home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) શી કહું શોભા સ્વામિનારાયણની

સદ્‍ગુરુ ત્રિકમાનંદ સ્વામી

વર્ષો પહેલાં કરેલાં દર્શનની ઇદંસ્મૃતિ

સ્વામીશ્રી ગોંડલમાં ઠાકોરજીનાં દર્શન કરી રહ્યા હતા. ‘શી કહું શોભા, સ્વામિનારાયણની...’ એ કીર્તનમાં વર્ણન પ્રમાણેના શણગાર ધરાવ્યા હતા. તે જોતાં સ્વામીશ્રીએ સંતને પૂછ્યું, “‘શી કહું શોભા’ એ કીર્તન તમને આવડે છે?”

“ના, બાપા! આપના મુખે પહેલી વાર સાંભળ્યું.” સંતોએ કહ્યું.

સ્વામીશ્રી કહે, “અમે જૂનાગઢ હતા ત્યારે મોઢે કરેલું. હવે વિસ્મૃતિ થઈ ગઈ.” પછી એક સંતને કહે, “તમે કીર્તનના પુસ્તકમાંથી શોધી કાઢજો. મને બતાવજો. સૌને મોઢે કરાવીશું.”

સંતોએ બે દિવસ સુધી જુદાં જુદાં પુસ્તકોમાંથી તે કીર્તન શોધવા પ્રયત્ન કર્યો પણ મળ્યું નહીં. તેથી સ્વામીશ્રી સિદ્ધેશ્વર સ્વામીને કહે, “હું બપોરે અથવા બીજા સમયે આરામમાં જાઉં ત્યારે તમારે પેન અને નોટબુક લઈ બેસવું. હું સ્મૃતિ કરીશ ને લખાવીશ. તો તમારે ટપકાવી લેવું.”

આ કાર્યક્રમ બે-ત્રણ દિવસ ચાલ્યો. એક-બે કડી સ્મૃતિમાં આવી. બીજી ન આવી. તેની નોંધ કરી. પછી સ્વામીશ્રી કહે, “તમારે કાગળ, પેડ અને પેન મારાં ઓશિકાં નીચે મૂકી રાખવાં અને સ્મૃતિમાં આવશે એટલે નોંધ કરી લઈશ.”

પછી રોજ યાદ કરવા પ્રયત્ન કરે. એમ કરતાં કીર્તન યથાવત્ તેમના જ હસ્તાક્ષરોમાં નોંધ્યું. પછી સિદ્ધેશ્વર સ્વામી વગેરેને બોલાવ્યા. ને કહે, “રોજ એ જૂનાગઢની મૂર્તિના બધા શણગારનાં દર્શન કર્યાં હતાં તે સ્મૃતિ કરું અને શબ્દોને ખોળવા-ગોઠવવા કરું તે સ્મૃતિ થઈ. આખું કીર્તન મળી ગયું.”

પછી તેની દસ નકલ કરાવી રોજ શણગાર આરતીમાં બોલાવવાનું શરૂ કર્યું.

વર્ષો પહેલાં કરેલાં દર્શનોની કેવી ઇદં સ્મૃતિ હશે! દર્શનની ચીવટ અને તેને સ્મૃતિબદ્ધ કરવાની રીત કેવી અલૌકિક!

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪]

Prasang

(1) Shī kahu shobhā Swāminārāyaṇnī

Sadguru Trikamanand Swami

Evergreen Memory of Darshan of Years Past

Swamishri was doing darshan of Thakorji in Gondal. Thakorji was adorned as according to the description in the kirtan ‘Shi Kahu Shobhā Swāminārāyanni...’ Observing this, Swamishri asked one sadhu, “Do you know the kirtan ‘Shi Kahu Shobhā...’?”

“No, Bapa. I heard it for the first time from you.” The sadhus responded.

Swami said, “In Junagadh, I had memorized it. Now, I have forgotten it.” Then he said to one sadhu, “You find it in the kirtan book and show it to me. I will make everyone memorize it.”

The sadhus looked for it for two days in various books but to no avail. Therefore, Swamishri said to Siddheshwar Swami, “When I go to eat or rest in the afternoon, you sit with me with a notebook and a pen. I will try to recall the words and you write them down.”

This went on for 2 or 3 days. Swamishri remembered two or three lines but not the rest. Swamishri said, “You should place a paper and a pen under my pillow. When I remember the words, I’ll jot them down.”

Then, Swamishri tried to recall the words every day. Ultimately, the words of the kirtan were completed in his own handwriting. He then called Siddheshwar Swami and the others and said, “I recalled the darshan I had done in Junagadh daily and tried to find the words. I remembered all the words of the kirtan.”

Then, ten copies of the words were made and started the practice of singing it during shangār ārti.

How fresh must have Swamishri’s memory must be of the darshan he had done in years past and how detailed his darshan must have been!

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase