કીર્તન મુક્તાવલી
નિરૂપણ
(૧) અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે
મોટાની પાંખમાં બેસવાની કળા
અમાવાસ્યા ગ્રહણનો સમૈયો કરવા સ્વામીશ્રી અટલાદરા પધાર્યા.
તા. ૧૯-૪-૧૯૫૮, વહેલી સવારે મંદિરના કેળના ખેતરમાં સભા થઈ. સ્વામીશ્રીએ તો આવીને તુરત ધૂન શરૂ કરાવી. પછી ‘અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે...’ તથા ‘હરિગુણ ગાતાં...’ પદ બોલી અદ્ભુત નિરૂપણ કર્યું.
સ્વામીશ્રીએ વાત કરી કે:
“આ કીર્તનમાં સુખ-દુઃખ મનમાં ઉતારવાનું કહ્યું નથી; પણ આપણે એ જ કરીએ છીએ, એટલે દુઃખ થાય છે. પરોક્ષના ભક્તોએ જો ધીરજ રાખી, તો મુક્તાનંદ સ્વામીએ તેમનાં આખ્યાનો લખી દીધાં. તે મુજબ આપણે ચાલવાનું છે.
“વર્તમાન ન લોપીએ, ભગવાન ને ભગવાનના ભક્તનો અભાવ ન આવે અને સુહૃદપણું રહે, તો માયાના પેચમાં અવાય જ નહિ. સગા ભાઈ અને મા-બાપ વિશે પ્રીતિ રહે છે, તેવી હરિભક્તમાં રહે તો સુહૃદપણું થયું ગણાય. આ ચાર વાત જીવનું જીવન છે: ઉપાસના, આજ્ઞા, એકાંતિકમાં પ્રીતિ અને સુહૃદપણું. સ્વામી કહેતા કે આગળ સુહૃદપણાને ધક્કો લાગશે. સુહૃદપણું હોય તો જ મોટાપુરુષ આપણને પાંખમાં બેસારે. આપણે સેવા કરવી.
“સત્સંગમાં અખંડ દિવ્યભાવ રહે એ જ ભક્તિ. ભગવાનના ભક્તને દિવ્ય જ સમજવા. સત્સંગ એટલે સત્પુરુષ. પ્રગટ સત્પુરુષ જ જીવના હૈયામાં પ્રધાન હોય, એટલે જીવનો માયાનો વળગાડ કાઢી નાખે; અને સંપૂર્ણ સત્સંગ ત્યારે જ થાય. આત્મા અને પરમાત્માનો સંગ થાય, ત્યારે જ સત્સંગ થયો ગણાય. દેહભાવે સત્સંગ કરે તેનો અંતે વિશ્વાસ નહિ.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]
Nirupan
(1) Anubhavī ānandmā Brahmarasnā bhogī re
Swamishri arrived in Atladra to celebrate the eclipse samaiyo on the new moon day. On the early morning of April 19, 1958, a sabhā was held in the banana farm. Swamishri immediately started dhun, then sang ‘Anubhavi ānandmā brahmarasnā bhogi re...’ and ‘Harigun gātā...’. Then, he started explaining it:
“In this kirtan, it is not mentioned that one should feel happiness and misery in one’s mind, yet that is what we do. The devotees in the past exhibited forbearance, so Muktanand Swami wrote their narratives. We should walk the path of the past devotees.
“We should not transgress the five religious vows, find faults in God and his devotees, and keep brotherhood toward them. Only then will we not be taken by māyā. We have affection toward one’s own brother and parents. In the same way, when affection develops toward the devotees of God, then that is suhradpanu. These are the four lifelines of the jiva: upāsanā, āgnā, love for the Ekantik Sant, and suhradpanu. Swami said that in the future, one will fall (from lack of) suhradbhāv. Only when one has suhradpanu will the Mota-Purush sit us in his wings. We should serve.
“Bhakti is continuous divyabhāv in Satsang. One should consider the devotees of God as divine. Satsang equals Satpurush. Only when the manifest Satpurush remains predominant in one’s heart will he cleanse the jiva of the filth of māyā; and that is complete satsang. When one has the association of ātmā and Parmatma, then it can be said one has satsang. You cannot trust one who does satsang while still identifying one’s self as the body.”
[Brahmaswarup Yogiji Maharaj: Part 2]
નિરૂપણ
(૨) અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે
‘જે જે ધારી આવ્યા હતા વાત રે’
કથા પ્રસંગમાં જુદી જુદી વાતો નીકળી. નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘પુરુષોત્તમપ્રકાશ,’ પ્રકરણ-૪૨ વંચાવતાં પંક્તિ આવી: ‘જે જે ધારી આવ્યા હતા વાત રે...’ તે સમજાવતાં સ્વામીશ્રી કહે, “મહારાજ કહે છે, હું જે ધારીને આવ્યો હતો, તે હવે એકાંતિક સંત દ્વારા મોક્ષનો માર્ગ ખુલ્લો રાખ્યો છે, તે વાત પૂરી થઈ છે.”
પછી યુવકોએ ‘અનુભવી આનંદમાં...’ એ પદ ગાયું. તેમાં પંક્તિ આવી: ‘જે વડે આ જક્ત છે તેને કોઈ ન જાણે રે...’
ત્યારે સ્વામીશ્રી કહે, “જેને આધારે જક્ત છે તેને કોઈ ઓળખતું નથી. એ શું?” ફરી પૂછ્યું, “કોને આધારે જક્ત રહે છે?”
“યોગીબાપાને આધારે.” એક યુવકે કહ્યું.
સ્વામીશ્રી કહે, “એમ નામ નો પાડીએ. સત્પુરુષને આધારે એમ કહીએ.”
પછી કહે, “વચનામૃત પ્ર. ૨૭ પ્રમાણે અનંત પ્રકારનાં ઐશ્વર્ય જે આ સંત મળ્યા તેને આધારે છે. અષ્ટસિદ્ધિવાળો આવે તો કોણ સત્સંગ રાખે? બાવા, ભગત, ભિખારી, ચમત્કારી, એસા-તેસા કરનારા આવે, એમાં ખેંચાઈ જવાય. મહારાજે ના પાડી. અષ્ટસિદ્ધિ-નવનિધિમાં માલ નથી.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]
Nirupan
(2) Anubhavī ānandmā Brahmarasnā bhogī re
Yogiji Maharaj explained a line from Prakaran 42 of Purushottam Prakash: ‘Je je dhāri āvyā hatā vāt re...’:
“Maharaj says that whatever I had decided to accomplish here on the earth - to keep the pathway to moksha open through and Ekantik Sant - is now complete.”
Then, the yuvaks sang ‘Anubhavi ānandmā...’ The line ‘Je vade ā jakta chhe tene koi na jāne re...’ was sung. Swamishri said, “No one knows the one who is responsible for the creation. What is that?” Swashri asked again, “Who is the support of the creation?”
“Yogi Bapa’s support.” One yuvak said.
Swamishri said, “We should not say that by name. We should say Satpurush’s support.”
Then, Swamishri said, “According to Vachanamrut Gadhada I-27, the cause of countless miracles is the Sant that I have attained. Who would keep satsang if we attain someone who gives us the eight types of powers? Ascetics, beggars, one who shows miracles, those who do this or that - if they come, one will be attracted to them. Maharaj said no (to them). There is no worth is the eight powers or nine types of wealth.”
[Brahmaswarup Yogiji Maharaj: Part 2]