કીર્તન મુક્તાવલી
નિરૂપણ
(૧) તમે અંતરની આંખે ઓળખી
૨૬-૧૨-’૫૬, રાત્રે કલકત્તાના સત્સંગી માધવજીભાઈ શેઠને ત્યાં સારી સભા થઈ અને સ્વામીશ્રીએ પણ સંત-સમાગમ ઉપર સુંદર વાતો કરી:
“જેમ જેમ વાતો સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય અને જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ ભગવાનનો નિવાસ થાય. માટે સર્વથી મોટા સંત છે, તેનો મહિમા જાણી તેમનો સમાગમ કરવો. શ્રીજીમહારાજ જે સર્વોપરી ભગવાન તેને જે સંતે અખંડ ધારી રાખ્યા હોય, તેથી એ સંત પણ મોટા છે. એવા સંત એ સૂર્યને ઠેકાણે છે અને મુમુક્ષુ એ નેત્રને ઠેકાણે છે. સૂર્ય વિના નેત્ર હોય તોપણ અંધારું ટળે નહિ.
“સંસાર એવો છે કે ચોંટ્યા વિના રહેવાય જ નહિ, પણ જો સારા સાધુનો સમાગમ કરે તો સંસારમાંથી ઊખડાય. એવા સાધુ તો સંસારમાં દુઃખ, દોષ અને નાશવંતપણું છે તે જણાવી દે. એવા સાધુ બાહ્ય દૃષ્ટિએ ઓળખાતા નથી. તેમને તો અંતરની આંખે ઓળખવા જોઈએ!” તે ઉપર –
‘તમે અંતરની આંખે ઓળખી, કરો સદ્ગુરુ સંતનો સંગ,
ઓળખવું અંતરે.
ગાયે ગીતા-ભાગવત સંતને, એવાં લક્ષણ હોય જેને અંગ,
ઓળખવું અંતરે.’
આ કીર્તન બોલીને કહ્યું, “આમાં કહ્યા એવા સંતને અંતરની આંખે ઓળખી, મહિમા સમજી, સમાગમ કરવો, તો મહારાજ આપણને અક્ષરધામમાં બેસારશે.” એટલી વાત કરી ત્યાં રાતના ૧૧-૦૦ વાગ્યા એટલે નિયમ-ચેષ્ટા કરી સૌને સૂવા જવાની આજ્ઞા કરી.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]
Nirupan
(1) Tame antarnī ākhe oḷakhī
December 26, 1956. Kolkata. A nice sabhā was held at the satsangi Madhavjibhai Sheth’s house and Swamishri Yogiji Maharaj spoke on samāgam of a Sant:
“As we listen to talks of a Sant, our antahkaran (mind) is purified. And as the antahkaran becomes pure, then God resides in their heart. The Sant is the greatest of all. Understand his greatness and do samāgam of him. The Sant is the greatest because Shriji Maharaj, who is supreme, resides in him. That Sant is like the sun and the mumukshus are like the eyes. Even if one has eyes, without the sun, darkness will remain.
“The sansār (social life) is such that one will become stuck to it. However, if one gains the samāgam of a true Sadhu, then one can dislodge from sansār. Such a sadhu will show you the misery, the flaws, and the ephemeral nature of sansār. Such a sadhu cannot be recognized by an external vision. He has to be recognized from one’s internal eyes.” On that, the following kirtan was sung:
Tame antarnī ākhe oḷakhī,
Karo sadguru santno sang...
Oḷakhavu antare 1
Gāye Gītā Bhāgvat santne, evā lakṣhaṇ hoy jene ang...
Oḷakhavu antare 2
Then, Swamishri said, “The Sant mentioned here should be recognized by one’s internal eye and his greatness should be understood, then his samāgam should be done. Maharaj will sit us in Akshardham.” Swamishri finished at 11 pm, so he gave everyone āgnā to sing the cheshtā and sleep.
[Brahmaswarup Yogiji Maharaj: Part 2]