home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) મારા વા’લાજી શું વા’લપ દીસે રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

તા. ૧૦-૧૦-’૫૮, એકાદશીએ કંથારિયામાં રાત્રે ૮-૦૦ વાગે સ્વામીશ્રીએ ગાદીના છેડે બેસીને પ્રેમથી વાતો કરી; જાણે ઉપવાસ કર્યો જ નથી. એમના જ શબ્દોમાં કહીએ તો બે વાટકા સુરતી દૂધપાક ચડાવ્યો હોય ને જેવો કેફ હોય, તેથી અધિક કેફમાં વાતો કરતા હતા:

“આપણે કથાવાર્તા કરીએ, મંદિરે જઈએ, પણ લોયાનું ત્રીજું વચનામૃત સિદ્ધ કેમ થતું નથી?

“નિશ્ચય ને મહિમા નથી. તન, મન, ધન ‘યાહોમ’ થઈ જાય. દાદાખાચરને મહારાજ સિવાય કોઈ વહાલું નહોતું.

‘શૂળી ઉપર શયન કરાવે, તોય સાધુને સંગે રહીએ રે...’

“આ સાખી સાંભળી હોય તો દેશકાળ ન લાગે. આ સાખી સમજાણી હોય, તો સત્પુરુષ ટોકણી કરે તો અભાવ ન આવે. ભીડો વેઠવો ગમે. બાયડી-છોકરાંનો કેમ ભીડો વેઠીએ છીએ!”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૪૪૦-૪૪૧]

Nirupan

(1) Mārā vā’lājī shu vā’lap dīse re

Sadguru Muktanand Swami

October 10, 1958. At 8 pm in Kanthāriyā, Yogiji Maharaj talked while seated on the edge of his seat, as if he had not done a complete fast:

“We listen to kathā-vartā, go to the mandir, yet why can we not perfect Loya 3?

“We lack niyam and mahimā. [If we did have these two] we would surrender our body, mind, and wealth. No one was more dear to Dada Khachar than Maharaj.

‘Shuli upar shayan karāve toy, sādhune sange rahiye re...’

“If one has heard this lines, then one would not be affected by adverse circumstances. If one has understood this line, then if the Satpurush scolds us, we would not perceive a fault in him. One would like to bear burdens. Oh! How do we bear the burden of our wife and children!”

[Brahmaswarup Yogiji Maharaj: Part 2/440-441]

 

નિરૂપણ

(૨) મારા વા’લાજી શું વા’લપ દીસે રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

યોગીજી મહારાજે વાત કરતાં કહ્યું, “મુક્તાનંદ સ્વામીએ કહ્યું:

‘શૂળી ઉપર શયન કરાવે, તોય સાધુને સંગે રહીએ.’

“દેહના તાલ રહેવા દે નહીં. તેમાં શૂળી એટલે શું? સમૈયા-ઉત્સવ વખતે ખાવા-પીવામાં, પાથરવા-ઓઢવામાં, ઓછું-વત્તું, મોડું-વે’લું થાય તે સહન કરી લેવું. તેમાં મૂંઝાવું નહિ. લાડવા મળે નહીં, લીંબડા નીચે સૂવાનું કહે, લીંબડો વાટીને પીવાનું કહે અને કદાચ શૂળી ઉપર ચડવાનું કહે તો તરત જ ચડી જવું. આજ્ઞા પળાય એ જ શૂળી ઉપર શયન. જેમ ભગતજીને ગિરનારને લાવવા કહ્યું, તેમ આજ્ઞા માનવી. ભગવાનને કે સંતને તો કોઈને શૂળી ઉપર ચડાવવા નથી, પણ આ સમજણ કરી રાખી હોય તો મૂંઝવણ થાય નહિ. તે ખપવાળા હોય તેનાથી જ થાય.

“મહારાજની આજ્ઞા સૌએ આ બે કીર્તન મોઢે કરવાની છે. તો કોણે આજ્ઞા પાળી? અને કોણે મોઢે કર્યા? તો હવે સૌએ મોઢે કરવાં. વળી જ્યારે એમ આજ્ઞા થાય કે ખાવા નહિ મળે, પાથરવા નહિ મળે અને લીંબડો વાટીને પીવો પડશે, અને સમૈયે આવજો; તો કેટલા આવે છે તે જોવું. તેમાં જે આવે તે જ ખરા.”

(૧) મારા હરજી શું હેત ન દીસે રે... (૨) મારા વ્હાલાજી શું વ્હાલપ દીસે રે... આ બે કીર્તન મોઢે કરવાની આજ્ઞા મહારાજે વચનામૃત વરતાલ ૧૧માં કરી છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧/૪૯૨]

Nirupan

(2) Mārā vā’lājī shu vā’lap dīse re

Sadguru Muktanand Swami

Yogiji Maharaj said, “Muktanand Swami wrote:

‘Shuli upar shayan karāve toy, sādhune sange rahiye...’

“[A true devotee] would not keep any indulgences of the body. What is a shuli? During samaiyās, tolerating inconveniences related to eating and drinking, bedding, being too early or too late, etc. One should not be frustrated with this. If we do not get lāddus to eat, he [the Satpurush] says to sleep under a tree, drink limado (ground leaves of the neem tree, a very bitter drink), or even to sleep on a bed of needles, one should get on immediately. Following āgnā is itself sleeping on a shuli. One should follow the commands like Bhagatji did in calling Mount Girnar. Bhagwan and the Sant do not ask anyone to sleep on a shuli, but if we have such an understanding, one would not become frustrated. One who has a self interest in their liberation can do this.

“It is Maharaj’s āgnā for everyone to memorize these two kirtans. Who has followed this āgnā? Who has memorized them? So now, everyone should memorize them. Moreover, when a command is released that one will not get food, bedding, and one will have to drink limado, and come to the samaiyo under these circumstances, we should see how many would come. Those that do are the true devotees.”

(1) Mārā haraji shu het na dise re... (2) Mārā vhālāji shu vhālap dise re... Maharaj commanded everyone to memorize these two kirtans in Vachanamrut Vartal 11.

[Brahmaswarup Yogiji Maharaj: Part 1/492]

 

નિરૂપણ

(૩) મારા વા’લાજી શું વા’લપ દીસે રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

નવેમ્બર ૧૭, ૧૯૭૫. બોચાસણ. ગ્રહણની સભા દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે કથામાં ‘સાચા શૂરા’ વિશે નિરૂપણ કરતાં જણાવ્યું: “જેની સાથે હેત હોય તેની વાત તરત મનાઈ જાય. મોટાપુરુષને વિષે હેત ન હોય તો તેઓની વાત પણ ન મનાય. ભગવાનની ભક્તિ, ગુણગાન કરતાં હોય ત્યાં ભાલા વાગતા હોય તોય જવું. શૂરવીર લડાઈમાં વિચાર કરે કે ‘શું થશે?’ ઉપાધિ આવી પડે તોય તેને સંગે રાજી રહેવું. જ્યારે શાસ્ત્રીજી મહારાજ નીકળ્યા તે દહાડે ગામોગામ ઉપાધિ જ હતી ને! રોટલા, મરચું ને છાશ જમતા. મહેનત પાછી ખરેખરી. ‘સાત ભાઈ વચ્ચે એક સૂંથણું’ – એટલે વહેલા જમે તે જમે ને બીજા તો દાળિયા ફાકી રહેતા. પણ એક જ ધ્યેય હતો તો ઉપાધિનો વિચાર આવ્યો નહીં. અટલાદરામાં પહેલેથી જ જાતમહેનત. તે સ્વામી કહેતા, ‘આપણે બાહુબળે કરીશું.’ તે વખતે પૈસા ભરવાના હોય તો શાસ્ત્રીજી મહારાજ કહે, ‘એક કથા કરી આવું. પછી પૈસા આપું.’ આવી પરિસ્થિતિ હતી.

“દેહસુખ જેને વહાલું હોય તે આ કાર્ય ન કરી શકે. સોમો ભગત વગેરે દાળિયા, મમરા જે મળે તેનાથી ચલાવી લેતા. ખાવા-પીવાની આસક્તિ હોય તો તેમ થાય? દરેકને ભીડો હતો પણ રાજી કરવાની વાત હતી. ‘ભાલા તણા મેહ વરસે’ એવું જ હતું ને! અત્યારે આટલું બધું સુખ છે તોય આઘાપાછા થઈએ છીએ. ભગવાનનો વિશ્વાસ નથી તેને નપુંસક જેવો જાણવો. નિષ્ઠા ન હોય તે નપુંસક જેવો છે. ભગવાનને પોતાના જેવા જાણીએ, સરખા જાણીએ તો હેત ન થાય, ભક્તિ ન થાય.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૧૨]

Nirupan

(3) Mārā vā’lājī shu vā’lap dīse re

Sadguru Muktanand Swami

November 17, 1975. Bochasan. During the sabhā held during the eclipse, Swamishri Pramukh Swami Maharaj explained the characteristics of a brave devotee, “One immediately believes the words of those he loves. If one does not have love for the Mota-Purush, then one will not believe his words. Even if one is hurt by spears where one offers devotion to God, one should go there. A brave soldier does not stop to think about what will happen. Even if one encounters troubles, one should remain pleased. When Shastriji Maharaj separated, all he encountered were hardships in whichever village he went. They ate rotlā, peppers and buttermilk. And yet, they had to endeavor. (There is a saying) ‘Seven brothers have to share one pair of trousers!’ Meaning, one who eats early gets to eat and others have to eat chick peas and be content. However, they had one goal, so they did not think about their troubles. In Atladra, everyone had to fend for themselves from the beginning. Swami (Shastriji Maharaj) used to say, ‘We will (build it) with our own strength.’ At that time, if money was owed, Shastriji Maharaj would say, ‘Let me go discourse first. Then I will address the money owed.’ These were the circumstances.

“One who holds the happiness of the body dearly cannot do this task. Soma Bhagat and others sustained themselves by eating chick peas, puffed rice, and whatever else they could get. If one has weakness for enjoying food and drink, can they do this? Everyone faced burdens, but they wanted to please Swami. It was as if they were showered with spears. Today, we have so much happiness (absence of hardships), yet we still try to escape. One who has no faith in God should be known as impotent. One who has no faith is impotent. If one understands God to be like themselves, then one cannot offer devotion to him.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/112]

 

નિરૂપણ

(૪) મારા વા’લાજી શું વા’લપ દીસે રે

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

મહિમા ગા ગા કરો

અમદાવાદમાં રોજ સાંજે અમૃતહેલી વરસાવતા પ્રમુખસ્વામી મહારાજ ક્યારેક સંતો દ્વારા ચાલતા કથાપ્રસંગને અનુરૂપ, તો ક્યારેક પોતાના આશીર્વાદ પૂર્વે ગવાયેલા કીર્તનનો આધાર લઈ અમૃતધારા વહેતી કરતા.

આ ક્રમમાં તા. ૨૯/૪/૧૯૯૮ના રોજ ‘મારા વા’લાજી શું વા’લપ દીસે રે...’ પદ પર છણાવટ કરતાં તેઓએ કહ્યું:

“મુક્તાનંદ સ્વામીનું લખેલું આ કીર્તન છે. તેઓ સત્સંગની મા હતા. સ્તંભ સમાન હતા. મહારાજ એમની આજ્ઞામાં રહ્યા. મુક્તાનંદ સ્વામી કોઈનું મન પાછું પડ્યું હોય તો સમજાવીને સત્સંગમાં રાખે. બ્રહ્માનંદ સ્વામીનો ચેલો જવા તૈયાર થયો તો તેને સાચવી લીધો. તમારે છોકરાંનું અને અમારે ચેલાનું બંધન. બીજા પાસે પોતાનો ચેલો જાય તો ત્યાં ન જવા સમજાવી દે, પણ આપણે જ ચેલા છીએ ને! દાસના દાસ છીએ, પછી ક્યાં પ્રશ્ન છે?

“મહિમા જેવી કોઈ વાત નથી. સત્સંગમાં અભાવની વાતો કરી તો વધવાના જ નથી. અંતર્દૃષ્ટિ કરવી તો આપણા જ દોષો દેખાય. અવગુણ જોવાની દૃષ્ટિ હોય તો છેક શ્રીજીમહારાજ સુધી પહોંચે. ‘ભગવાનનો સંબંધ છે’ એ મહિમા રાખીએ તો આનંદ રહે. આ મોટાપુરુષનો સિદ્ધાંત છે. આપણામાં જ દોષ છે તો બીજાના દોષ જોવાનો અધિકાર ક્યાં છે? અમહિમાની વાતોને લઈને જ આખા સત્સંગમાં વિક્ષેપ ઊભો થાય. ભગવાનનો મહિમા સમજાશે તો પોતાની ભૂલ સમજાશે, પણ ‘તરી જાણું, ઢબી જાણું, લેકિન ઓસાન ભૂલ ગયા હૂં’ જેવું આપણે થાય છે. માટે આ વાત સાંભળીને દૃઢતા કરવી. ગુણ ગાવાથી જ વૃદ્ધિ થાય. માટે મહિમા ગા ગા કરો. બીજાના દોષ જોવામાં કોઈ અંત નહીં આવે.”

સ્વામીશ્રીએ આજે ‘અમૃત પે અતિ મીઠા મુખથી, હરિનાં ચિરત્ર સુણાવે રે...’ મુજબ સૌને રસતરબોળ કરી મૂક્યા.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૪૯૩]

Nirupan

(4) Mārā vā’lājī shu vā’lap dīse re

Sadguru Muktanand Swami

Keep Singing the Mahimā

In Amdavad, Pramukh Swami Maharaj gave divine blessings based the topic of the evening discourse or a kirtans sung during the assembly.

On April 29, 1998, Swamishri showered his blessings on the kirtan ‘Mārā vā’lājī shu vā’lap dīse re’:

“Muktanand Swami wrote this kirtan. He was the mother of Satsang and the main pillar (included in the foundation of Satsang). Even Maharaj remained in his āgnā once. If someone fell from Satsang, Muktanand Swami would explain the greatness of satsang and bring him back. When Brahmanand Swami’s disciple left Satsang, Muktanand Swami brought him back. You are attached to your children, and we are attached to our disciples. If a sadhu’s disciples leaves him for another sadhu, he would coerce him not to leave him. But we are disciples also! We are the servants of servants, so why should there be a question (of leaving)?

“There is nothing more important than mahimā. If we speak negatively in Satsang, we will never progress. If we introspect, then we will only see our faults - this is the principle of the Satpurush. We have faults, so why would we have the right to see others’ faults? The problems in Satsang arise because of talks that are against mahimā. If we understand Bhagwan’s mahimā, then we will see our own mistakes. We progress only if we sing the virtues of others. Therefore, sing the mahimā continuously. There is no endpoint in looking at others’ faults.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/493]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase