home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) જેનું તન મન માન્યું ત્યાગે રે ભક્તિ ધર્મ ભાવે છે

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

‘એવા સંત સહુના સગા રે...’

અહીં શયન આરતી બાદ રાત્રિકથા ચાલતી હતી. એવામાં જૂના મંદિરના બે સંતો આવ્યા. યોગી મહારાજ બહુ જ રાજી થયા. તેમને મળ્યા. ખબર-અંતર પૂછી જાણી લીધું કે તેમને જમવાનું છે. ભંડારમાં લઈ જઈ બંને સંતોને ભાવથી ઠાકોરજીના થાળમાંથી જમાડ્યું. એક ઓરડામાં તેમના સૂવાનાં આસન પણ પથરાવી દીધાં.

બીજે દિવસે વિદાય વખતે સંતો યોગી મહારાજને મળવા આવ્યા ત્યારે યોગી મહારાજે હાથ જોડી પૂછ્યું, “કો’, અમારે લાયક કોઈ સેવા છે?”

“બીજું તો કાંઈ નથી,” એક સંતે કહ્યું, “પણ અમે કાશીમાં ભણીએ છીએ, તે પુસ્તકો ખરીદવાં છે. દોઢસો રૂપિયા થાય તેમ છે.”

“અહો... હો... એમાં શું? લઈ જાવ તમતમારે...” યોગી મહારાજે એક મોટા હરિભક્ત પાસે સેવા કરાવી સંતોને રાજી કર્યા.

એવામાં અચાનક એક સંત ગદ્‌ગદ થઈ ગયા. આંખોમાંથી અશ્રુધારા ચાલવા લાગી. પૂછ્યું ત્યારે હાથ જોડી આંસુભીના સ્વરે કહેવા લાગ્યા, “સ્વામી! મેં આપનો અપરાધ કર્યો છે. એક વાર તો આપને ગડદાપાટુ પણ માર્યા છે ને અપશબ્દો તો ખૂબ જ કહ્યા છે. હું પાપી છું. મને માફ કરો.”

તેઓ ‘જોગી’નાં ચરણે પડી ગયા. યોગી મહારાજ તેમને ઊભા કરી ભેટી પડ્યા. પછી હસતાં હસતાં કહે, “મને તો યાદેય નથી, ગુરુ! માટે મનમાં ન લગાડવું. એને હવે દાટી દેવું. સંભારવું નહીં. મહારાજ બધું સારું જ કરે છે. માટે હવે તમે ભણીગણીને મોટા શાસ્ત્રી થાવ. સંપ્રદાયની સેવા કરો.”

બંને સંતો ગઢડા ગયા. કાશીમાં ભણ્યા. થોડાં વર્ષ શાસ્ત્રી થઈને આવ્યા ત્યારે તેમણે ગઢડાના ધીરજલાલ વૈદ્યને પોતાની આ વાત કરીને કહેલું કે, “અપરાધી હોવા છતાં યોગી સ્વામીએ મને પુસ્તકો લઈ દીધાં. સેવા કરી. અરે, સામા બેસીને અમને જમાડ્યા પણ હતા. આવા અજાતશત્રુ સંતને અમે બહુ દુભાવ્યા છે. એમને તો મારું-તારું ક્યાંથી હોય, પણ બીજાના આવા દ્વંદ્વો પણ પળમાત્રે નિવારી શકે તેવી સામર્થીળા સંત જો કોઈ હોય તો એ યોગી મહારાજ જ છે.”

‘જોગી’ની નિર્મળ સાધુતામાં ઘણા મુમુક્ષુઓને પોતાનો દોષ-અપરાધ સૂઝી આવતો અને તેના પસ્તાવાનું ઝરણું ફૂટી નીકળતું. વ્યક્તિને પવિત્ર કરવાની અનેક રીતોમાંની ‘યોગીરાજ’ની આ પણ એક રીત હતી.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧]

Prasang

(1) Jenu tan man manyu tyāge re bhakti dharma bhāve chhe

Sadguru Nishkulanand Swami

‘This Sant Is Related to Everyone...’

After shayan ārti, the nightly discourse was ongoing. Two sadhus from the old sampradāy came. Yogiji Maharaj was pleased to see them and met them. He asked about their welfare and discerned that they have yet to eat. He took them to the kitchen and lovingly served them from Thakorji’s thāl. He had bedding spread out for them to sleep on overnight.

The next day, the sadhus came to see Swamishri. Swamishri said, “Tell me, is there anything that I can do for you?”

“There’s not anything else,” one sadhu said, “except that we study in Kashi and need to buy books. It will cost about 150 rupees.”

“Oh ho! That’s it? Take it...” So saying, Swamishri had a senior devotee provide the money and pleased them.

One of the sadhus’ eyes filled with tears as he was overcome with feelings. When asked why he was crying, he responded with teary eyes, “Swami, I have wronged you. I have beaten you and insulted you with plentiful of words. I am a sinner. Forgive me.”

He fell at Swamishri’s feet. Yogiji Maharaj raised him and embraced him. Laughingly, he said, “I do not even remember. Guru! Do not take it that hard. Bury it. Do not remember it anymore. Whatever Maharaj does is right. Now, you study and become a great shāstri and server the sampradāy.”

Both sadhus went to Gadhada, then later finished their studies in Kashi. When they returned few years later, they told their story to Dhirajlāl Vaidya, “Even though I wronged him, Yogi Swami gave us money for books. He served us. He sat in front of us and fed us. We have hurt a Sant like him who has no enemies. He himself has no thoughts of mine and yours; and he eradicates such thoughts in others minds. If there is any Sant who has such powers, that is Yogi Maharaj.”

Observing ‘Jogi’s’ pure saintliness, many realized their own wrong-doings and rivers of regret emerged. This was just one way (forgetting their wrong-doing, forgiving them, showering his love to them) Swamishri behaved to make others pure.

[Brahmaswarup Yogiji Maharaj: Part 1]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase