home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) ગિરધારી રે સખી! ગિરધારી

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

અમારી પાસે અખૂટ નાણું છે

ગઢડેથી નીકળી ભગતજી સારંગપુર પધાર્યા. સારંગપુરમાં મંદિરમાં દર્શન કર્યાં અને તમામ પ્રસાદી સ્થળોનાં દર્શન કરી, ત્યાંથી નીકળ્યા. રાત્રે રસ્તામાં તેમની સાથે આવેલ નડિયાદના દત્તરામ દેવીરામ, નારાયણભાઈ, પુરુષોત્તમ વગેરેને ઘણી વાતો કરી અને શાંતિ પમાડી. રસ્તામાં ચોકિયાતોએ અટકાવ્યા અને કહ્યું, “બેસો અહીં. આગળ જશો તો લૂંટારાઓ લૂંટી જશે.”

એટલે ભગતજીએ કહ્યું, “અમારી પાસે અખૂટ નાણું છે, તે જેને લૂંટવું હોય તે લૂંટવા આવે. લૂંટવાની બહુ જ મજા પડશે.” એમ છકમાં બોલ્યા ને નારાયણભાઈને કહ્યું કે બોલો:

ગિરધારી રે સખી! ગિરધારી,

મારે નિરભે અખૂટ નાણું, ગિરધારી. ટેક.

ખરચ્યું ન ખૂટે, એને ચોર ન લૂંટે,

દામની પેઠે રે ગાંઠે બાંધ્યું ન છૂટે... ગિરધારી

એમ ઘણી જ રમૂજ કરતા નીકળી ગયા અને બધાને વળાવી પોતે પોતાના ભત્રીજા પુરુષોત્તમ સાથે મહુવા પધાર્યા.

[બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત]

Prasang

(1) Girdhārī re sakhī! Girdhārī

Sadguru Muktanand Swami

We Have an Unending Supply of ‘Money’

Bhagatji Maharaj arrived in Sarangpur from Gadhada. He went for darshan of all the holy places in Sarangpur and left Sarangpur. At night, on the way, he spoke to Dattaram Deviram, Narayanbhai, and Purushottam of Nadiad and brought peace to their minds. On the way, some guards stopped and and said, “Stay and sit here. There are bandits up ahead who will rob you.”

Bhagatji Maharaj responded, “We have an unending supply of ‘money’ (in the form of God), so whoever wants to rob us can do so! It will be fun to be robbed.” Bhagatji Maharaj spoke amusingly and told Narayanbhai to sing:

Girdhārī re sakhī! Girdhārī,
  Māre nīrabhe akhuṭ nāṇu Girdhārī...
  Kharchyu na khuṭe ene chor na lūṭe,
  Dāmnī peṭhe re, gānṭhe bāndhyu na chhuṭe...

He amused them a great deal and then departed with his nephew Purushottam after seeing the devotees of Nadiad off.

[Brahmaswarup Pragji Bhakta]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase