કીર્તન મુક્તાવલી
નિરૂપણ
(૧) જે ગમે જગતગુરુ દેવ જગદીશને
નિર્દોષબુદ્ધિનું પ્રકરણ ચલાવ્યું છે
૧૩/૧૦/૧૯૬૦. ગોંડલમાં કથા પ્રસંગમાં ગ. મ. ૭ વચનામૃત સમજાવતાં સ્વામીશ્રી યોગીજી મહારાજે કહ્યું કે:
“આજે નિર્દોષબુદ્ધિનું પ્રકરણ ચલાવ્યું છે. તે જીવમાં ઊતરી જાય તો જીવ સુખિયો થઈ જાય ને શાંતિ થઈ જાય. પોતાની બુદ્ધિમાં ન બેસે તોપણ ટૂક ટૂક થઈ જાય તો નિર્દોષબુદ્ધિ દૃઢ થાય અને મોટાપુરુષનો રાજીપો થાય. ભગવાન ને સંત ધારે તે કરે તેવા છે. માટે તેમની કોઈ ક્રિયામાં શંકા ન લાવવી. સત્સંગમાં બીજા કોઈ અપમાન કરે તો કદાચ નભાય, પરંતુ જેની નિષ્ઠા હોય તે જ અપમાન કરે તોપણ દિવ્યબુદ્ધિ રહે તો રાજીપો થઈ જાય. જે સરળ બુદ્ધિવાળો હોય તેનાથી આ થાય.”
એક સમયે ઉત્થાપનનાં દર્શન કરી, મધ્ય મંદિર સામે બિરાજી સ્વામીશ્રી કહે, “વચનામૃત ગ. પ્ર. ૭૪ પ્રમાણે કર્તાપણું સમજીએ તો સુખ-શાંતિ રહે. દુઃખ ન રહે. દાસના દુશ્મન હરિ કેદિ’ ન હોય. ‘જે ગમે તે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો...’ કર્તાપણું જાણ્યું હોય તો બીજા સંકલ્પ થાય નહિ. દાસ થયા, તે જે કરશે તે સારું કરશે. વખાણ-કુવખાણ, માન-અપમાન સારું લાગવું જોઈએ. બ્રહ્મની સ્થિતિ છે. ભગતજી મહારાજ ત્રણ દિવસની ખીચડી ખાઈને રહ્યા. એ જ્ઞાનની સ્થિતિ. એમ અંતરમાં ટાઢું રહ્યા કરે. શૂળીએ ચઢાવ્યા હોય ને ભગવાન પાસે બેઠા હોય, તો સંકલ્પ ન થાય એ છેલ્લી કોટિનું જ્ઞાન છે...”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૧૨૭]
Nirupan
(1) Je game Jagatguru Dev Jagdīshne
10/13/1960. Gondal. Explaining Vachanamrut Gadhada II-7 during the discourse, Yogiji Maharaj said:
“Today, the prakaran of nirdosh-buddhi prevails. If the jiva passes through this prakaran, then the jiva will become extremely happy and will experience peace. Even if something does not fit into his mind, if he still continues along, then nirdosh-buddhi becomes firm and the Mota-Purush will be pleased. God and the Sant can accomplish whatever they decide. Therefore, one should not doubt in their actions. In Satsang, if others insult us, we may still survive in Satsang. However, if the one who insults us is the one who we have a conviction of (i.e. the Sant) and we still maintain nirdosh-buddhi in him, then he (the Sant) will be pleased. One who has an easygoing intellect can achieve this.”
One day, Swamishri was in the central shrine after waking up Thakorji in the mandir and said, “If we do according to Vachanamrut Gadhada I-74, then we will experience peace and happiness. One will not remain miserable. God is not an enemy of his servants. ‘Je game Jagatguru Dev Jagdīshne, te taṇo kharkharo fok karavo...’. If one has understood that God is the all-doer, then one would not have other thoughts. As we have become his servants, whatever he does is for our betterment. We should like both compliments and criticism, praises and insults. That is the state of Brahma. Bhagatji Maharaj remained on khichadi for three days. That is the state of gnān. One will experience calmness in their heart continuously. If one is punished to die by the shuli and God is sitting right next to him, yet he does not entertain any thoughts (that God should release him from this misery), that is the final state of gnān...”
[Brahmaswarup Yogiji Maharaj: Part 3/127]