કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) વળી સહુ સાંભળો રે મારી વાર્તા પરમ અનૂપ
તા. ૨-૧૦-૨૦૧૬, નડિયાદ. આજની પ્રાતઃપૂજા બાદ મહંત સ્વામી મહારાજ પધાર્યા ત્યારે છાત્રાલયના યુવકોએ પૂછ્યું, “સ્વામી! આપના દર્શને, આપના સંગે અમને મજા આવે છે. પણ આપને અમારી સાથે મજા આવે છે?”
“હા.”
સ્વામીશ્રીના મુખમાંથી આમ હકાર નીકળતાં જ યુવકોએ કહ્યું, “તો તો અહીં જ રોકાઈ જાવ ને!”
“પંચવિષય મૂકવા પડશે.” સ્વામીશ્રીએ જાણે રોકાણની ‘ફી’ જણાવતાં કહ્યું.
‘સૌ હરિભક્તને રે, રહેવું હોય મારે પાસ; તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ...’ શ્રીજીમહારાજની જેમ સ્વામીશ્રીએ પણ જણાવ્યું કે સત્પુરુષ સાથે રહેવું હોય તો પંચવિષયની આશા છોડવી પડે.
[બ્રહ્મના સંગે - ૧૬]
Prasang
(1) Vaḷī sahu sāmbhaḷo re mārī vārtā param anūp
October 2, 2016. Nadiād. After the morning puja, Mahant Swami Maharaj arrived. The students studying in the chhātrālay asked Swamishri, “Swami, we enjoy your darshan and your company. But do you also enjoy our company?”
“Yes.”
The yuvaks were overjoyed hearing an affirmative answer from Swamishri and said, “Then, stay here forever!”
“You will have to renounce desires for panch-vishays.” Swamishri answered, as if that was the ‘fee’ for staying with them.
‘Sau haribhaktane rahvu hoy māre pās, to tame melajo re, mithyā panch-vishayni āsh...’ Just as Shriji Maharaj mentioned in the ordānā pado, Swamishri also made it known that if one wants to stay with the Satpurush, one must renounce desires for pleasures of the senses.
[Brahmana Sange - 16]