે તો જ જીવ બળિયો થશે અને ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિને જ્યાં દોરવી ઘટશે ત્યાં દોરી શકાશે. પણ અંતઃકરણ જો સાંઢ થઈ ગયાં તો જીવ હાર પામી જશે.”
તે ઉપર નિષ્કુળાનંદ સ્વામીનું પદ બોલાવ્યું કે –
શીદને રહીએ રે કંગાલ રે સંતો, શીદને રહીએ રે કંગાલ.
જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો... શીદને
પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ,
અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાં નિહાલ રે સંતો... ૧
રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ,
ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે સંતો... ૨
તેમ ભક્ત ભગવાનના થઈને, રહે વિષયમાં બેહાલ,
તે તો પામર નર જાણો પૂરા, હરિભક્તની ધરી છે ઢાલ રે સંતો... ૩
તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમજી એ સાલ,
નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજાં બજારી બકાલ રે સંતો... ૪
“માટે જે અતિશય શૂરવીર થઈને ભગવાનને ભજે છે તેને ભગવાનનું સુખ આવે છે. તે ભગવાનનું સુખ એટલે નિર્ગુણ સુખ. અંતઃકરણમાં અખંડ શાંતિ અને આનંદ વર્તે. અને જેમ ધનના, દીકરાના, સ્ત્રીના અને ખાવાના સુખના હિસોરા જગતના મનુષ્ય રાત-દિવસ લે છે, તેમ ભગવાનનો ભક્ત ભગવાનના સુખના હિસોરા લે. એવા ભગવાનના ભક્તને જગતનું સુખ હોય જ નહિ. જુઓ, વિદુરજી ભગવાનના ભક્ત હતા, તેણે ભાજી ખાઈને ભગવાનનું ભજન કર્યું. દુર્યોધન જેવો ચક્રવર્તી રાજા તેનો ભત્રીજો હતો, પણ કોઈ દિવસ તેની પાસે કંઈ માગ્યું નહિ અને ઓલ્યાએ આપ્યું પણ નહિ. વળી, સુદામાએ તાંદુલ ખાઈને પ્રભુ ભજ્યા અને ભગવાન પાસે માગવા ગયા પણ મગાયું નહિ અને ભગવાને તો અંતરિક્ષમાં સોનાના મહેલ ગોલોકમાં હતા તે બતાવ્યા અને તે સુખે સુખિયા કરી દીધા કે દેહ મૂકીને આ ધામમાં બેસવાનું છે. પણ આ લોકમાં સોનાના મહેલ કંઈ થયા નહિ. એવું જો થાય તો રાજા લૂંટી જાય. માટે ભગવાનના ભક્તને આ લોકમાં તો દુઃખ જ હોય.”
[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત, પૃ. ૪૪૨]
Nirupan
(3) Shīdne rahīe re kangāl re santo
A Devotee of God Should Become Brave
The Kathis, including Bawa Khachar’s sons Ravat and Amra Khachar, Abhel Khachar of Vankiya and Surya Khachar, arrived there. After darshan of Acharya Maharaj and Bhagatji, they sat down to listen to Bhagatji’s talks.
Bhagatji said to them, “Those who want to attain God should conquer their senses, antahkaran and become brave; however, the senses cannot be won over by one who is like a petty shopkeeper. Learn the art of ruling and do not let the citizens - in the form of the senses and antahkaran - become arrogant. If one can sustain this, the jiva will become strong and one will be able to guide the vruttis of the senses and the antahkaran wherever one wants to. On the contrary, if the antahkaran becomes arrogant, the jiva will be defeated.”
Based on that, he recited Nishkulanand Swami’s verse: ‘Shidane rahie re kangāl re santo...’
“Thus, one who is extremely brave and worships God, receives the bliss of God. This bliss is nirgun bliss and such a person continually experiences bliss and peace in his antahkaran. Just as a worldly person takes pleasure in wealth, children, women and eating, a devotee of God partakes of God’s bliss. Such a devotee of God does not believe there to be happiness in the world. For example, Vidurji was God’s devotee. Surviving on spinach, he offered devotion to God. Even though King Duryodhan was his nephew, Vidurji never asked him for anything, nor did the latter give him anything. Sudama also worshiped God and ate only rice. He went specially to ask for help from God, but he could not bring himself to ask. God showed him the golden palaces of Golok in the sky. God also promised him that after leaving this body, he would grant him a place in that abode. There have never been
palaces of gold in this world. Even if there were, the king would take them. Thus, a devotee of God has to experience unhappiness in this world.”
[Brahmaswarup Shri Pragji Bhakta, Pg. 442]
નિરૂપણ
(૪) શીદને રહીયે રે કંગાલ રે સંતો
આપણું નામ આત્મા અને ગામ અક્ષરધામ
તા. ૨૨/૮/૧૯૮૬ની અમદાવાદમાં રાત્રિસભામાં ગવાયેલા કીર્તન ‘શીદને રહીએ કંગાલ...’નું ચોટદાર નિરૂપણ કરતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું:
“ઝાડ નીચે બેઠા પછી ‘છાયો મળશે કે નહીં?’ એવા વિચાર કરે એ કેવો કહેવાય? એમ મહારાજ મળ્યા પછી ક્ષુલ્લક વિચારો ન કરવા. ‘ખામી ન રહી એક વાલ...’ વાલને સમજો છો? છ ચોખાનો ભાર એટલે એક રતિ. ત્રણ રતિએ એક વાલ. સોળ વાલે એક ગદિયાણો. બે ગદિયાણે એક તોલો. આપણે વાલનીયે ખામી ન રહી. આપણે સંતોનાં વચને નાદસૃષ્ટિમાં આવ્યા, એટલે નવો જન્મ થઈ ગયો.
“આપણું નામ આત્મા અને ગામ અક્ષરધામ. બ્રહ્મ હમારી જાત. જે છે એ અહીં છે. જ્યાં ગુણાતીત બિરાજે છે ત્યાં બધું જ છે. માટે વિષયનાં માથાં કાપીને સુખિયા થઈ જવું. આપણે જે પરંપરાના છીએ એમની આ અનુભવની વાતો છે. માટે બુદ્ધિમાં બેસે કે ન બેસે તોય સાચી છે. ઊલટી થયા પછી ધૂળ જ વાળવાની હોય. આપણે કૂતરાની નાતમાં ભળવું નથી. ગમે ત્યારે આ ભગવાનનું સુખ મળશે. આજે નહીં તો કાલે. છેલ્લે શ્વાસે પણ મળશે એ નક્કી છે.”
સ્વામીશ્રીએ આજે સૌને અનેરી આધ્યાત્મિક અમીરી બક્ષી દીધી.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૫૧૬]
Nirupan
(4) Shīdne rahīe re kangāl re santo
Our Name is ‘Atma’ and Our Village is ‘Akshardham’
On August 22, 1986, during the nightly assembly, Pramukh Swami Maharaj explained the kirtan ‘Shīdne rahīe re kangāl re’:
“What would one think of someone who sits under a tree and still worries, ‘Will I find a shade or not?’ Similarly, after meeting Maharaj, we should not entertain trifling thoughts. ‘Khāmī na rahī ek vāl...’ Do you understand what ‘vāl’ is? The weight of one grain of rice is one ‘rati’. Three ‘ratis’ make one ‘vāl’. Sixteen ‘vāl’ equal one ‘gadiyāno’ and two ‘gadiyāno’ equals one ‘tolo’. We do not have any deficiency (in our attainment) equal to one ‘vāl’. By remaining in the commands of the Sant, we have attained a new birth.
“Our name is atma and our village is Akshardham. We are brahma. Everything we need is here where the Gunatit Satpurush resides. Therefore, we should abandon the pleasures of worldly objects and become happy. These talks are talks of experience from our guru parampara. Whether it makes sense to our intellect or not, it is true. After one vomits, only task is to cover it up with dirt. We should not become like dogs (which would lick the vomit). We will attain Bhagwan’s bliss at any time. If not today, then tomorrow. Certainly at our last breath, we will attain happiness.”
Swamishri gifted everyone with spiritual riches today.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/516]
નિરૂપણ
(૫) શીદને રહીયે રે કંગાલ રે સંતો
મહાત્માના મહાત્મા આપણને મળી ગયા છે
તા. ૫/૫/૧૯૯૮ના રોજ ગાંધીનગરથી અમદાવાદ પરત પધારેલા પ્રમુખસ્વામી મહારાજે અહીં તા. ૬/૫ની સાયંસભામાં ‘શીદને રહીએ રે કંગાલ...’ પદ પર રસલહાણ કરાવતાં કહ્યું:
“કંગાલપણું શું? પૈસા, સત્તા વગેરે તો છે, પણ ‘કલ્યાણ થશે કે કેમ?’ એ સંશય રહે છે તે! પરંતુ ભગવાન મળ્યા છે તે છોડશે નહીં. ભગવાન ને સંત વચનબદ્ધ છે. માટે આપણો મોક્ષ, કલ્યાણ ને મુક્તિ થઈ ગઈ છે. તે લેવા કોઈ મહાત્મા પાસે હવે જવાનું રહ્યું નથી. મહાત્માના મહાત્મા આપણને મળી ગયા છે. આ મકાનના આશરે નિરાંતે બેઠા છીએ તો ભગવાન ને સંતના આશરે શું વાંધો આવવાનો છે? વાલ જેટલી ખામી નથી રહેવાની. માટે હંમેશાં કેફ રાખવો.
“આપણું દર્શન કરે, સમાગમ કરે તેનું પણ કલ્યાણ. ‘આપણે વાત કરીશું ને અવળું પડશે તો?’ એમ બીક રાખવાની શું જરૂરિયાત છે? કેફથી વાત કરવી. ‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે...’ સાગમટે નોતરું છે. Welcome. માટે આપણે ઝાઝી જગ્યાએ ચોખા મૂકવા નહીં. વિશ્વાસ નથી આવતો તેથી બીજા વિચારો આવે છે.
“‘રાજાની રાણી ભમી ભીખ માંગે...’ યોગીજી મહારાજના સમયમાં ધર્મજના પારાયણમાં એક ડોસા આવેલા. મિષ્ટાન્ન વગેરે જમવાનું મળવા છતાં યોગીજી મહારાજને કહે, ‘મારે હવે જવું છે.’ પૂછ્યું, ‘કેમ?’ તો કહે, ‘રોટલો ખાવા મળતો નથી.’ માટે ભગવાનના ભક્ત થઈને હવે ભીખ માંગવાની હોય નહીં. કલ્યાણ થઈ ગયું છે. અનેકને આ વાત કરવી. આપણો આ લોક ને પરલોક સુધરી ગયો છે એવો અખંડ કેફ રાખવો.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૪૯૫]
Nirupan
(5) Shīdne rahīe re kangāl re santo
We Attained the Greatest of Mahatmas
Pramukh Swami Maharaj arrived in Amdavad from Gandhinagar on May 5, 1998. The next day, Swamishri gave blessings on the kirtan ‘Shīdne rahīe re kangāl re santo’:
“What does kangālpanu (poverty) mean? Despite having wealth and power, if we have doubts about whether we will be liberated or not, then that state of doubtfulness is poverty. However, the Bhagwan we have attained will not let us go. Bhagwan and the Sant are bound to their word; therefore, our liberation is secured. We do not have to go to any mahatma for our liberation. We attained the greatest of mahatmas. We have the refuge of this building, so we are sitting here peacefully, so then what will happen if we have the refuge of Bhagwan and the Sant? Not a trace of deficiency will remain. Therefore, remain elated always.
“Whoever has our darshan or associates with us will be liberated. What is the need to fear that others will react negatively if we talk to them? We should talk enthusiastically. ‘Jene joie te āvo moksha māgavā re lol...’ This is an open invitation to all (to ask for liberation). (Everyone is) ‘welcome’. We should not have faith in multiple places. Because we do not trust (the Sant we have attained), we have other thoughts.
“‘Rājānī rāṇī bhamī bhīkh māge...’ During Yogiji Maharaj’s time, one old man came to the pārāyan in Dharmaj. He got deliciuos food to each, yet he said to Yogiji Maharaj, ‘I want to go now.’ Yogiji Maharaj asked, ‘Why?’ He said, ‘I don’t get to eat rotlās.’ (He craved the simple foods rather than the delicious food.) Therefore, devotees of Bhagwan do not have to beg anymore. Their liberation is secured. We should talk about this to everyone. We have become successful in this world and the next, so remain elated.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/495]