કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) શ્રી સહજાનંદ મહારાજ હરિ જાશો મા પલ એક વિસરી
જેમ પ્રેમાનંદ સ્વામી રચિત ચેષ્ટાનાં પદોમાં શ્રીજી મહારાજની લીલાનું વર્ણન કર્યું છે, તેમ જ રાઘવદાસ કૃત સલોકામાં પણ રાઘવદાસે ગઢપુરમાં મહારાજની લીલાનું વર્ણન કર્યું છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે જાગા ભક્તના પિતા રાઘવદાસે આ સલોકા બનાવ્યા હતા.
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ રાઘવદાસ કૃત સલોકા અક્ષરદેરીમાં મોઢે ગાતા. તેનો ઉલ્લેખ જીવન ચરિત્રમાં નોંધાયો છે:
૨૩/૫/૧૯૫૯. ગોંડલ. ભક્ત રાઘવદાસે રચેલા, મહારાજનાં ચરિત્રના સલોકા વહેલી સવારે અક્ષર દેરીમાં બોલીને વાત કરી:
“શાંતિનો ઉપાય ભગવાન અને સંતોનાં ચરિત્ર ગાવામાં છે. અહીં દેરીમાં રોજ સવારે હું આ શ્લોકો બોલતો અને મેવાસાના દેવજી ભક્ત ‘હરે’ બોલતા.
“ભગવાન અને ભગવાનના ભક્તના ગુણ ગાવામાં જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. માટે ગુણ ગાવા, પણ અવગુણ તો ન જ ગાવા. કોઈને નહિ સમજાય તો ભવિષ્યમાં સમજાશે. કયો ભાજીપાલો છે તે સુકાઈ જશે?
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૫૫૫]
Prasang
(1) Shrī Sahajānand Mahārāj Hari jāsho mā pal ek visarī
Just as Premanand Swami described Shriji Maharaj’s divine actions in the Cheshta, Raghavdas also described Maharaj’s divine actions in Gadhpur in this verse. Brahmaswarup Yogiji Maharaj sang the ‘saloka’ written by Raghavdas often by heart. This has been mentioned in the biography:
May 23, 1959. Gondal. In the early morning, Yogiji Maharaj said, “The solution to experiencing peace is praising the divine actions of the Sant. In this Akshar Deri, I sang the ‘saloka’ every morning and Devji Bhakta of Mevasa would loudly echo with ‘Hare....’. The jiva becomes brahmarup by praising the virtues of God and the Bhakta. Therefore, sing the virtues only, but never the faults. If someone has flaws now, they will eradicate them in the future; so, one should not worry about their flaws.”
[Brahmaswarup Yogiji Maharaj: Part 2/555]

