કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ
સંત માનજો મારી મૂરતિ રે
ફેબ્રુઆરી ૮, ૧૯૭૦. નાઇરોબી. રોજ પ્રાતઃપૂજા વખતે યુવકો ‘આજ મારે ઓરડે રે...’ એ કીર્તન સુંદર રાગ-ઢાળમાં, સમૂહમાં ગાતા. અલૌકિક વાતાવરણ ખડું થઈ જતું. આ કીર્તન સાંભળી આજે સ્વામીશ્રી કહે, “તે વખતે ગઢડામાં શ્રીજીમહારાજ ઓરડે પધારેલા. આજે નૈરોબીના ઓરડામાં પધાર્યા છે.”
મહારાજની મૂર્તિ સામું નિર્દેશ કરીને સ્વામીશ્રી બોલ્યા, પણ એકાએક ઉચ્ચારાયેલા આ ઉદ્ગારોથી ભક્તોને એ જ મૂર્તિ આજે આ સંત દ્વારા નૈરોબીમાં (ઓરડામાં) પ્રત્યક્ષ હોવાની ખાતરી થઈ.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૬]
Prasang
(1) Āj māre orḍe re āvyā Avināshī albel
Consider the Sant to Be My Murti
February 8, 1970. Nairobi. Everyday during the morning puja, yuvaks sang ‘Āj māre orde re...’ in unison. The environment would become divine. Hearing the kirtan, Yogiji Maharaj said while looking at the murti of Maharaj, “At that time in Gadhada, Maharaj graced the ordo (quarters). Today, he has graced the ordā in Nairobi.”
Although Yogiji Maharaj spoke facing Maharaj’s murti, these natural words convinced all the haribhaktas present that Maharaj is present in Nairobi through the manifest Sant.
[Brahmaswarup Yogiji Maharaj: Part 6/16]