home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) આજ ગાઉં શું હેત તમારાં

દેવેન્દ્ર પટેલ

તા. ૧૯૭૨/૯/૨૬ના રોજ સારંગપુરમાં પારાયણની પૂર્ણાહુતિ થયેલી. તે જ દિવસે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિપર્વનો સમૈયો પણ ઊજવાયો.

હવે સ્વામીશ્રી ઝાલાવાડમાં વિચરણ માટે પધારવાના હતા. તે માટે વિદાય લેવાની ઘડીઓ ગણાઈ રહેલી. સહપ્રવાસીઓનો સરસામાન ગાડીમાં ગોઠવાઈ ચૂકેલો. બરાબર તે વખતે તેરેક વર્ષની ઉંમરના એક સંત મુકુંદજીવનદાસે કહ્યું, “બાપા! મારે તમારી જોડે આવવું છે.”

સ્વામીશ્રી સાથે વિચરણ કરવાનો લોભ સંતોને રહેતો, કારણ કે પોતાનો પરિવાર પરહરીને આવેલા સંતો માટે આ લાભ જ મૂડી-મિલકત સમો ગણાય. તેથી સ્વામીશ્રી જ સમયે-સમયે દર્શન-પ્રસાદી-વાતું-મળવું વગેરે સુખ આપી સૌનાં ખાતાં ભરપૂર રાખતાં.

પણ અમૃતપાનમાં તો કોણ ધરાય? એટલે જ, સ્વામીશ્રી સાથે છેક મુંબઈથી અહીં સારંગપુર સુધી સાથે રહેવાનો લાભ મેળવનાર પેલા સંત હજી ગોંડલ સુધી સાથે આવવાની વાત કહી રહેલા.

તે સાંભળી સ્વામીશ્રીએ કહ્યું, “હમણાં સાથે જ ફર્યો છે તો અહીં રોકા.”

પણ તે સંતે તો, “ના, બાપા! મને લઈ જાવ. મારે આવવું છે...” એમ કહી જાણે બાળહઠ પકડી.

તેઓની આ વાત સાંભળી સ્વામીશ્રી બોલ્યા, “સારું જા. તૈયાર થઈ જા.”

બીજાને વાળવા કરતાં તેઓ પોતે વળી જવાનું વધુ પસંદ કરતા.

પેલા નાનકડા સંત તો સ્વામીશ્રીની ‘હા’ સાંભળી આનંદની પણછનો ઠેલ વાગતાં, પોતાનું પોટલું તૈયાર કરવા તીરના વેગે ઊપડી ગયા. થોડી જ વારમાં તેઓ આવી ગયા. પણ જોયું તો ગાડી ઠાંસોઠાંસ ભરેલી.

એટલામાં સ્વામીશ્રી પધાર્યા. તેઓ આગળની બેઠક પર બિરાજ્યા. પેલા નાના સંતને થયું: “ખરેખર, મેં ખોટો આગ્રહ કર્યો છે.”

તેઓ જ્યાં આમ વિચારી રહેલા ત્યાં જ સ્વામીશ્રીએ તેઓને કહ્યું, “આવી જા...” એમ કહી પોતે અંદર ખસ્યા, સંકોચાયા અને પોતાની બાજુમાં તે સંતને બેસાડી દીધા. સ્વયં અગવડ વેઠીને બીજાને રાજી રાખવાનું સ્વામીશ્રીને ખરેખરું ગોઠી ગયેલું.

અંતે ગાડી ઉપડી અને થોડી વારમાં તો પિતા પુત્રની સાથે રમૂજ કરે તેમ સ્વામીશ્રી પેલા સંત સાથે ઓતપ્રોત થઈ ગયા ત્યારે એ સંતનું રોમ રોમ ગાઈ રહ્યું: ‘આજ ગાઉં શું હેત તમારાં, સ્વામી! ગાઉં શું હેત તમારાં…’

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૧૫૯]

Prasang

(1) Āj gāu shu het tamārā

Devendra Patel

On September 26, 1972, The pārāyan ended in Sarangpur. The same day, Shastriji Maharaj’s smruti-parva samaiyo was celebrated.

Swamishri Pramukh Swami Maharaj would now commence on visiting homes in Jhālāvād. His departure was nearing. The accompanying travelers had their belongings packed in the car. Exactly at this moment, the thirteen-year-old sadhu Mukundjivandas said, “Bapa, I want to come with you.”

Naturally, the sadhus wanted to travel with Swamishri, because the sadhus had renounced their homes for Swamishri’s closeness. From time to time, Swamishri gave the pleasure of his darshan, prasādi, talks, and embrace to recharge their accounts. However, who would say they had enough? Therefore, Mukundjivandas still wanted to accompany Swamishri to Gondal, although he had accompanied him from Mumbai to Sarangpur.

Swamishri said, “You have recently traveled with me, so stay here.”

“No, Bapa. Take me with you. I want to come.” The young sadhu remained stubborn.

Swamishri yielded to his wish, “Okay. Get ready.”

Instead of trying to change someone else’s mind, Swamishri preferred to let go. The young sadhu was overjoyed to hear Swamishri give his consent and went to gather his belongings immediately. He came back to see the whole car full.

Swamishri also arrived and sat in the front. The young sadhu thought that he was wrong to insist. However, as he was thinking, Swamishri said, “Come along.” And he made space to accommodate the little sadhu. Swamishri was accustomed to tolerating inconveniences to accommodate others.

As the car drove off, Swamishri started interacting with the young sadhu as if a father was making light conversation with his son. Meanwhile, the young sadhu’s heart started to sing out: ‘Āj gāu shu het tamārā. Swami, gāu shu het tamārā...’ (What love you have that I should sing about today?)

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/159]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase